પ્રાથમિક કક્ષાએ શૈક્ષણિક કાર્ય એ મોટી ચેલેન્જ
છે. આપણે સૌ કહીએ છીએ કે જીંદગીમાં ક્યાં અટકવું અને ક્યાં ઝપટવું ? એ ખબર પડી જાય
તો સુખી થવાય ! –શિક્ષણમાં પણ આ વાત થોડું વધારે ઉમેરાઈને સો ટકા લાગુ પડે છે. જો
બાળકો સાથેની ચર્ચા સમયે ક્યાં અટકવું - ક્યારે લપેટવું અને ક્યાંથી ઝપટવું એ કળા
આવડી જાય તો સફળતાપૂર્વક વર્ગકાર્ય પૂરું કરી
બહાર આવી શકાય.
·
બાળકોની વચ્ચે આપણા જ્ઞાનના ધોધ ને ક્યાં અટકાવવો અનેક્યારે બાળકોને
પ્રસ્તુત થવા દેવા એ કળા એટલે ક્યાં અટકવાની સમજ.
·
બાળકો સાથે વાત કરતી વખતેબાળકોને આપણી સાથે ચર્ચામાં પરોવતાં જવો એટલે
લપેટવાની કળા.
·
વિષયવસ્તુ અંગે બાળકોની પોતાની પ્રસ્તુતિમાં જ તક ઝપટી લઇ આપણી વાત
ઉમેરી દેવી એટલે ઝપટવાની કળા.
વર્ગમાં
આવી નાની લાગતી બાબતો આપણી સફળતામાં અથવા કહીએ કે નિષ્ફળતામાં મોટો ભાગ ભજવતી હોય
છે.
એક અનુભવ અહીં વર્ણવું. સત્રની શરૂઆતમાં ધોરણ
ત્રીજાના બાળકો સામે ગુજરાતીમાં પહેલો એકમ હતો કીડી અને કબૂતર. વાર્તા ચિત્રો હોય
એટલે બાળકોને તો મજા જ હોય. ત્રીજા ધોરણના બાળકો એટલે એમની કલ્પના શક્તિ પણ ખુબ જ
પ્રબળ હોય એટલે આપણું તો કામ હતું; તેઓને પૂછ્યા કરવાનું અને તેમને બોલતા રાખવાનું. બાળકોને મજા આવે અને મગજ કસી શોધવું
પડે તેવા પાંચ પ્રશ્ન આપ્યા. જેમાં બાળકો માટે રમત હતી પણ પ્રશ્નો એવા હતા કે
બાળકોને રમત સાથે સમજણ બનતી જાય.જે તેઓ ઘરેથી વાલી સાથે ચર્ચા કરી લખી શકશે એવું
પણ નક્કી કર્યું. પછીના તાસમાં દરેક બાળક ચિત્ર અંતર્ગત પોતે એવો પ્રશ્ન પૂછી શકશે
કે જેમાં બીજાઓએચિત્રોને ધ્યાનથી જોવાની અને વર્ણન કરવાની જરૂર પડે. હવે વારો હતો...દરેક બાળક બધા જ ચિત્ર આધારે એક બેવાક્ય બોલશે. મજા આવી બાળકોએ
પોતાની ભાષામાં, સ્થાનિક શબ્દોનો ઉપયોગ કરી વાર્તા કહેવાની શરૂઆત કરી.. અર્ચના,
હની,હિતેશ એમ કહેતાં કહેતાં આગળ વધતાં જતાં હતા ત્યાં જ, શિક્ષકની “ક્યાં અટકવું” એ અણસમજવાળા ગુણે (કે દુર્ગુણે) શિક્ષકે એમની
ગતિ અને એમની મસ્તીમાં ચાલતી વાતમાં બમ્પર નાખ્યું.... કહ્યું ઉભા રહો જુઓ હું
કહું –બહુ સ્પષ્ટ ભાષામાં ખુબ જ સારી રીતે શિક્ષકે
આખી વાર્તા કહી. શિક્ષકના મનના ઓરતા કે હવે તો બાળકો વધુ સારી રીતે કહેશે.
પણ ? – ખલાસ પછી તો જે બાળકો કહેવા ઉભા થાય તે
માંડમાંડ બે વાક્યો બોલી શકતા. હવે તેઓ ચિત્રમાં વાર્તા નહિ જાણે કે શિક્ષકે
બોલેલાં વાક્યો શોધવા મથતાં હોય તેવું લાગવા લાગ્યું. જે બાળકોએ પહેલાં પોતાની કાલીઘેલી ભાષામાં જે
બધું બોલ્યાં હતાં તેઓને પણ ફરી બોલવા ઉભા કર્યા, પણ જાણે કે તેઓ પોતાનો
આત્મવિશ્વાસ ગુમાવી શિક્ષકની વાર્તા શોધવામાં લાગ્યા હોય તેવું જ લાગ્યા કર્યું. ત્યારે સમજાયું કે અહિયાં શિક્ષકે વાર્તા કહીને વાર્તાને વર્ગખંડમાંથી ગાયબ કરી. જાણે “કીડી અને કબૂતર”
વાર્તાને થોપાઈ ગયેલ નિબંધમાં ફેરવી દીધી. હવે શું ?
ત્યાં
જ તાસ પૂરો કરી બાળકોને અન્ય વાતો પર વાળ્યા અને લપેટવાની શરૂઆત કરી. હવે થોપાઈ
ગયેલ વાર્તા ભૂંસવાની નેમ સાથે બીજા દિવસે વાતો થી શરૂઆત કરી અને તક મળે ઝપટ મારી
બાળકો સાથે ફરીથી સંવાદો કરતાં કરતાં બાળકોને અને વાર્તાનેપાછા મૂળ સ્વરૂપે
લાવવાના પ્રયત્નો કર્યા અને તેનું પરિણામ આ રહ્યું જોવા સાંભળવા બાજુના ફોટોગ્રાફ
પર ક્લિક કરો >
છેલ્લે એક વાત શીખ્યા કે બાળકો બોલતાં હોય ત્યાં સુધી દોઢ ડહાપણ ન
કરવું; નહિ તો ભણાવવાની જગ્યાએ ભુલાવાવવાનું કામ કરી પાછા ફરીશું.. હા..હા.. હા..
No comments:
Post a Comment