અરે, ભાઈ કહેના ક્યા ચાહતે હો ?”
ઘરમાં કોઈની કંકોત્રી આવે. આપણને આવડે છે –
ઉકેલતા આવડે એવી જ લીપીમાં છે, આપણને વાંચતા પણ આવડે છે. છતાં પ્રશ્નો થાય કે, આ શું કહેવા માંગે છે? કઈ તારીખે લગ્ન
છે ? ગ્રહશાંતિ ક્યારે છે ? ભોજન સમારંભ વિષે પણ ગૂંચવણ થાય...તો સમજી લેજો કે
તમને વાંચતા આવડે છે એવું તમે માનો છો પણ વાંચતા આવડતું નથી. કારણકે વાંચવાનું
ચક્ર – કોઈકના મગજની બાબતને કાગળ પર અંકિત થયેલી ફરી એ જ સ્વરૂપમાં સમજવાથી પૂરું
થાય છે.અને આપણે અટકી ગયા–
જેને કંકોત્રીમાં સમજાઈ જતું હશે એ શાળા/ઓફીસના
પત્રોમાં આ રીતે અટવાતા હશે. કેટલાકને WhatsApp ના મેસેજમાં ય આવું થાય છે – “અરે, ભાઈ કહેના ક્યા ચાહતે હો ?” કોઈકવાર
લખનારે વિચારોને ક્રમબદ્ધ રીતે ના મુક્યા હોય ને એવું થાય એ જુદો મુદ્દો છે. પણ
બીજી ઓક્ટોબર અને ગાંધી જયંતીએ શાળા કોલેજોની રજા રદ્દ કરવામાં આવી છે. એવું વાંચ્યા
પછી ય કોઈકને ફોન કરી પૂછવું પડે કે – એટલે આપણે શાળાએ/ઓફિસે જવાનું ? હવે રજા હતી
તો નહોતું જવાનું અને રજા રદ્દ થઇ એટલે જવાનું. – એટલી સાદી વાત પણ મૂંઝવણ પેદા
કરે છે. જેમ જેમ આપણે વાંચવાનું છોડી વિડીયો જોઇને સમજતા વધુ થયા એટલે આપણા સૌની
વાંચીને સમજવાની ક્ષમતા ઘટી રહી છે.
વાર્તાઓ સાંભળવી કે વાંચવી એ જાણે ઓલ્ડ ફેશન
લાગે છે. તમે ભણ્યા તે વખતના તમારા ભાષા શિક્ષકના મુખ્ય હથિયાર શું હતા ? (હવે
આમાં હથિયારનો યોગ્ય અર્થ લેજો.) વાર્તા કહેવી, વાતચીત કરવી, શબ્દો શોધાવવા, વર્ગમાં વારાફરતી ઉભા કરી મોટેથી
વંચાવવું. ગાઈડવિહીન એ અવસ્થા કેટલી સમજણવાળી હતી. જેમાં આપણે પ્રશ્ન વાંચતા અને
જાતે વાર્તામાંથી જાવાબ શોધતા. હવે જુદી પ્રેકટીસ છે, જો માબાપ આર્થિક રીતે સધ્ધર હોય તો
અધ્ધર જવાબો ગાઈડ આપી દે. જો માતા પિતા સક્ષમ ના હોય તો શિક્ષકો આપણને ‘અક્ષમ’
બનાવવા માટે ‘સક્ષમ’ છે જ. એ જ લખાવી દેશે કે પહેલા
પ્રશ્નનો જવાબ આમ હોય...બીજી ખાલી જગ્યામાં આ જવાબ આવે.... વગેરે...
આવું કરવા માટે તેમની પાસે યોગ્ય દલીલ પણ છે.
“હવે બાળકોને જાતે જવાબ શોધતા જ ના આવડે તો લખાવી જ દેવા પડે...અથવા ગાઈડ તો લઇ
આપવી જ પડે ને ? તેમને જાતે શોધીને, વાંચીને જવાબ આપતા આવડી જશે એટલે અમે
નહિ લખાવીએ.”
સાચું.
કોઈ કહે કે હજુ મારા દીકરા/દીકરીને
સાઈકલ નથી આવડતી એટલે તેને સાઈકલ ચલાવવા આપતો નથી અને તેના બદલે હું ચલાવી લઉં
છું. તો આ ઘટનામાં સાઈકલ ક્યારે આવડશે ? બંને એકબીજાની સામેસામે દેખાય છે પણ એ
સાથેસાથે છે કે જો સાઈકલ ચલાવશે તો આવડશે. એમ જાતે શોધીને જવાબ વિચારશે તો સમજતો
થશે.
. તમે મોકો આપશો તો જ તેઓ પ્રયત્ન કરતા
થશે અને તમારી હાજરીમાં તમારી થોડી થોડી મદદ વડે થયેલા પ્રયત્નો તેમને સમજતા શીખવી
દેશે.
બાકી આખી જીંદગી સાઈકલ ચલાવ્યે રાખજો –
આટલું વિચાર્યા પછી કહો [comments 📌 ]–
આપણી શીખવવાની
પદ્ધતિમાં કયા-કયા બદલાવ આવવા જોઈએ?
1 comment:
more condensed collection ganga bhakti of it which you can use in a pinch in place of your regular concealer. Simply dab your finger tip in the cap and pat the foundation under eyes or over any other blemish!Ganga music
Post a Comment