બાળકોની Life skills ને જાણો...અને વિકસાવો...
મિત્રો, Life skills એટલે બાળકોમાં રહેલી એવી કુશળતા કે જે તેની
અગામી જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય, બાળકો ફક્ત અને ફક્ત જાણવા ઉત્સુક જ નહિ પણ
કંઈક કરવા માટે આતુર પણ હોય છે,આવી આતુરતાનો ફાયદો ઉઠાવી બાળકો પાસે કંઈક એવી
પ્રવૃત્તિ કરાવીએ કે તેને નવું કંઈક જાણવાનું મળે, આ તો છોકરાનું જ કામ-આ તો
છોકરીઓનું જ કામ એવા વાડોલીયા માંથી બહાર આવી હું બધું જ કરી શકું છું તેવું એક
આનંદિત આત્મવિશ્વાસ જગાડીએ . કારણ કે દરેકને પોતાના ફાળે આવેલું કામ અઘરું અને
બીજાના ફાળે આવેલા કામની વાત આવે ત્યારે “ ઓહ! એમાં શું ....!!!” નો ભાવાર્થ નાબુદ
થાય. મિત્રો બાળપણમાં જો હું કૂકર ખોલ-બંધ કરતાં શીખ્યો હોત તો નોકરીના શરૂઆતના
વર્ષોમાં જયારે એકલા રહેવાનું થયું ત્યારે મારે બાજુવાળા બેનને બોલાવવા ન પડ્યા
હોત તે મને ત્યારે સમજાયું હતું. બાળક મોટો બની એન્જીનીયર થશે તેવી અપેક્ષાઓ સેવતા
હો તો તેની સ્ક્રુ ફીટ કરવાની સ્કીલનો વિકાસ પ્રાથમિક કક્ષાએથી જ કરવો રહ્યો.
પ્રાથમિક કક્ષાએથી જ બાળકોમાં અગામી જીવનમાં ઉભી થનારી જરૂરિયાત પ્રત્યે સ્વાવલંબી
બનાવવા માટેના પ્રયત્નો રૂપે બાળકની વિવિધ સ્કીલો માટે જરૂરી સમય ફાળવવો જ રહ્યો..
નહિ તો બાળકોની અગામી કારકિર્દીઓ એવી બનશે કે જાણે....... ..
“સ્વાસ્થ્ય
અને શારીરિક શિક્ષણની લેખિત પરીક્ષામાં પ્રથમ આવનાર બાળકનો જ BMI ઓછો...
યોગ્ય રીતે ખીલી મારતાં અને સ્ક્રુ ફીટ કરતાં શીખવું ....
કૂકરને યોગ્યરીતે ખોલતાં અને બંધ કરતાં શીખવું..
ઉડી ગયેલા ફ્યુઝ્ને બાંધવો...
પંકચર બનાવતાં શીખવું ...
4 comments:
Life skill is real needs to learn. આપની શાળા હકીકતમા એજ્યુઅકેશનને બદલે કેળવણી આપે છે. જે આજ સમયની જરૂરીયાત છે.
Keep it up.
Very good activities
Very good activities
Very good activity
Post a Comment