લોકબોલી – આપણી ભાષા....
ધોરણ સાતમાં
ગુજરાતીના એક સ્વાધ્યાયમાં લોકબોલીના શબ્દોની યાદી બનાવવાની પ્રવૃત્તિ છે. યાદી
બનાવવાની પ્રવૃત્તિ-મોટાભાગના વિદ્યાર્થીઓ માટે મજેદાર રહી પણ ગોપાલ ભરવાડ કે જે
ડેરેથી સીધો શાળાએ આવતો હોય...તેને આ ગૃહકાર્ય પસંદ જ ના પડે તે સ્વાભાવિક હતું.
દફતર તો શાળામાં જ હોય, વાંચવા રોજ એક ચોપડી લઇ જાય..એટલે બીજા બધાએ જયારે પોતાના
શબ્દો રજુ કર્યા ત્યારે તેના ચહેરા પર નિરાશા દેખાઈ પણ ખરી !
એક નવું કામ તે જ
પ્રવૃતિમાં જોડવામાં આવ્યું, તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે બોલીએ એવા વાક્યો બનાવો
જેમ કે.......
–મલાડું – અલી, જો ઘરમાં મલાડું ભરાયું,
દુદ પી જહે...
હવે, બધા જયારે
વાક્યો બનાવતા હતાં ત્યારે ગોપાલે તેની બોલીના શબ્દોની યાદી બનાવવાની શરૂઆત કરી...
તેના શબ્દોએ મજા
બમણી કરી-કારણ કે તેમના રબારી સમાજમાં બોલતા ઘણા શબ્દો બીજા વિદ્યાર્થીઓથી તદ્દન
અજાણ્યા હતાં અને ગોપાલ હીરો બની ગયો !
કેટલાક શબ્દો તો
મનેય રોમાંચિત કરી ગયા.
જેમ કે – વાઘ – ઘેટું , ટેટા- બકરીઓ , ગાડ-ઘેટાં, આ સિવાય ડાડા, હાડો,બાડલો, બુગો, બોગયનું...
કેવા નવા શબ્દો છે !
આ શબ્દો જીવે તે જરૂરી છે....એ
આપણા લોકજીવનનો પ્રાણ છે ! અને આ પ્રકારની પ્રવૃતિઓ તે શબ્દોની સંજીવની !
1 comment:
Very Good.
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
http://saralhindi.wordpress.com/
Post a Comment