રક્ષાબંધનની ઉજવણીનો બેવડો આનંદ...!!!
અમારી શાળાએ રક્ષાબંધનના બીજા
દિવસે રક્ષાબંધનની ઉજવણી કરી, દર વર્ષે થતી ઉજવણીના આયોજન કરતાં આજની ઉજવણીના આયોજનમાં થોડો ફેરફાર
કર્યો.....એક ફેરફાર એ હતો કે દર વર્ષે અમારી શાળા બજારમાંથી ખરીદી કરેલ રાખડીઓ વડે રક્ષાબંધન
ઉજવણી કરતી હતી,પરંતુ આ વખતે પ્રજ્ઞા શિક્ષકશ્રીએ સપ્તરંગી પ્રવૃત્તિ અંતર્ગત શાળાની બાળાઓને જ રાખડીઓ
બનાવતાં શીખવી અને બાળાઓની આ પ્રવૃત્તિ ધ્વારા નિર્મિત તે જ રાખડીઓનો ઉપયોગ શાળાએ
રક્ષાબંધનના તહેવારની ઉજવણીમાં કર્યો, એટલે કે મોટાભાગની બાળાઓએ ઉજવણી સમયે
છોકરાઓને એ જ રાખડી બાંધી જે તેમણે પોતે બનાવેલ હતી...હવે તમે જ વિચારો કે પોતે જ બનાવેલ રાખડી બાંધવાનો ઉત્સાહ કેવો
અને કેટલો હોય....આમ અમારી દિકરીઓને રક્ષાબંધનની ઉજણવીમાં ડબલ આનંદ મળ્યો....રાખડી
બનાવવાનો & રાખડી બાંધવાનો.........
ઉજવણીમાં બીજો ફેરફાર એ હતો કે .....દર વર્ષે બાળકોને
શિક્ષકમિત્રો ધ્વારા રક્ષાબંધન તહેવાર વિશે માર્ગદર્શન આપવામાં આવતું..તેની જગ્યાએ
આ વખતે રક્ષાબંધનને એક વિષય અથવા તો એકમ બનાવી તેના પર ચર્ચાસભાનું આયોજન
કર્યું...જેમાં બોર્ડમાં દર્શાવેલ મુદ્દાઓ પ્રમાણે ક્રમશઃ સૌએ ચર્ચા કરવી...અને તે
મુદ્દાની ચર્ચાના અંતમાં શિક્ષકશ્રીએ તેનું વ્યવસ્થીકરણ કરવું....ચર્ચા-સભાનો
ઉદેશ્ય એ હતો કે બાળકો ફક્ત નિબંધમાળાની જ રક્ષાબંધનને ઓળખે અને પૂછાય ત્યારે [બાળકે ભલેને પોતે અલગ રીતથી ઉજવી હોય પણ ]તેને જ લખે...” આવી ગરેળમાંથી ધીમે-ધીમે બાળકોને
દૂર લઇ જવાનો પણ હતો...
ટૂંકમાં કહીએ તો તહેવાર એ જ છે કે જેની ઉજવણીનો આંનદ રોજબરોજની
એકની એક જીવનશૈલીના કાંટાળા/થાકને દૂર કરી દે, અને અમારી ઉજવણીએ પણ આ જ કામ કર્યું
અને અમને અને અમારા બાળકોને તરોતાજા કરી વધુ પ્રગતિશીલ બનવા તૈયાર કરી દીધા છે..જેમાંના
નીચેના કેટલાંક અંશો જોઈ તમે પણ આનંદિત થઇ શકો છો.....
ચર્ચા-સભા-: રક્ષાબંધન
રાખડીઓ બનાવતી બાળાઓ
અમારી શાળાના દિકરાઓને રાખડી બાંધતી અમારી દિકરીઓ ...
શિક્ષક-મિત્રોને રાખડી બાંધતી અમારી ધોરણ-૮ની દિકરી..
મોં મીઠું ન થાય તો ઉજવણી કેવી રીતે પૂરી થઇ કહેવાય..???
2 comments:
nice
wow!nava nadisar no blog joyo...khub j maja aavi..kharekhar aavi pravuti joyne khum maja padi..dipak solanki..chanchpur godhra..9726588945
Post a Comment