July 14, 2012

"પાળિયો"-એક પ્રેરણા-મૂર્તિ.....


 સમાજ માટે કંઈક સારૂ કરવા માટેની પ્રેરણા-મૂર્તિ એટલે  "પાળીયો"   

"પાળિયા" વિશેની વાત કરતાં વડીલ ગ્રામજનો 
 ધોરણ-૫ નું બાળક જયારે પાળિયોએટલે શું ? એવું પૂછે છે ત્યારે પાળિયા વિશેની માહિતી આપતાં વિષય શિક્ષક તરીકે [અને એક નાગરિક તરીકે પણ]આપણાં વિધાનોમાં પણ શૂરવીરતા પ્રગટતી હોવી જોઈએ...પાળિયાવિશેના માર્ગદર્શનની પહેલી શરત છે અને સાથે સાથે જેના નામનો પાળીયો છે તે બહાદુરની સમાજ માટેની શહીદી પ્રત્યેની આ સમ્માનીય આચારસંહિતા પણ ગણાય !!! 
નજીકમાં આવેલ ગામ નદીસરમાં  આવા જ એક બહાદૂરીના પ્રતિક પાળિયાની મુલાકાતે જયારે ધોરણ-૫નો વર્ગખંડ નીકળ્યો ત્યારે જ શિક્ષકશ્રીએ “પાળિયોએટલે શું?? અને કોની યાદમાંઆ વિશે આપેલ સમજની છટા બાળકોના વર્તનમાં દેખાઈ જ આવતી હતીશાળા અને સમાજે ભેગા મળી કેવી પ્રવૃત્તિ કરી તે આપ જોઈ શકો છો....
પાળિયાની મુલાકાતે જઈ રહેલા બાળકો 
આસપાસની સફાઈ કરતાં બાળકો 
બાળ-કુતૂહલતા
વડીલો અને બાળકોના વાર્તાલાપમાં જરૂર જણાય ત્યાં સેતુનું કામ કરતાં વિષય શિક્ષકશ્રી  
 વડીલો ધ્વારા પાળિયા વિશે જાણ્યા પછી............ 

No comments: