બાળક...અને
....સમાજ....વચ્ચે સેતુરૂપ વિષય એટલે જ સામાજિક વિજ્ઞાન.
જે વિષયના એકમોની
પ્રવૃત્તિઓ વડે બાળકને સમાજને ઓળખવાની, સમજવાની તક મળે તે વિષય એટલે જ ‘સામાજિક
વિજ્ઞાન’. સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આવતાં એકમો/એકમોની પ્રવૃત્તિઓની
સમજ/માર્ગદર્શનને આધારે બાળક સમાજ સાથે લયબધ્ધતા સ્થાપવાનો પ્રયત્ન કરે છે અને
વિષય શિક્ષક તરીકે આપણો પણ પ્રયત્નનો હેતુ તે તરફનો જ હોવો જોઈએ.આ વિષય અંતર્ગતની
પ્રક્રિયા/પ્રવૃત્તિઓ દરમ્યાન બાળક સમાજના ભૂતકાળથી માહિતગાર બની સામાજિક ઈતિહાસને જાણે છે,બાળક સમાજની આર્થિક
વ્યવસ્થા/શાસન વ્યવસ્થા/પર્યાવરણીય ભૌગોલિક વ્યવસ્થા વગેરેની સમજ મેળવી હક અને ફરજ
માટે પોતાની હિસ્સેદારી પ્રત્યે સભાન બને
છે.ધોરણ-૫ થી જેમ-જેમ બાળક સામાજિક વિષયનું માર્ગદર્શન મેળવતો જાય છે તેમ તેમ તેની
પોતાની દુનિયામાં કે જે ફક્ત દાદા-દાદી-માતા-પિતા-ભાઈ-બહેન-કાકા-કાકી વગેરે પૂરતી
સિમિતિ હતી તે વિસ્તરવા લાગે છે....
એટલે
કે તેનું કૌટુંબિક માનસ સામાજીકતા તરફ આગળ વધે છે. ત્યારે ધોરણ-૫માં સામાજિક
વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે આપણા પ્રયત્નોનું મહત્વ ખૂબ જ વધી જાય છે, આવા સમયે
આપણે પ્રવૃત્તિ/પ્રોજક્ટ વડે એવી પરિસ્થિતિ પેદા કરવી પડશે કે બાળકે પોતાની ઓળખ
સાથે સમાજ વચ્ચે જવાની જરૂર પડે...એવી કોઈ પ્રક્રિયા કાર્યવન્તિત કરવી પડશે કે
બાળકે સમાજ સાથે સંવાદ કરવાની ફરજ પડે અને જેના આધારે બાળક અને સમાજ એકરસ થવાની
ક્રિયા ઝડપી બને...અને જેના પરિણામ રૂપે સામાજીક વિજ્ઞાન વિષયના વિવિધ ધ્યેયોમાંનો
એક ધ્યેય “બાળકમાં સામાજિકતા કેળવાય”ની સાર્થકતામાં વધારો થશે... .
આવા જ એક પ્રયત્ન
રૂપે નવાનદીસર શાળાએ ધોરણ-૫માં સામાજિક વિજ્ઞાન વિષયમાં “ગામનો ઇતિહાસ” પ્રોજેક્ટ અંતર્ગત આવો જ એક
પ્રયત્ન કર્યો કે જેમાં ગામના ઇતિહાસથી વાકેફ થવા માટે બાળકોને સમાજ વચ્ચે
જવાની અને ફક્ત સમાજ વચ્ચે જવાની જ નહી
સમાજ વચ્ચે જઈને સમાજ સાથે સંવાદ કરવાની પણ ફરજ પડે.એક વાત ચોક્કસ કહું કે તમે જેમ
જેમ આ પ્રોજેક્ટ માટે શાળાએ કરેલ પ્રયત્નોના
ફોટોગ્રાફ્સ જોતાં જશો તેમ-તેમ તમે પણ કાંતો સમાજ અથવા કાંતો બાળક બની
પ્રોજેક્ટને અનુભવતાં જશો.
2 comments:
શાળા બહારના જીવન સાથે શિક્ષણને જોડવાની વિભાવના સાર્થક કરવા બદલ અભિનંદ. ઉદાહરણરૂપ બ્લોગ બનાવવા બદલ અભિનંદન. આપના બ્લોગથી પ્રેરિત થઈને અમારી શાળાનો નવો બ્લોગ (shalasamachar.blogspot.in) તૈયાર કરવાનો પ્રારંભિક પ્રયાસ કર્યો છે. જેની ઉપયોગી બ્લોગ/સાઈટની યાદીમાં આપના બ્લોગને આપની મંજૂરી હશેજ એવા પૂર્વાનુંમાન સાથે સામેલ કરેલ છે.
સલાહ-સૂચન અને માર્ગદર્શનની અપેક્ષા સહ......
વડાલી પ્રાથમિક શાળા નં.2
સમાજ સાથે રાખી ને સમાજિક વિજ્ઞાન ના પાઠો ભણતાં બાળકો અને ગુરુજનો ને પ્રણામ. આ ભણેલ બાળક કયારેય ભૂલી શકવાના નથી.ધન્યવાદ.
Post a Comment