July 06, 2012

વ્યક્ત થવાની તક !


& વ્યક્ત થવાની તક ! &
‘બેન્ડ’ શરૂ કરવાની ઈચ્છા ઈચ્છા ધરાવતો નવાનદીસર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી સુરેશ રાવળ


ધોરણ ૬ થી ૮ ના નવા પુસ્તકો આપણા સૌ શિક્ષકમિત્રોની બે પ્રકારની પ્રતિક્રિયા જોવા મળશે..
[  જેની એક પ્રતિક્રિયાનો સંવાદ હશે...ઈટ્સ ડીફરન્ટ...
[  બીજી પ્રતિક્રિયાનો સંવાદ હશે... અરે! આવું તો    પહેલા પણ હતું.
               અને બંને પ્રતિક્રિયા સ્વાભાવિક છે.
આવું તો પહેલા પણ હતું જ પરંતુ,.તેમાં ઉમેરાયું છે – ચિંતન !
·        આપણે અત્યાર સુધી ‘જોયફુલ લર્નિંગ’ માં ‘જોય’ પર વધુ ફોકસ કરતા હતા ‘લર્નિંગ’ પર ઓછું.... હવે કોઈ પણ પ્રવૃત્તિ કરતી/કરાવતી વખતે બાળક માટે જોય હોય અને શિક્ષકના મગજમાં લર્નિંગ ‘ઓબ્જેક્ટીવ’  તેવું આયોજન જરૂરી.
·        હેતુલક્ષી આયોજન
·        શીખવાનો વ્યાપ હવે ફકત શિક્ષક કે પુસ્તક સુધી સીમિત ના રહેતા સમાજ પાસેથી પણ શીખી શકાય તેવી તકો.
·        માહિતીને બદલે જ્ઞાન પર ભાર. તમે નોધ લીધી હોય તો હવે સ્વાધ્યાયમાં (ખાસ કરીને ભાષાઓમાં) વિદ્યાર્થીને પોતાને વ્યક્ત થવાની વધુ તકો પૂરી પડાઈ છે.
                        આજ સંદર્ભે ધોરણ સાતના અંગ્રેજીમાં પ્રથમ યુનિટમાં ભાષાના જે હેતુઓ છે તે ઉપરાંત વિવિધ વ્યવસાયો વિષે વિદ્યાર્થીઓ જાણે તેવો પ્રયાસ છે. – વીઝીટીંગ કાર્ડ થી સંવાદો વિગેરેમાં જુદા જુદા વ્યવસાયો સાંકળી લીધા છે. એવા કેટલાક વ્યવસાય વિષે પણ મુકાયું છે કે જેને સામાન્ય રીતે આપણે વ્યવસાય ગણતા જ નથી – જેમ કે પેજ નંબર ૮ પર આપેલ આપણી નવાનદીસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સુરેશ રાવળની ‘બેન્ડ’ શરૂ કરવાની ઈચ્છા ! તેની સાથે જ હીના પરમારની કવિયત્રી બનવાની ઈચ્છા ! આ કિસ્સાઓ વડે  ભાષાના હેતુઓ તો પાર પડે જ છે પણ સાથે સાથે વિદ્યાર્થીઓની આંખમાં નવા સ્વપ્નો પણ આંજે છે !
આવો, આપણે આપણા વર્ગખંડોને એવા મુક્ત બનાવીએ કે જ્યાં આપણા વિદ્યાર્થીઓને પોતાનો કોઈ પણ વિચાર વ્યક્ત કરવામાં સંકોચ/શરમ/ડર ના હોય ! અને કદાચ તો જ નવા અભ્યાસક્રમના હેતુઓની નજીક આપણે પહોચી શકીશું. 

નવા પુસ્તકો સંદર્ભે આપના સુચનો આવકાર્ય છે !

No comments: