કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨
પહેલા ધોરણની નવી ટીમ..... કેપ્ટન [બેનશ્રી] સાથે |
ઊંટગાડી અથવા તો બળદ-ગાડામાં ઢોલ-નગારા સાથે તમને ગામમાં ફેરવવામાં આવે છે......તમારા કપાળે રાજ્યાભિષેકની જેમ તિલક-ચાંલ્લો અને ચોખા લગાવી તમને સ્પેશ્યલ
બનાવવામાં આવ્યા છે.......એટલું જ નહી રાજ્ય સરકારશ્રીથી પોતે ન
આવી શકાતાં મોટા અધિકારીશ્રીઓને સરકારશ્રીએ પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે.............અને પોતાના પ્રતિનિધિના હસ્તે/હાજરીમાં આપનો શાળા પ્રવેશ થઇ રહ્યો છે...........આખું ગામ તાળીઓ વડે આપના શાળા પ્રવેશને વધાવી રહ્યું
છે...શાળામાં ભણતાં મોટા ભાઈ-બહેનો સાંસ્કૃતિક કાર્યક્રમ અથવા તો આગવા
કૌશલ્યોની રજૂઆત વડે આપને ખૂશ કરવા પ્રયત્ન કરી રહ્યા છે......., બસ....સ.....સ....,હવે સપનામાંથી બહાર આવી વિચારો કે આવું વાતાવરણ
જયારે પ્રવેશોત્સવ સમયે સર્જાય છે ત્યારે તે બાળકનો રૂઆબનો અંદાજ લગાવી શકો છો.......?? તે બાળકોનો રૂઆબ કોઈ મહારાજા જેવો જ હશે......
..........મિત્રો પ્રવેશોત્સવ ધ્વારા જયારે બાળકને આપણે શાળામાં મહારાજના રૂઆબમાં પ્રવેશ આપી લાવીએ
છીએ ત્યારે તેનો આ રૂઆબ સતત ટકી રહે તેવો આપણે પ્રયત્ન કરવો જ રહ્યો, માટે અમે પણ
એવો જ સંકલ્પ કર્યો છે કે બાળકોનો આવો જ રૂઆબ આગળના સમયમાં પણ ટકાવી રાખીશું અને બાળકો
પણ આવા જ રૂઆબ સાથે શાળાકીય પર્યાવરણમાં માર્ગદર્શન મેળવી એક નીડર અને સમાજ ઉપયોગી નાગરિક બને તે માટેનો પૂરેપૂરો
પ્રયત્ન કરીશું...........આવો કેમેરાની આંખે નિહાળીએ અમારો “કન્યા કેળવણી
મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨”
લેજીમ સ્ટેપ સાથે મુખ્ય મહેમાનશ્રીનું સ્વાગત કરતી બાળાઓ....... |
દીપ પ્રાગટ્ય વડે કાર્યક્રમની શરૂઆત કરતાં મહેમાનશ્રીઓ....
વચ્ચે મુખ્ય મહેમાનશ્રી આર.જે.સવાણી [ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ ,રેલ્વે,ગાંધીનગર] સાથે શ્રીમતી વસંતી સવાણી તેમજ શ્રી આર.એમ પટેલ [ક્રાઈમ બ્રાન્ચ ઈન્સપેક્ટર ,અમદાવાદ]
તિલક કરી -તેમજ પેંડા વડે મોં મીઠું કરાવી બાળકોને શાળાકીય જીવનમાં આવકારતા મહેમાનશ્રીઓ
જીલ્લા માહિતી ખાતા શિક્ષણ જાગૃતિ માટે "શૈક્ષણિક ભવાઈ" નો કાર્યક્રમ કરતાં કલાકાર મિત્રો |
પ્રસંગને અનૂરૂપ માર્ગદર્શન... |
શાળા તરફથી યાદગીરી રૂપે શાળા મુખપત્ર આપતા smc અધ્યક્ષશ્રી |
નવીન વર્ગખંડનું લોકાર્પણ.................. |
મિત્રો, દરેક નાગરિક... ભલે ને તે
શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હોય કે ન હોય.....ભલે ને તે નાગરિક બાળકના વાલી તરીકે પણ ન
હોય...છતાં પણ તે પોતાની નૈતિક જવાબદારી સમજી....થોડું
ધ્યાન રાખે કે પોતાની શેરી-મહોલ્લો કે ગામનો દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે.......દરેક
બાળકને ભણવા માટેની પૂરેપૂરી તક મળે.....અને તે માટે બાળકને મદદરૂપ પણ બને...... તો અમે માનીએ
છીએ કે એ દિવસો દૂર નહી રહે કે જયારે “શિક્ષણમાં અગ્રેસર રાજ્યની વાત નીકળતાં જ લોકો “ગુજરાત" રાજ્યનું નામ લેશે....
No comments:
Post a Comment