é......BALA [Building As Learning
Aid ]
......é
શિક્ષણ સાથે આજકાલ કેટલાક વાક્યો ખુબ સંભાળવા મળે છે દીવાલો સાથે દીવાલ બહારની શાળા !
વર્ગખંડની દીવાલ બહાર પણ શિક્ષણ છે....પુસ્તકથી પર થઈને જ્ઞાન મેળવવાના પ્રયત્નો થવા જોઈએ.
બાળકને શીખવવાને બદલે તે શીખતો થાય તેવા પ્રયત્નો થવા જોઈએ.
આ બધા વિચારોને એક સામાન્ય શાળામાં લાગુ કરવા માટે કેટલાક ફેરફાર કરવા પડે. ફેરફાર શાળા, સિસ્ટમ, શિક્ષક પક્ષે, વાલી પક્ષે હોઈ શકે. (વધુ વિગતો માટે જુઓ : nvndsr.blogspot.com )
આ બધામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જેવી જગ્યા છે...શાળાની ઈમારત ! શાળાના ઈમારતમાં શીખવામાં મદદરૂપ થઇ શકે તેવી શક્યતાઓ શોધવાની તક એટલે - Building as Learning Aid (BALA)
અમારી શાળામાં “બાલા” પછી જોયેલા કેટલાક ફેરફાર..
Ø બાળકો પોતાની આસપાસની ભૌતિક દુનિયા સમજવા શાળાની વસ્તુઓનો ઉપયોગ કરી શકે.જેમકે..હવે “કોની ઊંચાઈ વધારે છે ?” ની શરતની ખાતરી શાળાના કમ્પાઉન્ડમાં જ થઇ જાય... હું પાંચ કિલો ઉચકી શકું છું...એ હું આ ખુરશી ઉંચી કરી તેની પર લખેલા વજનથી જાણી શકું છું !
Ø અંકોની ઓળખ,ગણતરી અને સમજ ને પોતાની આસપાસની વસ્તુઓમાંથી પ્રાપ્ત કરવા.છાપેલા કે લખેલા નહિ..આ તો અંકો પર કુદી શકાય, બેસી શકાય અને રોજ તેની મદદથી નવું નવું રમી શકાય.
Ø ભાષાનો ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ શાળામાં કોઈ પણ જગ્યાએ હોય.આ ભગતસિંહ છે? આ કોની પુછડી છે? આ કઈ લાગણી બતાવતો ચહેરો છે ? જેવા સવાલો હવે દીવાલો પર વિખરાયેલા છે.
Ø શીખવવું ને શીખવામાં બદલવા……રમીએ છીએ, ગણીએ છીએ, સાપ સીડી રમતાં-રમતાં સાપ ગળે નહિ તે માટે...”બે પડજો...બે પડજો” ની પ્રાર્થના કરીએ છીએ ! હા અમે શીખીએ છીએ !
અમારી
શાળામાં Building As Learning Aid
અંતર્ગતના અમારા વર્ગખંડોના બારણા,
બારીઓ, થાંભલા, દીવાલો,
નકશાઓ, રસ્તો, ફન-વે આ
બધું આપ વિવિધ ભાગમાં ક્લિક કરી જોઈ શકો છો.
2 comments:
Super duper
Super duper
Post a Comment