April 07, 2018

મૂલ્યાંનકનનું મૂલ્ય !



મૂલ્યાંનકનનું મૂલ્ય !

Ø  કસોટી લેવી કે ના લેવી ? લેવી તો કેવી રીતે લેવી ?
Ø  કસોટી બાળકોમાં તણાવ પેદા કરે છે કે ઉત્સાહ વધારે છે ?
આવા બધા પ્રશ્નોનું મંથન રહેતું જ હોય છે.
પરંતુ કસોટીમાંથી અમને એક હેતુ બરાબર મળી ગયો છે. "કસોટી અમારું શૈક્ષણિક ઓડિટ છે !"
એમને તો ખબર પડે કે અમે ક્યાં ભૂલો કરી અથવા ક્યાં સારું ના કરી શક્યા ! શિક્ષક તરીકે અમને અમારી ક્ષતિઓ મળી આવે તો આગામી વર્ષમાં એ માટે પ્રયત્ન થાય.
આ વર્ષે ગુણોત્સવમાં શાળામાં સ્વમુલ્યાંકન હતું. ગામની ભાગીદારી હવે તો સંપૂર્ણ હોય છે. આ દિવસે પણ સવારમાં એસ.એમ.સી. ની હજારોમાં પેપર વગરનું કામ પૂરું કરી એમને આખા દિવસની રૂપરેખા સમજાવી કે કયા સમયે કયા કયું કામ થતું હશે ! એ પણ કહ્યું કે જો બાહ્ય મુલ્યાંકન હોત તો આવનાર મહેમાન એમને જે ફ્રેમ કહેત એ મુજબ અમે ગણન અને શ્રુત લેખનનું કામ કરાવતા પણ હવે તમે કહો તેમ... વળી ચર્ચામાં ઉપાય મળ્યો કે એના કરતાં ચિઠ્ઠી બનાવી દઈએ અને કે ક્રમ આવે એ ક્રમની ફ્રેમની કસોટી લઈએ. સહમત જ હોઈએ ને !
        અમારા એસ.એમ.સી. અધ્યક્ષ તો નાના બાળકોને વાંચન પણ કરાવી આવ્યા. બાકીના સભ્યો છ થી આઠની કસોટી વાળા વર્ગોમાં હાજર રહ્યા. ગામના કેટલાક યુવાનો વળી પહેલા ધોરણના ટાબરિયાઓ ને લઇ મેદાનમાં વાર્તા અને વાતો કરાવવામાં પડ્યા.
નજીકની એક શાળામાં મૂલ્યાંકન માટે આવેલા ................... અચાનક શાળામાં આવ્યા. એમણે શાળામાં માત્ર ગુણોત્સવ અંગે જ નહિ અને શાળાની અન્ય નાની નાની વિગતો વિશે પૂછપરછ કરી સરાહના કરી. શાળાનો મિજાજ જોઈ કહે "તમને ખબર છે તમારા સૌની કાર્યશૈલી અને કલ્ચર એ આઇ.આઇ.એમ. અમદાવાદ જેવું છે. જ્યાં ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે બાળકો જ્યાં હોય ત્યાંથી શીખે જ છે ! "
ગુણોત્સવ બાદ યોજાયેલ વાર્ષિક લેખિત કસોટીમાં પણ આ જ મિજાજ કંટીન્યું... પરીક્ષા પછી ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને એમની જવાબવહી બતાવીને તેઓ ક્યાં ભૂલ કરી રહ્યા છે એના વિશે પણ ચર્ચા કરી.
તેમના વ્યક્તિત્વ વિકાસના તારવેલા વિધનોના ગુણ તો તેઓ એ જ જાતે પોત પોતાના નાગરિક ઘડતરના જૂથમાં બેસીને નક્કી કર્યા. એમાં તેઓ પોતે જ અરીસા સામે ઉભા હોય છે અને પોતાનું સાચું જ મૂલ્યાંકન કરે છે એ અમે અવલોક્યું !

ટુંકમાં કસોટી એ અમારા માટે ભલે થોડી કામગીરી વધારે પણ બાળકોમાં એનો ભાર ના આવે અને  અમારી ક્ષતિઓ મળી આવે એ જ અમારા મૂલ્યાંકન નું મૂલ્ય !





  
   



  

























ગુણોત્સવના દિવસની પ્રાર્થનાનો LIVE વિડીયો જુઓ > પ્રાર્થના સમારંભ

1 comment:

DoctorJyot said...

Background colour light rakho , dark background and black text font chhe tene badlo