l
l
l
ટ્રાફિક સેન્સ.....
અત્યારે આપણા દેશમાં ઘરની બહાર નીકળતાં જ દરેકને સૌથી પહેલી ચિંતા થાય છે ટ્રાફિકની.દરેક માણસ આજે ટ્રાફિક વ્યવસ્થાપનથી પરેશાન જોવા મળશે. કારણ કે તેને ખ્યાલ છે કે પોતે ગમે તેટલો સાવચેત હોવા છતાં પોતે જાહેરમાર્ગો પર સુરક્ષિત નથી..અને તે માટેના ઘણા કારણોમાંનું એક છે... નાગરિકોમાં ટ્રાફિક સેન્સનો અને બાળકોમાં ટ્રાફિક નિયમો અંગે ખાસ માર્ગદર્શનનો અભાવ..
૧૮ વર્ષની ઉંમર એટલે મતદાન કરી શકવાના હક મેળવવાની સાથે-સાથે જાહેર રસ્તાઓ પર વ્હીકલ્સ ચલાવવા માટેની મંજૂરી મેળવવા માટેની ઉંમર પણ ગણાય છે, પણ સામાન્ય આપણા દેશમાં જોઈએ તો બાળકો સરેરાશ ૧૪ વર્ષ કે તેથી ઘણી નાની ઉંમરમાં પણ સાયકલ કે મોપેડ જેવું વાહન ચલાવતા થઇ જાય છે, આવા સમયે બાળકોને ટ્રાફિક સેન્સ માટેનું કોઈ પણ જાતનું ખાસ માર્ગદર્શન મળેલ હોતું નથી,પરિણામે આવા બાળકો અજાણતા જ વાહન હંકારવામાં ટ્રાફિક અંગેના નિયમો તોડતા રહે છે અને પોતે તથા પોતાની સામે અને સાથે-સાથે નિયમાનુસાર વ્હીકલ ચલાવાનારનું પણ જીવ જોખમાય તેવી પરિસ્થિતિ ઉભી કરી દે છે, બાળક અજાણતા જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે,પણ જયારે આ જ બાળક ૧૮ વર્ષની ઉંમર સુધીમાં તો તેની આ અજાણતા કરેલી ભૂલોનું પુનરાવર્તન થઇ-થઇને ટેવમાં પરિણમી ચુકી હોય છે, માટે જ બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ ટ્રાફિક સેન્સ અંગેનું વધારાનું માર્ગદર્શન મળે તે માટેનો હેતુ સહ ટ્રાફિક સેન્સ નામની એક થીમ BALA અંતર્ગત શાળામાં ઉભી કરી,જેમાં શાળામાં આવન-જાવન માટેના મુખ્ય રસ્તા પર ટ્રાફિક સેન્સને લગતી સંજ્ઞાઓનો સમાવેશ કર્યો જેને બાળક જોઈ શકે...એકબીજાને બતાવે અને જયારે બાળકનામાં વધારે જાણવાની ઉત્સુકતા જાગે ત્યારે દરેક પાઠ્યપુસ્તકોમાં મુખપૃષ્ઠના અંદરના પાને આપેલ સંજ્ઞાની વિસ્તૃત ચર્ચા કરી બાળકોને માહિતગાર કરી શકીએ.........
માઈલ-સ્ટોન્સ..
વાહનવ્યહવાર અંગેની સંજ્ઞાઓ /સંકેતો...
રેલ્વે-ફાટકનો આભાસ ઉભો કરવાનો એક પ્રયત્ન
હજુ વધારે સારૂ કેવી રીતે કરી શકાય અને કેવો લાગ્યો અમારો આ પ્રયત્ન કોમેન્ટમાં ચોક્કસ લખો..
2 comments:
navanadisar jem jo kharekhar school gam ni sauthi sundar jagya hoy to koi shala bahar nu balak na rahe... sauthi sundar jagya hoy to koi shala bahar nu balak na rahe...
Superb work by your team
Post a Comment