August 01, 2011

My history by My People !

                                                  F  શા માટે જાણવો જરૂરી છે ગામનો ઇતિહાસ???                               
                                                  ઇતિહાસ વિષય પેઢીઓને જોડતો / જણાવતો અને આધુનિક સમાજ સાથે સંકલન કરતો ખૂબ જ અગત્યનો વિષય છે. સામાજિક વિજ્ઞાનનો વિષય આમ તો બાળકો સામાજીકતાને જાણે અને તેના મુજબ પોતાની ટેવોનું અનુકૂલન કરે તે માટેનો ધ્યેય હોઈ શકે છે, પણ કોઈ પણ વસ્તુના ભૂતકાળને જાણ્યા વિના આપણે તે વસ્તુ સાથે ભવિષ્યના સંબંધોને આકાર આપી શકતા નથી,અને કદાચ આપી પણ દઈએ તો પણ તે સહવાસ ખૂબ જ ઓછું આયુષ્ય ધરાવતો સાબિત થાય છે, ગામનો ઇતિહાસ જાણવો એટલે ગામના સમાજને સમજવો...ભૂતકાળમાં ગામના સમાજ ધ્વારા થયેલ કોઈ મોટી ભૂલમાંથી બાળકો શીખ લે અથવા તો સમાજમાંથી ભૂતકાળમાં કરેલ કોઈ મોટા સામાજિક ઉત્થાન માટેના કાર્ય વિષે જાણી બાળકો તેમાંથી પ્રેરણા મેળવે...ગામનો ઇતિહાસ બાળકોને જણાવવો એ ઇતિહાસ  શીખવવાનું પ્રથમ પગથિયું અથવા તો આગળના ઇતિહાસ વિષય રૂપી ઈમારતના પાયા સમાન છે,સાથે-સાથે જયારે બાળકોને તેના જ ગામનો ઇતિહાસ જાણવામાં ખૂબ જ રસ પડશે [જેમ આપણને વર્તમાન પત્રમાં સ્થાનિક સમાચાર વાંચવામાં રસ પડે છે] કારણ કે તેને તેની આંખો સામેના વ્યક્તિઓ સંબંધિત વ્યક્તિઓની અને જેના ખોળામાં રમીને મોટો થયો છે તેવા પરિચિત પર્યાવરણને સંબંધિત વાતો હશે. અને આમ ધીમે-ધીમે બાળક કોઈ પણનો ઇતિહાસ જાણવા ઉત્સુક/આતુરક બની રહેશે..પરિણામે આપણા ઘણા મિત્રોની એવી ફરિયાદ કે અરે!!! યાર આ ઇતિહાસમાં બાળકોને રસ જ નથી હોતો, પછી કેવી રીતે ઇતિહાસ શીખવવાનું??? ઇતિહાસના શિક્ષણ દ્વારા બાળક/વ્યક્તિ ઇતિહાસમાં બનેલી મોટી ઘટનાઓ એ વર્તમાનમાં શું અસરો છોડી છે તે જાણી તેના ઈતિહાસનીમાંની ખૂબીઓનો ઉમેરો અને ઈતિહાસમાંની ભૂલોનો સુધારો કરી ભવિષ્યના સમાજનું નિર્માણ કરવાનો સતત પ્રયત્ન કરે છે.   

ü કોણ ખૂબ જ સારી રીતે શીખવી/જણાવી શકે છે ‘ગામનો ઇતિહાસ’??


આમ તો કહેવાય છે કે કોઈ જે  વિષયમાં પ્રવીણ હોય તે જ સારી રીતે તે વિષય બાળકોને શીખવી શકે છે, પણ જયારે ગામના ઇતિહાસ એકમ વિષે જાણવાની વાત આવે છે ત્યારે ઉપરોક્ત બાબત જરા બદલાય છે.કારણ કે આપણે વિષય શિક્ષક તરીકે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ ગ્રામજનોમાંથી અને જો શક્ય હોય તો મોટા એવા કોઈ વડીલ જ આવા એકમને પૂરેપૂરો ન્યાય આપી શકશે તે ચોક્કસ બાબત છે,અમે પણ આવી જ રીતે અમારા ગામના ઇતિહાસથી વાકેફ થવા/જૂના ગામ નદીસરમાં મુકેલ પાળીયાના દર્શન કરવા અને તેના વિશેની વાત જાણવા જૂના નદીસર ગામના વડીલ એવા શ્રી મોતીદાદાની મુલાકાત લીધી.                                    દાદાએ પણ ગામની વાત ગામને ચોતરે જ કરીશું તો જ તેનો રંગ જામશે અને બાળકોને પણ સાચો આનંદ થશે તેવું કહી આ ઉંમરે પણ બાળકો માટે ગામના છેવાડે પાળિયા સુધી આવવા બદલ શાળા પરિવાર પણ તેમનો ખૂબ આભાર માને છે,૩ કિલોમીટર દૂર ચાલીને ગયા પણ બાળકોના હમસફર બનવાથી અમને  તે છ કિમી છ સેમી જેવા લાગ્યા હતા.....
દાદાજીની વાત સાંભળ્યા પછી પાળિયાનું મહત્વ સમજી તેની પૂજા કરતા બાળ-મિત્રો 
 સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને વંદન કરતા બાળકો..
નદીસર ગામમાં આવેલ અતિ પૌરાણિક શિવ મંદિરની મુલાકાતે...
બાળકોની સાથે-સાથે ગામ  વિશેની અન્ય જાણકારી મેળવતા શિક્ષક શ્રી 
બાળકો સાથે ગામ વિશેની અન્ય રસપ્રદ વાતચીતો કરતા અને સાથે-સાથે "ગામના ઇતિહાસ" ફોર્મેટની માહિતી આપતા  અમારા સૌના વડીલ એવા શ્રી બાબુકાકા 
અત્રેની શાળાએ બનાવેલ ફોર્મેટ ગામનો ઇતિહાસ   

  કેવો લાગ્યો અમારો આ પ્રોજેક્ટ અને હજુ શું વધારે સારૂ કરી શકાય તે કોમેન્ટમાં ચોક્કસ લખજો.

2 comments:

vishal makwana said...

great efforts..congratulations to whole team.

chhaya said...

very well done