May 01, 2012

બાળકનો શોખ અને શિક્ષણ ......




બાળકના શોખ અને શિક્ષણના હેતુનો સમન્વય એટલે જ- “બાળમેળો”
બાળકોને આનંદિત-ક્રિયાશીલ અને  વિવિધ  અનુભવોમાંથી  પસાર  કરતી શાળાકીય પ્રક્રિયાનો ઉત્સવ એટલેજ  બાળમેળો. આમ  જોઈએ તો  બાળક બાળમેળાના દિવસે આનંદ કરે, મોજ કરે અને પોતાના શોખ  મુજબનું કામ કરે તે બાળમેળાનું  મુખ્ય  લક્ષ્ય  છે,પરંતુ બાળમેળાથી આગળ  શૈક્ષણિક બાળમેળા ની  જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આનંદ,મોજ-શોખથી  એક કદમ આગળ વધીને  મેળાના આનંદની સાથે-સાથે શૈક્ષણિક પાસાનો ઉદ્દેશ્ય પણ ઉમેરાય છે અને તેને કારણે દિવસે બાળકોના  શૈક્ષણિક પાસાનો પણ વિકાસ  થાય તેની તકેદારી રાખવાની શિક્ષક તરીકે અથવા તો શૈક્ષણિક  બાળમેળાના  માર્ગદર્શક  તરીકે અથવા તો બાળમેળામાંના  કોઈ  એક  ગ્રુપના બાળકોના માર્ગદર્શક તરીકે  પણ આપણી જવાબદારી  ખૂબ વધી  જાય  છે. તે   દિવસે  આપણો પ્રયત્ન પણ  બાળકને તેની રસરુચિ મુજબની પ્રવૃત્તિ વડે   શૈક્ષણિક  અનુભવોનો  આનંદ મેળવે તે હોય  છે, જેનો  ઉદેશ જોઈએ  તો  બાળક બાળમેળામાં  ભાગ લે   કોઇપણ ગ્રુપ માં જોડાઈ  રસરુચિ   મુજબ  પ્રવુતિ  કરે- જેમાં રસ હોય તેવી પ્રવૃત્તિને  જાણે, સમજે અને ત્યારબાદ તેનો  આનંદ મેળવે  અને પ્રક્રિયા દરમ્યાન બાળકમાં આનંદની સાથે-સાથે  જાણતા-અજાણતાં એક કરતાં વધુ  શૈક્ષણિક ક્ષમતાનો વિકાસ થાય. આવી  ક્રમશઃ ચાલતી પ્રવૃત્તિ વડે આપણી શાળા બાળકના સર્વાંગી  વિકાસની  સાથે-સાથે  આનંદદાયી   શિક્ષણની નેમ પણ  ફળીભૂત  કરવા સક્ષમ  બનશે. સાથે-સાથે   બાળમેળામાં સમાવિષ્ટ વિષયો અંતર્ગત  જે તે વિષયમાં રસરુચિ   ધરાવતા  બાળકો  પણ  બાળમેળાના દિવસે તે  વિષયમાંની પ્રવૃતિ  કરવા   માટેનો  પ્રયત્ન કરે તે  પ્રમાણેનું આપણું આડકતરૂ  આયોજન  પણ  બાળકના વિકાસ માટે ફળદાયી બને છે. કારણ કે  બાળકને  કોઈ એક વિષયમાં કદાચ એટલા માટે રસ હોય કે તેને તે વિષયની પ્રવુતિ કરવા માટેની તક-અનુકૂળ વાતારણ અથવા તો માર્ગદર્શન મળ્યું હોય, બાળમેળા ધ્વારા  આપણે આવા  બાળકોને આડકતરી રીતે આયોજન દ્વારા આવી તક પૂરી પાડી તેના સર્વાગી  વિકાસનો  એક સફળ  શાળાકીય ઉત્સવ બનાવી શકીએ છીએ. શાળામાં આવી અલગ-અલગ પ્રકારની  રસરુચિ  ધરાવતા  વિવિધતા  સભર  બાળકો  માટે  આપણી  શાળામાંના  બાળમેળાનું   આયોજન પણ એવું વિવિધતા સભરનું  હોય  કે  જેનું  ઇનપુટ વિવિધ આનંદદાયી શૈક્ષણિક પ્રવૃત્તિઓ  અને તેનો પ્રત્યક્ષ આઉટપુટ  બાળકનો આનંદ  અને  પરોક્ષ આઉટપુટ  શૈક્ષણિક  ક્ષમતાઓનો  વિકાસ  હોય, જેનો ફાયદો  આપણે આપણા  વર્ગખંડોમાં   ઉઠાવી  શકીએ. અમારી  શાળામાં પણ  આવા ઉદેશ્ય સાથેના આયોજન વાળા બાળમેળાની ઉજવણી કરવામાં આવી.... આપના પ્રતિભાવો અમને મોકલી શકો છો....


“છાપકામ” સ્ટોર











“કાગળ-કામ,ચીટક-કામ” સ્ટોર












“માટીકામ” સ્ટોર






“સંગીત” સ્ટોર















“ગણિત-વિજ્ઞાન" સ્ટોર 










“રંગોળી” સ્ટોર























































No comments: