May 01, 2012

माना के अंधेरा घना हे,पर दिया जलाना कहाँ मना हैं ?


माना के अंधेरा घना हे,पर दिया जलाना कहाँ मना हैं ?
                                                             મિત્રો,૧લી મે એટલે “ગુજરાત સ્થાપના દિન”. બે વર્ષ પહેલાં ૧લી મે ૨૦૧૦ના રોજ આપણે સૌ આપણા ગુજરાત રાજ્યનો  ૫૦મો સ્થાપનાદિન ઉજવી રહ્યા હતા ત્યારે રાજ્યની એક સરકારી પ્રાથમિક શાળા..૫૦ વર્ષ પછી પણ પ્રાથમિક શિક્ષણ?? મુદ્દા પર મનોમંથન કરતી હતી...પ્રશ્ન હતો કોઈ શૈક્ષણિક સંસ્થા ધ્વારા એવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે કે જ્યાં પ્રાથમિક શિક્ષકોની તમામ શૈક્ષણિક મુશ્કેલીનું નિરાકરણ અને નવી પધ્ધતિઓનું માર્ગદર્શન મળે....ખૂબ લાંબી ચર્ચાએ અંતે આકાર મેળવ્યો...જેને નામ આપ્યું ‘બાયોસ્કોપ” –જેનો  ૨૫મો અંક આજે તમારી સ્ક્રીન પર મુકતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.
                            આ બે વર્ષોમાં શિક્ષકમિત્રો, C.R.C.મિત્રો, B.R.C.મિત્રો, G.C.E.R.T., S.S.A.M.ગુજરાત, N.C.E.R.T. દિલ્હી જેવા શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓથી માંડી રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના અગ્રણી સમાચારપત્રોએ પણ આપણા આ બાયોસ્કોપ રૂપી શૈક્ષણિક ચર્ચાપત્રમાં ભાગ લીધો છે,સાથે-સાથે એ વાતનો પણ હર્ષ થાય છે કે દેશ અને વિદેશોમાંથી પણ બાળકોના અભિભાવકોએ આ મુખપત્ર પ્રત્યે ખૂબ જ રસ દાખવી પ્રતિભાવો આપ્યા છે.અમારી સાથે આપને પણ આનંદ થશે કે આપણી સાથે આપણા એવા વાચક-મિત્રો જોડાયા છે કે જેઓના વ્યવસાય સાથે પ્રાથમિક શિક્ષણ અથવા તો શાળા કેમ્પસ  સાથે કોઈ તાણો-વાણો નથી, છતાં પણ તેઓ અમારૂ મુખપત્ર વાંચી અને તેના પ્રતિભાવો આપ્યા વિના પોતાને રોકી નથી શક્યા......કઈ વાત તેમને પ્રતિભાવ માટે પ્રેરે છે, અમારૂ આ  મુખપત્ર કે પછી તેમનામાં રહેલ શિક્ષણનો જીવ? અમે તે માટેનું ચોક્કસ કારણ નથી જણાવી શકતા...પણ હા અમે અમારા આ મુખપત્રનો હેતુ ફરીથી તમને ચોક્કસ જણાવીએ કે...........
.ઉત્તમ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વડે ઉત્તમ શિક્ષણ.....ઉત્તમ શિક્ષણ વડે ઉત્તમ શાળા..... ઉત્તમ શાળા વડે ઉત્તમ સમાજ  અને  “ઉત્તમ સમાજ વડે ઉત્તમ રાષ્ટ્ર”નું નિર્માણ..
મિત્રો ઉપરોક્ત “ઉત્તમ રાષ્ટ્ર નિર્માણ”ના પવિત્ર કાર્યમાં સહભાગી બની અમારા મુખપત્રને વિસ્તારવા બદલ આપ સૌ વાચક..તથા માર્ગદર્શક મિત્રોનો નવાનદીસર શાળા ખૂબ-ખૂબ આભાર માને છે.   
જય...જય.......ગરવી.....ગુજરાત....

No comments: