May 01, 2012

કાવ્યાનુભવ


કાવ્યાનુભવ........

ચાડિયામાં મારો પણ હિસ્સો હશે !
 આપણે જાણીએ છીએ કે કાવ્યશિક્ષણ એ તો બાહ્યાનુંભવ કરતાંય અંતરંગ મનને સ્પર્શ તેવો વિષય છે.કાવ્ય એ શબ્દો-શબ્દો રચાતી ચમત્કૃતિ –સર્જનાત્મક રીતે વિચારોની અભિવ્યક્તિ ઉપરાંત લાગણીઓને ઝંકૃત કરી ચિદાનંદ પૂરૂ પાડતું સ્વરૂપ છે. ઘણી કવિતાઓ તમને એવી મળશે કે જેમાં શિક્ષકમિત્ર જો અભિનયસહ ગાવા-ગવડાવવા સાથે જો થોડો વધારે વધારે પ્રયત્ન કરે તો બાળકો તેને અનુભવી શકે છે... ગુજરાતીમાં એક કાવ્ય છે ‘ચાડિયો” ! કાવ્યના શબ્દો અને તેની હલક એટલી અસરકારક છે કે બાળકો તેના ગાન દરમ્યાન ઝૂમી ઉઠે જ! પરંતુ અમારી શાળાએ આ કાવ્યની અસરકારકતા વધારવા માટે ગાન....અભિનય....અને સાથે સાથે અનુભવવા માટેનો એક નવો મુદ્દો ઉમેર્યો.....જેને કાવ્યાનુભવ આપણે કહી શકીએ...અને આ અનુભવ મેળવવા માટે શાળા કેમ્પસમાં જ ચાડિયો બનાવવાનું નક્કી કર્યું...મુખ્ય હેતુ “ચાડિયો” નહી  પરંતુ તેને બનાવવાની પ્રક્રિયા રીત અને તે દરમ્યાન બાળકો સાથેની ચર્ચા હતી.
Ø  જેમ કે જૂથ-ચર્ચા વડે“ચાડિયો” બનાવવા માટે જરૂરી ચીજ-વસ્તુઓની યાદી કરવી
Ø  ચીજ-વસ્તુઓ કોણ લાવી શકશે તેની સ્વૈચ્છિક જવાબદારી સાંપવી.
હવે સામગ્રી એકત્ર થઇ ગયા પછી બાળકો સાથે ચર્ચા કરી સ્થળ અને સમય અગાઉથી નક્કી કર્યા જેથી કોઈ બાળક ગેરહાજરીને  કારણે  આ આનંદ અને અનુભવથી વંચિત ન રહી જાય... “ચાડિયો” બનાવતા સમયે બાળકોને સાથે [ખૂબ જ નજીક] રાખીને મંગાવેલ ચીજ વસ્તુઓ ધ્વારા “ચાડિયો”નું સ્વરૂપ આપવાનું શરૂ કર્યું..સાથે-સાથે ચર્ચા પણ ખરી જ ..જેવી કે
Ø   ખેડૂત “ચાડિયો” ખેતરમાં જ કેમ ઉભો કરે છે?
Ø   આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં ચાડિયાએ આપણને કોઈ મદદ કરી?
Ø   જો “ચાડિયો”ના પગનું માપ આટલું રાખીશું તો હાથનું માપ કેટલું રાખવું પડશે?
Ø   “ચાડિયો”ને કયા કલરનો શર્ટ પહેરાવીશું? મૂંછો રાખીશું કે નહી?
આ બધી પ્રક્રિયા દરમ્યાન બાળકોએ શિક્ષકને અને ચર્ચા અટકે ત્યાં શિક્ષકે બાળકોને ઘણા પ્રશ્નો પૂછ્યા..અમને પણ એમ થયું કે કદાચ જો બાળકોને અમે આવો અનુભવ ન આપ્યો હોત તો કદાચ ખેતરમાં એકલા ઉભેલા “ચાડિયા”ને જોઈ તેના મનમાં ઉભા થતા આ બધા પ્રશ્નોના જવાબ તે ચાડિયો તો ન જ આપી શકત..!!!.................................


ચાડિયાના માથાની જવાબદારી મારી !પગ આવડા તો હાથ કેવડા ?

મારી શાળામાં ઉભો એક ચાડિયો રે લોલ !!!

13 comments:

KanyaShala said...

very well done! what language tasks were done along with this? please share. Keep this joy up.

હરિવાણી said...

Well done Nava Nadisar Team.... this is in fact comment to the comment.! All the questions and thinking process related to them are absolutely the Language Tasks... We however, have forgotten the real language tasks just because of Reading, writing and grammer. The same questions can be discused and then can be written by students .. is it okey??

પ્રિયાંક રાજદેવ Priyank Rajdev said...

ખૂબ જ સરસ.....
ખૂબ જ સુંદર...
અભિનંદન...
જો આવી જ રીતે શિક્ષણકાર્ય કરીશું તો વાલી આપણો સંપર્ક કરતા થશે આપણે નહી જવું પડે....
અને બાળક પણ કહી ઉઠસે કે 'મારા સાહેબ..... Is The Best.

patel usha said...

સરસ!..ધન્યવાદ.. બાળકો અને શિક્ષકોને..જેઓએ કાવ્યાનુભવનો એક રચંનાત્મક અને સ..+રસ માર્ગ છે..કાવ્યનુ રસસ્વાદ તે આનું બીજું નામ ..ખરુંને? ઓમશાંતિ..

પ્રશાંત ગવાણીયા said...

શિક્ષણ જગત સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ મારા બ્લોગની અવશ્ય મુલાકાત લે.

પ્રશાંત ગવાણીયા

http://prashantgavaniya.blogspot.in

Kiran machhi said...

Good actyvity....

Kiran machhi said...

Good actyvity....

ashish dharma said...

👌👌👌👌👌👌👌👌

Arvind Bhojani said...

ખુબજ સુંદર પ્રવૃતિ.અદ્ભૂત કાર્યાંનુભવ સાથે ભાષા શિક્ષણ!!!!!!

Arvind Bhojani said...

ખુબજ સુંદર પ્રવૃતિ.અદ્ભૂત કાર્યાંનુભવ સાથે ભાષા શિક્ષણ!!!!!!

zankhana patel said...

મને ગમ્યું...

Rajesh Makwana said...

Good very good

Gamit Surendra,nice bhajan said...

Really good work