May 05, 2012

અભ્યર્થના




અભ્યર્થના

આમ તો બાળકોની વિદાયનો પ્રસંગ એક પોસ્ટ તરીકે નહી પણ લાગણીઓના અનુભવ તરીકે અમે અહિં મૂકી રહ્યા છીએ.આમ જો કહીએ તો એક બાજુ ધોરણ ૮ ના આ બાળકો કે જે આજે શૈક્ષણિક કારકિર્દી માટે એક કદમ આગળ વધી રહ્યા છે તે એક સુખદ વાત છે,ત્યારે શાળા પરિવારે તેમને પોતાનાથી અળગા કરવા પડશે અને બાળકોએ પણ શાળા અને શાળા પરિવારથી દૂર થવું પડશે તે શાળા પરિવાર માટે  દુઃખની વાત છે, તાજા જન્મેલા બાળકના પિતાને પણ જો પોતાના બાળકના  જન્મના  ૮ સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં જો લાગણીઓ/પોતાપણું વગેરેના તાંતણે બંધાઈ જતા હોય તો આ બાળકોએ તો અમારી સાથે અને સામે આઠ-આઠ વર્ષ સુધી રહ્યા છે અને અમે સૌએ એકબીજા સાથે તમામ લાગણીઓ SHARE કરી છે, ત્યારે બાળકો સાથે બંધાયેલ લાગણીઓના આ તાંતણા ઉપર  આ રસ્સા ઉપર  કોઈ કાળે વિદાય  રૂપી કાતર મારી શકાય તેમ નથી.  માટે જ અમે બાળકોને કહ્યું છે કે, અગામી આપની ઉજ્જવળ કારકીર્દીમાં જયારે પણ મુંઝવણ અનુભવાય તો અમને કહેજો.અમે હર હંમેશ આપની મદદ અને આપના માર્ગદર્શન માટે તૈયાર હોઈશું..   
સાથો-સાથ વ્યવસાયિક મજબૂરી અથવા તો વ્યવસાયિક મહત્વકાંક્ષા એવા કોઈ પણ કારણસર શાળામાં સમય ન ફાળવી શકનાર વાલીમિત્રોને અભ્યર્થના-પત્રવડે વિનંતી કરીએ છીએ કે હવે આપનો બાળક જયારે ઉચ્ચઅભ્યાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપ તેને માટે જરૂરી વાતાવરણ પૂરૂં પાડી સાચા વડીલ તરીકેનું કર્તવ્ય નિભાવશો...
     અંતમાં..... આ બાળકોનું દૂર થવું વસમું છે પણ...............


 

 






No comments: