U બાળકો અને બાળ-ફિલ્મો
વર્ગખંડમાં સૌથી
અસરકારક લર્નિગ મટીરીયલ કયું ? આપણા સૌના મત એમાં જુદાજુદા હોઈ શકે !
છતાં સૌ પોતાની આસપાસ નજર કરીને વિચારીએ તો સચોટ રીતે ડીરેક્ટ કરેલી ફિલ્મો અને
સીરીયલ્સ એ જે તે ઉમરના વિદ્યાર્થીઓને આપણા કરતા વધુ અસરકારક રીતે શીખવે છે. કારણ
બસ એટલું જ તે શીખવા સાથે મનોરંજન પૂરું પડે છે ! ગ્રામીણ ક્ષેત્રના
કોઈ બાળકને માતૃભાષા શીખવાની ઉંમરે પણ જો તેની કક્ષાનું મનોરંજન પૂરું પાડતી કોઈ
અન્ય ભાષાની ફિલ્મ-સીરીયલ જોવાની વારંવાર તક મળે તો તેને તે ભાષા સમજમાં આવતી જતી
હોય છે અને સમયાંતરે તે પોતે પણ તે ભાષા પ્રયોજતો જોવા મળે છે. અને આનું મુખ્ય
કારણ હોય છે બાળકને તેમાંથી મળતું મનોરંજન ! બાળકને જયારે કોઈ દ્રશ્યમાંથી આનંદ મળતો
હોય છે ત્યારે તે ભલેને ગમે તે ભાષામાં હોય બાળક પોતાની આંતરિક સમજ શક્તિનું પૂરું
જોર તેને સમજવામાં લગાવી દે છે અને વારંવારના મહાવરાના કારણે કોઈપણ પ્રકારના
માર્ગદર્શન વિના પણ બાળક તે ભાષાને સમજવામાં – જાણવામાં અને વાપરવામાં સફળતા મેળવે
છે. આપણે શું શીખી શકીએ ? - લર્નિગ મટીરીયલ જો બાળકનાં ‘ભાવતાં’ ફોરમેટમાં રજૂ કરવામાં આવે તો તે
પછીની ક્ષમતા[સમજ] સિદ્ધિ માટે તમે ભલે કઈં જ નહિ કરો તો પણ બાળકો તેને
શીખવા-સમજવા માટે પોતાની પુરેપુરી તાકાત લગાવી દેશે. બાળકોને ફિલ્મો જોવી બહુ જ
ગમે છે. અને તેમાંય બાળ-ફિલ્મો હોય તો બાળક તેને જોવા માટેની જીદ ન કરે તો જ નવાઈ.
આપણે એકવાત થોડી સમજવી પડશે કે બાળ-ફિલ્મો અને શૈક્ષણિક સાધન તરીકે વાપરતાં
વિડીયોમાં થોડોક ફરક છે. શૈક્ષણિક વિડીયો જેમાં મુખ્ય ટાર્ગેટ બાળકોને શિક્ષણ
માટેનો જ હોય અને મનોરંજન ગૌણ ! જયારે બાળ-ફિલ્મ એ મનોરંજન માટે બને અને સાથે તેને
શીખવે ! જ્યાં ‘થીએટર’ વર્ગખંડની, ફિલ્મની વાર્તા વર્ગકાર્યની અને સ્ક્રીપ્ટ શિક્ષકના આયોજનની ગરજ સારતા જોવા મળે !
ગુજરાતમાં પ્રથમ બાળ
ફિલ્મ મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાઈ ગયો અને હવે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું
આયોજન ઘડાઈ રહ્યા હોવાનું જયારે સંભળાઈ રહ્યું છે ત્યારે આપણી શાળાઓ હવે આવી
મનોરંજક અને અસરકારક TLM માં અવ્વલ રહેતી
એવી બાળ-ફિલ્મો વડે હરીભરી બનશે તેવી અપેક્ષાઓ સાથે, ચાલો નીચેના
ફોટોગ્રાફ્સ પર ક્લિક કરી નિહાળીએ રાજ્યના પ્રથમ બાળ ફિલ્મ મહોત્સવમાં શાળાએ રજુ
કરેલ વિડીયોને...
વધુ વિડીયો જોવા માટે > ¹<< Channel Navanadisar
No comments:
Post a Comment