January 12, 2015

ચારિત્ર..


વ્યક્તિત્વ - ચારિત્ર - કર્તવ્ય

                                    ૧૨મી જાન્યુઆરી – સ્વામીજીનો જન્મદિવસ. એ વ્યક્તિત્વનો જન્મદિવસ જેમણે યુવાનોને અરીસો બતાવી યુવાનીનો અહેસાસ કરાવ્યો, યુવાનોને ધ્યેય નક્કી કરી અને તેની પ્રાપ્તિ માટે જાગૃત કર્યા. જેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ આપણને આજે પણ આંજી દે તેવું છે. આપણે પણ  શાળામાં જ્યારે સ્વામીજી અથવા તો કોઈ મહાન વ્યક્તિઓની જન્મ-જયંતિની ઉજવણીની વાત આવે ત્યારે બાળકોને તેઓના મહાન કાર્યોની અને તેમના મહાન વ્યક્તિત્વના ઉદાહરણો આપીએ છીએ અને બાળકોને તેમનામાંથી બોધપાઠ મેળવી મહાન બનવાનો રસ્તો ચીંધીએ છીએ. પ્રાથમિક શાળામાં બાળકોને મહાન વ્યક્તિના ચારિત્ર્ય વિશે પણ કહેવાવું જોઈએ ! ચારિત્ર્યમાં જે મુલ્યોની વાત આવે છે તે છે : નીતિ/નૈતિકતા, વ્યવહાર, પ્રમાણિકતા, દેશ-સમાજ સેવા માટેની તત્પરતા, ફરજ પ્રત્યેની સભાનતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા/નિયમિતતા વગેરે... આવા બધા મૂલ્યોનો સમૂહ એટલે જ ચારિત્ર્ય. હવે વિચારો કોઈ માણસ જુઠું બોલે છે અથવા તો કોઈ માણસ પોતે નક્કી કરેલ નિયત સમયમાં કાર્ય પૂર્ણ કરતો નથી આ બધા પાસાં પણ એક ખરાબ ચારિત્ર્ય પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં હોય છે. પરંતુ સમાજમાં અત્યારે જાણે આ બધાને ચારિત્ર્ય સાથે કોઈ લેવા દેવા ના હોય એમ આ બધું કોઠે પાડવા લાગ્ય છે ! જુઠું બોલવું કે  કાર્ય પ્રત્યે બેદરકાર રહેવું વગેરે સાહજિક બનતું ગયું છે, આ વખતે અમારી સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણીનો ખાસ ઉદેશ્ય એ જ હતો કે સમાજની વ્યહવારીકતામાં ચારિત્ર્ય ઘડતર માટેના જે મુલ્યોની અવગણના થઇ રહી છે તેને પ્રકાશિત કરવા, બાળકક્ષાએજ તેઓને તેમના વ્યહવારમાં પ્રમાણિકતા – સમય પાલન – નિયમિતતા- દેશ/સમાજ સેવા પ્રત્યે રસરૂચી સાથેનો અમલ કરાવી ધીમેધીમે તેમના સ્વભાવમાં અને પછી વ્યવહારમાં સામેલ કરાવવા... અને તો જ આપણી આવતીકાલની પેઢી એટલી બધી ચારિત્ર્યવાન હશે કે જે દરેક કાર્ય સમયસર પ્રમાણિકતા પૂર્વક અને ખભેથી ખભા મિલાવીને કરતી હશે. 

1 comment:

સરડવા નરેશભાઈ સી મોરબી said...

શુભકામના ખરેખર સુંદર કાર્ય કરી રહ્યા છો