January 26, 2015

લોકશાહી !


લોકશાહી -  कितने दूर, कितने पास ?

                       મસ્તી કી પાઠશાલાના પ્રતિનિધિરૂપે – આઈ.આઈ.એમ.-અમદાવાદ ખાતે યોજાયેલ “ત્રીજી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ક્રિએટીવીટી એન્ડ ઇનોવેશન એટ ગ્રાસરૂટ” માં ઉદઘાટક તરીકે બોલતા – શાળાનું ધ્યેય વાક્ય જુદા જુદા ત્રીસ દેશોના પ્રતિનિધીઓને પણ સ્પર્શી ગયું.- અને તે “શ્રેષ્ઠ શાળા થી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થી શ્રેષ્ઠ રાષ્ટ્ર !” ત્યાં જ બીજી એક બાબત એની સાથે સંકળાઈ કે આખરે “શ્રેષ્ઠ રાષ્ટ્ર” કોને કહેવું ? જ્યાં દરેક નાગરિક પોતાના હક વિષે સભાન હોય અને ફરજ પાલન વિષેની જવાબદારી પ્રત્યે સંવેદનશીલ !આવા બધા વિચાર સાથે શાળામાં – પ્રજાસત્તાકદિનની ઉજવણીનો માહોલ –
·         પ્રશ્નો જ પ્રશ્નો –

Ø  શું હજુ બધા લોકો કે જેમની પાસે સત્તાની ચાવી છે  તે બધા મતની તાકાત સમજે છે?” “શું હજુ તેઓ પોતાના હકો પ્રત્યે જાગૃત છે ?” “શું તેઓ હજુ તેમની ફરજ પાલન માટે પોતાની જાતને સજાગ રાખે છે ?” “શું તેમને સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચેનો ભેદ માલુમ છે ?” વિચાર વમળો પણ હતા ને મોકો પણ  શાળાની ઉજવણીની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ચાલી કે આઝાદી કોને કહેવી?” “કોઈ તમારા ઘરમાં આવે અને તમારી વસ્તુ લઈને જતો હોય  તમે તેને પકડો અને તે જવાબ આપે હું આ દેશનો આઝાદ નાગરિક છું ! હું ગમે તે કરું ! શું આને આઝાદી કહેવાય ?” તેમને ડોકા ના કહેવા ધુણાવ્યા ! તો વ્યાખ્યિત કર્યું કે આપણી આઝાદી આપણા એક વર્તુળમાં છે જે વર્તુળ બીજાની આઝાદીના વર્તુળમાં ખલેલ ના કરવું જોઈએ ! સાચી આઝાદી એ છે કે જયારે તમે તમારી આસપાસ બનતા પ્રસંગોમાં તમારી જવાબદારી ઉપાડતા થાઓ.- 

             ...........અને આ વાક્ય સાથે તેમને જવાબદારી ઉપાડી આખી ઉજવણીનો કાર્યભાર સોપ્યો – શનિવારે નાની નાની બાબતોમાં તેમના ઈનપુટ મળ્યા – પરફેક્ટ પ્લાનિંગ કર્યું – જેમાં ચાલુ નાટકમાં દ્રશ્ય બદલાય એટલે સ્ટેજ પરથી ખુરશી કોણ લઇ જશે થી માંડીને કયું જૂથ ક્યારે પ્રેક્ષકમાંથી ઉભા થઇ બેકગ્રાઉન્ડ જશે ? ત્યાં સુધીનું !  સમગ્ર કાર્યક્રમ આયોજન મુજબ પૂર્ણ થયા પછી વિચાર કરતા લાગે છે કે – જો આ રીતે આ પેઢીને કેળવતા રહીએ  તેમને જવાબદારી ઉપાડતા કરીએ તો –“લોકશાહી હાથવેતમાં છે !” નહીતર રાહ જોયા કરીએ–કોઈક ગાંધી ને સરદાર ની !  

 

મુર્ખના સરદાર.. નાટક 
 

નાટક- શેરી સ્વછતાં [ધોરણ-3/૪]

નાટક- શિવાજી મહારાજ...

નાટક-   એક પરિક્ષા.....

નાટક-: સફરજન & જલેબી - ધોરણ-૮ 
પ્રજાસત્તાકની ઉજવણીમાં પોત-પોતાની ભાગીદારી નોધાવતા બાળકો...
 


 

બાળકોના કાર્યોનું ડિસ્પ્લે...
ઉજવણી અને નાટકના વિડીયો ચેનલ નવાનદીસર પર ટૂંક સમયમાં.....

No comments: