“હું મારી
શાળાને ઓળખું છું” –શાળા સ્થાપના દિનની ઉજવણી
શાળા વિશેના પ્રશ્નોની ક્વિજનું એક દ્રશ્ય......
૧૮મી ઓગષ્ટ એટલે “શાળા સ્થાપનાદિન" –એટલે
કે અમારી શાળાનો જન્મ દિવસ. જેમ કોઈ બાળક માટે આનંદ આપતું અને બાળલીલા કરવા માટે
પ્રોત્સાહિત કરતું કોઈ સ્થાન પોતાની માતાના ખોળાથી વધારે આ દુનિયા ક્યાંયે નથી. તે
જ રીતે અમારૂં આ શાળા-ભવન પણ અમારા માટે આ જ ખોટ પૂરી પાડનારૂ છે, તેમ કહીએ તો પણ
ખોટું નથી જ. આ જ ભવન છે, જે જાણે કે તે
અમારા જીવનમાં રોજેરોજ ઉત્સાહને રીચાર્જ કરતું રહે છે, જાણે કે આ જ ભવનમાં રહેલી
કોઈ અદ્રશ્ય શક્તિ અમને રોજેરોજ અથાગ મહેનત કરવાની પ્રેરણા આપે છે, જાણે કહી રહી
છે કે - “અરે ૩૮ વર્ષથી હું ટાઢ – તાપ – વરસાદમાં અડીખમ ઉભી છું તમારે માટે...
બાળકોના અટકચાળા રૂપી પથ્થર ખાવા, પેન-પેન્સિલના કણા દિવાલો પર સહન કરવા - કેટકેટલી
મુશ્કેલી સહન કર્યા પછી પણ જો હું મારી ફરજ ન ચૂકતી હોઉં તો તમે તો શિક્ષક છો
!!! સદાય પ્રેરણાદાયી આ સ્થળ ખરેખર અમારા
માટે શાળા નહિ પણ “માં નો ખોળો” વધારે
લાગે છે.



No comments:
Post a Comment