|
બાળકોમાં પ્રિય અને જેમને બાળકો જ પ્રિય છે તેવા શિક્ષક પ્રકાશભાઈ....... |
શાળાના વિકાસ માટે સદાય પ્રયત્નશીલ અને તે માટેની અથાક મહેનત કે જેમાં ફરજ નિભાવવાના કલાકોનો કોઈ હિસાબ નહી..એમ કહી શકાય કે શાળા અને બાળકો માટે 24 કલાક અને ૩૬૫ દિવસ ફાળવી શાળાને આ સ્તર સુધી લાવવામાં પાયાની જેમ ખડે પગે રહી પરિશ્રમ કરનાર એવા અમારી શાળાના શિક્ષકશ્રી પ્રકાશભાઈ કે. પટેલની અત્રેની શાળામાંથી બદલી થતા નવાનદીસર શાળા પરિવાર દુઃખની લાગણી પ્રગટ કરે છે, અત્રેની શાળાના બાળકોમાં તેમના કાર્યોની પૂર્તતા કદાચ અમે વધારે પ્રયત્નો ધ્વારા કરી શકીશું પણ તેમના વ્યક્તિત્વની પૂર્તતા કરવી અમારા માટે પણ અશક્ય છે. શાળા પરિવારે આવા પ્રયત્ન રૂપે સ્વખર્ચે એક પક્ષીઘરનું આયોજન કરેલ છે..જે પ્રવૃત્તિને “પ્રકાશ પક્ષીઘર” નામ આપી તેમના વ્યક્તિત્વની ખોટ પૂરવાનો પ્રયત્ન કરેલ છે,અમે આ “પ્રકાશ પક્ષીઘર”ને શાળા કમ્પાઉન્ડમાં એવી જગ્યાએ સ્થાન આપ્યું છે કે જે હંમેશ અમારી નજર સામે આવ્યા કરે અને તેના ધ્વારા અમને તેમના બાળકો માટે કરેલ પ્રયત્નોની યાદ અને તે માટે જરૂરી વ્યક્તિત્વની પ્રેરણા રૂપી વેવ અમને મળ્યા કરે...નવાનદીસર શાળા આપ સૌની સામે પ્રેરણા રૂપી “પ્રકાશ પક્ષીઘર”ને ખુલ્લા મુકતાં આનંદની લાગણી અનુભવે છે.....
|
"પ્રકાશ પક્ષીઘર" |
No comments:
Post a Comment