શું માટીના રમકડાંને તમે ભૂલી શક્યા છો??
પ્રાથમિક શાળામાં પ્રવૃત્તિનું એટલું જ મહત્વ છે,જેટલું બાળકના આગળના અભ્યાસમાં પ્રેક્ટિકલનું, પ્રેક્ટીકલ કરતાં પણ પ્રવૃત્તિમાં એક વધારાનો ફાયદો એ છે કે આમાં બાળકો ગમે તેટલી અને ગમે તેટલીવાર પ્રવૃત્તિ કરાવશો બાળક દર વખતે ઉત્સાહથી ભાગ લેશે,પ્રવૃત્તિ વિનાનું શિક્ષણ જોવું જ ગમે પણ આવું શિક્ષણ લેવું કોઈને ન ગમે. તેનું જો તમને એક ઉદાહરણ આપું કે વિચારો કે તમે કોઈ મોટી લકઝરીયસ કાર કંપનીના શો-રૂમમાં ગયા છો ત્યાં તમને એક એવી મોટરકાર જોવા મળે છે જેનો લુક તમને જોતાની સાથે જ ગમી જાય...ત્યારે તમે તરત જ તે કાર લેવાની તત્પરતા દર્શાવશો,પણ જયારે સેલ્સમેન તમને કહે છે કે soryy..sir..તે કાર સાથે તમને એન્જિન નહિ મળે, બસ, આ જ શબ્દો પછી તે કાર વિશે તમારું રિએકશન રૂપી ડાયલોગ શું હોઈ શકે- તે તમે જાતે જ વિચારો!!!
બસ,આવું જ હોય છે પ્રવૃત્તિ વિનાનું શિક્ષણ એટલે કે એન્જિન વિનાની મોટરકાર ..જેમાં તમે 'મારી પાસે સુંદર કાર છે' તેવો સંતોષ લઇ શકો પણ કાર લેવા માટેનો ખરેખરા ધ્યેયથી દૂર રહો અથવા તો અધૂરા રહો...આમ આવું શિક્ષણ પણ અધૂરું અથવા તો શુન્ય સાબિત થાય છે. ક્યારેક ક્યારેક આપણે વિચારીએ છીએ કે આ પ્રવૃત્તિ તો આ કક્ષાના બાળકો નહિ કરી શકે અથવા તો એવું વિચારતાં હોઈએ છીએ કે આવી પ્રવૃત્તિમાં તો આ કક્ષાના બાળકોને આનંદ નહિ આવે એવું વિચારી બાળકોની વય-મર્યાદાની સાથે-સાથે “રસ-મર્યાદા” પણ આપણે જ નક્કી કરી લઈએ છીએ. અને પરિણામે આપણા આવા સ્વનિર્ણય હુકમી વર્તનના કારણે બાળકો ઘણું બધું ફક્ત શિક્ષણ રૂપે ભણી લે છે..પરંતુ રસહીન બનીને!
એકલવ્ય એકમની જયારે વાત કરીએ તો બાળક આપણા વર્ગખંડમાંના શૈક્ષણિક કાર્યથી ફક્ત માહિતી સભર બને છે,પણ તે પાત્ર માંથી સારી-નરસી બાબતોને ઓળખી ચર્ચા કે ચિંતન કરી શકતો નથી. તેની જગ્યાએ જો તે એકમને અનૂરૂપ કોઈ પ્રવૃત્તિ-ચિંતન-ચર્ચા જોડવામાં આવે ત્યારે તે બાળક તે પાત્રને ખૂબ જ નજીકથી ઓળખી શકે છે. ત્યારે અમે આ એકમ સાથે એવી પ્રવૃત્તિ જોડાવાનો પ્રયત્ન કર્યો કે જે પ્રવૃત્તિનો લગભગ આપણે ઉપલા ધોરણોમાં છેદ ઉડાડી દઈએ છીએ...જેમ કે માટીમાંથી રમકડાં બનાવવાની પ્રવૃત્તિ...અમે ધોરણ-૫ના એકલવ્ય એકમના શિક્ષણ માટે આ પ્રવૃત્તિનો ઉપયોગ કર્યો અને હા.
..આ સમયમાં અમે માનીએ છીએ કે જો આપણા બાળકો માટી સાથે કામ કરશે તો આરોગ્યની દ્રષ્ટિએ મોટો ફાયદો થશે - ‘ડોશીમાનું વૈદું’ પ્રમાણે માટીનો લેપ એ શરીરની ગરમી દૂર કરવા માટેનો સરળ અને રામબાણ ઈલાજ છે,બાળકોના શરીરમાંની વધારાની તજા-ગરમી કે જેના કારણે ગરમી નીકળવી...ગુમડાં થવા વગેરેમાં તકલીફમાં પણ તેમને ચોક્કસ રાહત થશે...અને સાથે-સાથે આ પ્રવૃત્તિ માટે અત્યારનો જ સમય એટલા માટે ઉત્તમ છે કારણ કે ચોમાસા દરમ્યાન વરસાદ અને શિયાળા દરમ્યાન ઠંડી [બાળકોને શરદી થવાનો ભય] હોવાને કારણે આ પ્રવૃત્તિ કરવી બાળકો માટે ફાયદાકારક કે હિતકારક નથી.
|
માટીમાંથી આચાર્ય દ્રોણની મૂર્તિ બનાવતા ધોરણ -૫ના બાળકો |
|
એકમ અને કૃતિના માર્ગદર્શક તરીકે વિષય શિક્ષક અને તેમની સાથે કામ કરતા બાળકો |
|
શિક્ષકશ્રી કરતાં પણ વધુ સારું કરવાનો બાળાઓનો પ્રયત્ન |
|
બે-બે બાળકોના ગૃપમાં કામ કરતાં બાળકો..... |
|
અમારી જ મૂર્તિ વધુ સારી બનશે..તેવો પ્રયત્ન... |
|
અમારા બાળ-શિલ્પકારો |
તો ચાલો “રસ મર્યાદાઓ” કે “વય મર્યાદાઓ”થી પર થઇ એક એવો પ્રયત્ન તો કરીએ કે જેનાથી બાળકોના આનંદ તથા આરોગ્યની સાથે-સાથે તેમનો શિક્ષણ મેળવવાનો (આપણો શિક્ષણ આપવાનો) હેતુ પણ સિદ્ધ થાય.....
No comments:
Post a Comment