બાળકો અને ઉત્તરાયણ.....મારો ચગે રે પતંગ....!!!
આમ તો ગત વર્ષે શાળા પતંગોત્સવની ઉજવણી માટે બાળકો સાથેની શરત અમારી એવી હતી કે, દરેક બાળકે પોતે પોતાના ઘર પાસે કપાઈને આવેલા અથવા તો મળેલા પતંગો વડે જ ઉજવણી કરીશું...પરંતુ આ વખતે અમારી શરત જરા હટકે હતી, અમે આ વર્ષના શાળા-પતંગોત્સવનું આયોજન ઉત્તરાયણના આગલા દિવસે જ નક્કી કર્યું..નક્કી એવું થયું, કે દરેક બાળકે ઘરેથી ફક્ત દોરી અને પોતાની આસપાસ અથવા તો શાળામાં આવતા રસ્તામાં જેટલી ફાટેલી-તૂટેલી પતંગો મળે તે લેતાં આવવી...તે ફાટેલી-તૂટેલી પતંગોમાંથી કમાન [ ચીપ્સ ]નો ઉપયોગ કરી આપણે અહિં જ નવી પતંગ બનાવીશું...અને તેના વડે જ ઉજવીશું આપણે આપણો શાળા-પતંગોત્સવ...આખા દિવસનું આયોજન કંઈક આ મુજબનું હતું...સવારે પ્રાર્થના...પ્રાર્થના બાદ ઉત્તરાયણ દરમ્યાન જે કોઈ બાળકોને નાની-મોટી ઈજા પહોંચી હોય તે ઘટના કહે અને તેવી ઘટના ન બને તે માટે પતંગોત્સવની ઉજવણીમાં શું-શું કાળજી રાખીશું તેની ચર્ચા...ત્યારબાદ મોટી વિશ્રાંતિ સુધી પતંગો બનાવવાનો શાળા-ઉદ્યોગ.....બપોર પછી શાળા-પતંગોત્સવની ઉજવણી...સાંજે ૪ વાગે ઉત્તરાયણ વિશે બાળકોને માર્ગદર્શન અને ઘરેથી ઉત્તરાયણ વિશે નિબંધ લેખન...અને છેલ્લે મેદાન સફાઈ..,
અમારો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો પતંગો બનાવતા શીખે...જરૂરિયાતમંદ બાળકોને પણ શાળા-પતંગોત્સવની ઉજવણીમાં પતંગો અને આનંદ મળે અને સૌ બાળકો સાથે મળી ખૂબ-ખૂબ આનંદ કરે....બાળકોના ચહેરા પરની રેખો તો અમારા આયોજનની સફળતા તરફ અંગુલિનિર્દેશ કરતી હતી,છતાં પણ જો તમને જો આયોજનમાં કઈંક ખામી દેખાય તો ચોક્કસ અમારૂ ધ્યાન દોરજો...
ચાલો,અમારી શાળાના શાળા-પતંગોત્સવમાં,અમારા બાળકોની વચ્ચે,કેમેરા ધ્વારા ...
ઘરેથી અથવા તો રસ્તા પરથી ચીપો લઈને આવતાં બાળકો.....
કેવી રીતે બનાવીશું પતંગ???-નમૂનારૂપ માર્ગદર્શન
ગ્રુપ પ્રમાણે પતંગો બનાવતા બાળકો
સાથે-સાથે દરેક ગ્રુપને માર્ગદર્શન અને મદદ પણ....
પોતાને ગમતી અને પોતાને અનુકૂળ માપ મુજબની પતંગોનું નિર્માણ
પતંગોને સુકાવવા માટેની વ્યવસ્થા..
પતંગો બનાવવા માટે ધમધમતા શાળા-ઉદ્યોગનું એક દ્રશ્ય...
અમે તૈયાર છીએ અમારી પતંગો સાથે....
મોટી વિશ્રાંતિ બાદ
પતંગોત્સવ સમયના દ્રશ્યો આવા હતા...
અમારા બાળ-મિત્રોની સાથે-સાથે પક્ષીઘરના અમારા આ મિત્રોને નુકશાન ન પહોંચે તેની પણ અમારે કાળજી રાખવી જરૂરી હતી !!
ઘણા બાળકોને બસ આમાં જ રસ હતો.....
પતંગોત્સવ પૂર્ણ થયા પછી તે ચીપ્સોનો ત્રીજી વાર ઉપયોગ..ધોરણ૧-૨ ના શિક્ષિકાબેનને પૂછતાં ખબર પડી કે હવે નાના બાળકો આમાંથી સરસ ધજાઓ બનાવશે
ઉત્તરાયણ વિશે ધોરણ ૧થી૪ અને ૫થી૮ નાબાળકોને વય મુજબ માર્ગદર્શન
અને છેલ્લે મેદાન સફાઈ....
4 comments:
manyama nathi aavtu!adbhut! sachu chhe ke sapnu? jo sachu hoy to aava vyasthapko ne karne desh nu bhavishya aapne manie tetlu kharab nathi.pl. aa vat no jem bane tem tame prachar karo jethi bija ne prananna male ane tamne utashah.kharekhar tame loko abhinadan ne patra chho.sachin salman nahi sacha hiro tame chho.mara abhinadan
B.K PANCHAL AT Ektanagar School Ta : Borsad said....
Aap School Na Balko Pase Aavi Pravruti Karavi Ne Active Rakho 60 Tej Sari Vat 6. Staff Pan Helpful Thato j Hase. Abhinandan sah Happy Utterayannnnn...
ધન્ય છે...આપની આ ઉમદા કામગીરી.... ખરેખર ભાગ્યશાળી છે એ બાળકો જે આપની શાળામાં અભ્યાસ કરી રહ્યા છે...
Superb!!
Keep it up!
I don't have words that can praise your activity
Many many Congratulations to ,"Team Nadisar"
Post a Comment