January 12, 2012

હું પણ વિવેકાનંદ છું !



હું પણ વિવેકાનંદ છું !

શાળા એ મીઠી મુંઝવણો અને તેમાંથી મળતા રસપ્રદ જવાબોની ખુશી અનુભવવાની જગ્યા છે.
      ૧૧ મી જાન્યુઆરીએ પ્રવાસ કરીએ તો ૧૨ મી તારીખે પ્રવાસને અંતર્ગત થતી પ્રવૃતિઓ યોજાય ! આ શાળાનો ક્રમ રહ્યો છે, પણ આ સંજોગોમાં દર વર્ષે સ્વામી વિવેકાનંદ જયંતી ઉજવીએ છીએ.. તે  ઉજવણી પછી ઉજવવાની થાય !
તો શું આ વખતે કોઈ એક ક્રમ તોડવો પડશે ?
સવાલનો જવાબ ટ્રાવેલ્સમાં બાળકો સાથેની ચર્ચામાં જ મળી ગયો.
વિભાગ-૨-ચિત્ર અને લેખન
બંને વિભાગમાં વિષય પણ બે – પ્રવાસ.. અને સ્વામી વિવેકાનંદ
                             આટલું નક્કી થયા પછી પણ આખો દિવસ પ્રવાસમાં પગની સાથે ચિત્તનો પણ ચકરાવો રહ્યો કે, આખરે આ ઉજવણી નો હેતુ શું રાખીશું ? એક વ્યક્તિ વિશે અત્યાર સુધીમાં પુસ્તકોમાં છપાયું છે...શિક્ષકોએ તેમના જીવન વિશે કેટલીક વાતો પણ કહી છે. બાળકો એ સવાલ જવાબરૂપી વિવેકાનંદ પણ જોયા છે. ૨૦૦૯ની ઉજવણીમાં તેમના વિખ્યાત  ( My Americans Brothers and sisters.. વાળું ) પ્રવચન પણ સંભળાવ્યું હતું તો આ વર્ષે ?
        જવાબ સાબરમતી આશ્રમમાં ગાંધીજીના બચપણના ફોટોગ્રાફ્સ બતાવતી વખતે મળ્યો.
ભારતમાં મહાન વ્યક્તિઓને એવી રીતે પ્રસ્તુત કરાય છે કે જેના કારણે બધા માની લે કે, આવું તો એ જ કરી શકે, આપણા જેવાનું એ કામ નહિ !

તો આ વખતે સ્વામીજી ને શાળામાં એવી રીતે પ્રસ્તુત કરવા કે જેથી દરેક બાળકમાં એવો વિશ્વાસ જાગે કે “હા ! હું પણ વિવેકાનંદ જ છું”..હા ! વિવેકાનંદને આપણે આજે યાદ કરીએ છીએ, વાંચીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ તેમને પોતાના માટે જ નહિ પણ સમાજ-રાષ્ટ્ર-વિશ્વ માટે જીવી બતાવ્યું !

સાચો રાષ્ટ્રપ્રેમ એ ફક્ત તિરંગાને સલામી આપવા પુરતો જ સીમિત નથી, મારી પડોશમાં બીમાર રહેતા વૃદ્ધની નાનકડી મદદ પણ મારા રાષ્ટ્રપ્રેમનો હિસ્સો છે. મારા ગામને સ્વચ્છ રાખવાનો મારો પ્રયાસ પણ રાષ્ટ્રપ્રેમનો હિસ્સો છે. આવા હેતુ સાથે યોજાયેલ લેખન અને ચિત્રની પ્રવૃતિએ અમને આપ્યો અમારો વિવેકાનંદ !પ્રકાશ બિલદાર......જેને સતત પાંચ કલાક એકધ્યાને નિબંધ લખવાનું કામ કર્યું ! ૧૨ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીમાં જમવા માટેનો સમય છોડી દઈએ તો એક પણ વખત બીજા સાથે વાતો કરવી કે જરા હળવા થવા બહાર ફરી આવું !! આવું, કઈ પણ નહિ..તો તેના જ ઉદાહરણથી વિવેકાનંદ સમજાવવા સહેલા પણ પડ્યા અને કદાચ અસરકારક પણ ! આ રહ્યો આખો ઘટનાક્રમ :

 ભારત માતા કી જય.......
" મારા વિચારો મારા મુખે કહીશ..."
સ્વામીજીના વિચારોની બાળકો પર  અસરકારકતા વધારવાના પ્રયત્નમાં અમારો પ્રકાશ..  
 આપણે પણ આપણા વિચારોથી વિવેકાનંદ જેવા બની  શકીએ છીએ....
પોતાની યાદગાર સફર વિશે પોતાનું લેખન વાંચતો અમારો પ્રીતેશ...
 પોતે દોરેલું સ્વામીજીનું ચિત્ર પ્રદર્શિત કરતો રાવળ પરાગ..


 સ્વામીજી વિશે .......
 આપણે  સ્વામીવિવેકાનંદ જેવું બનવા માટે શું-શું કરવું પડશે..?- તેના જવાબ રૂપે 
ઉત્તમ વિચારો રૂપી ચોકલેટ મેળવ્યાના આનંદ સાથે  સ્વામીજીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં બાળકો..

જે અમે અનુભવ્યું તે વહેચવાનો અમારો આ પ્રયત્ન તમારા પ્રતિભાવોથી વધુ વેગવંતો બને છે !

3 comments:

vishal makwana said...

visual effect ni maryaada e chhe k tame khub saru kaam karyu hase pan ahiya maatra dekhay rahyu chhe matra bhagvakaran..

Swamiji ni frequency aa thi khub j unchi hati, geetaji + footballji, aatmashrdhaa > shraddha,
Tilatapka=dipdo.....
E tikha tever tam bhagva range kem rangi sako.......!

Rakesh Nvndsr said...

'ભગવાકરણ' - કેવી રીતે ના સમજાયું ?? કદાચ ભગવાકરણ ની વ્યાખ્યા આપશો તો ફરી એ બાબત પર ધ્યાન આપી શકાય .

chhaya said...

આ વિચાર ગમ્યો કે હું પણ એ જ ક્ષમતા ધરાવું છું જે મહાન વ્યક્તિઓ ધરાવતા હતાં, બસ એ ક્ષમતા કાર્યાન્વિત કરવી રહી...