January 07, 2012

શાળાકીય પર્યાવરણનો પ્રાણવાયુ....

શાળાકીય પર્યાવરણનો પ્રાણવાયુ-: રમતો + ઉત્સવ 

શાળાનું શિક્ષણકાર્ય એ શાળાનો આત્મા છે,શાળા ગમે તેટલી સુંદરતા સાથેના શણગાર વડે શણગારવામાં આવી હોય ,પરંતુ જો બાળકોને તે શાળામાં ઉત્તમ શિક્ષણ ન મળતું હોય તો તે શાળાની સુંદરતા એકડા વિનાના મીંડા[શૂન્ય] જેવી સાબિત થાય છે,આટલું જ મહત્વ શાળાકીય પર્યાવરણમાં રમતોનું પણ છે,જો આપણે માનતાં હોઈએ કે ઉત્તમ શિક્ષણ શાળાનો આત્મા છે તો આ પણ માનવું રહ્યું કે રમતો શાળાકિય પર્યાવરણ માટે પ્રાણવાયુ સમાન છે, કારણ કે દરેક બાળકની પ્રકૃતિ સરખી નથી હોતી.કેટલાક બાળકને શિક્ષણકાર્યમાં વધુ રસ હોય છે,તો કેટલાકને રમત-ગમતમાં.હવે આવા શિક્ષણકાર્યમાં ઓછો અને રમતોમાં [જ] વધારે રસ ધરાવતાં બાળકો માટે શિક્ષણકાર્ય એ મોટી પળોજણ સમાન હોય છે અને ખરા અર્થમાં કહીએ તો આવા બાળકો વર્ગખંડોમાં શિક્ષણકાર્યને ફક્ત “ચાલો,સહન કરી લઈશું” જેવી શૈલીમાં લેતા હોય છે.કારણ કે તેઓને વધારે રસ રમત-ગમતના તાસમાં હોય છે અને રોજ દિવસના અંતે આવતાં આવા તાસને કારણે તેમના શિક્ષણકાર્યને જીવંત રાખવાનું કામ કરતો હોય છે..હવે વિચારો કે જો શાળામાં પ્રાણવાયુ સમાન રમતો જ ન રમાડવામાં આવે તો??? વિચારો કે એવા બાળકોના શિક્ષણનું ભવિષ્ય શું હોઈ શકે કે જે બાળકોને ફક્ત રમત-ગમતમાં જ રસ છે.શું તેમનું શાળાકીય જીવન ધબકતું રહે ખરું?? માટે જ બાળકોને શાળામાં આવવા માટે પ્રેરવાનું કામ રમતો જ કરે છે.
 અમારું ગણિત તો એમ કહે છે કે જે શાળાનો રમતોત્સવ તંદુરસ્ત તે શાળાનો ગુણોત્સવ પહેલવાન!!!  
બાળક તો બાળક છે,તેને હજુ એટલી સમજણ નથી કે તેની તંદુરસ્તી અને આનંદ માટે જેટલી જરૂરિયાત રમતોની છે,તેટલી જ જરૂરિયાત તેના ભવિષ્યના સામજિક જીવન માટે શિક્ષણની પણ છે. અરે! બાળકને આ બધી ખબર પણ ક્યાંથી હોય..
કારણ.....બાળક એ તો બાળક છે.......
પરંતુ આ બાળકો ક્યારેક-ક્યારેક શાળામાં વર્ગખંડમાં કે વર્ગખંડની બહાર મેદાનમાં એટલું સરસ પ્રદર્શન કરી જાય છે કે આપણે આપણા મનમાં બાંધેલી તે બાળકોની મર્યાદાની ધારણામાં આપણને ખોટા સાબિત કરે છે.આવા જ એક અમારા રમતોત્સવમાં બાળકોએ કરેલ કલ્પના બહારના પ્રદર્શને વર્ણવીએ તેના કરતાં જોઈશું તો જ વધારે ખ્યાલ આવશે.




કબડ્ડી











ખો-ખો. 

ખો-ખો રમતના  રણ-મેદાનમાં જતાં પહેલાનું માર્ગદર્શન 
નિયમોની સમજ અને કેટલાક જરૂરી સુચનો..












ગોળાફેંક ગોળાફેં


ગોળાફેંક  










યોગ 









ઊંચી કૂદ  













અન્ય ન ભુલાય તેવી પળો


કબડ્ડીમાં બાળકોને પ્રોત્સાહિત કરતા બીટ કેળવણીશ્રી 
સાથે રમીએ સાથે જમીએ ......
પ્રેક્ષકો વીના તો રમત અધૂરી જ ગણાય..........

પોતાના બાળકોને રમતોના રણ મેદાનમાં જોવો કોને ન ગમે?-રમતો નિહાળતા ગ્રામજનો 
પોતાના શિક્ષકશ્રી સાથે રમતના પરિણામોનું પોસ્ટમોર્ટમ 

તાલુકાના  રમતોત્સવમાં અમારી શાળાના બાળકોની ક્ષણો  











તાલુકા કક્ષાએ ગોળાફેંકમાં બીજા નંબરે..






2 comments:

Unknown said...

રાકેશભાઇ અવાર-નવાર નવા નદીસર પ્રાથમિક શાળાઓના બાળકોની આગેવાની , રચનાત્મક્તા , આગવી શૈલી ,રહેણી-કરણીની રીતભાત જોઇ મન હરખાઇ ઉઠે છે .......મુલાકાત લેવાનુ મન અવશ્ય થાય છે

Dipak Valand said...

!!Exactly!!This activity is called : Place an onion in a glass of water; in a few days it will grow leaves and long roots! Good, fun!!દરેક બાળક નું બચપણ એક અમૂલ્ય છે ..બાળક જો સ્કૂલ બાદ સમય વિતાવતો હોય તો તે છે રમવામાં કે જેમાં ઓછા સમય માં વધુ સીખી લેતો હોય છે...nice one...