U અન-ઔપચારિક પ્રોફાઈલ કેવીરીતે બનાવી શકીએ ?
મિત્રો, ૬
જૂનથી શરુ થનાર નવીન
શૈક્ષણિક
સત્રની
શુભેચ્છા
!
હવે તો દરેક શાળામાં નવીન શૈક્ષણિક સત્રની શરૂઆત શાળાના નવા મહેમાનોને
આમંત્રિત કરી પ્રવેશ આપવાના ઉત્સવથી જ થાય છે. ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર આ આપણા
બાળકોમાં કેટલાક બાળકો એવા હશે કે જે ઘણા સમયથી પોતાનાં મોટા ભાઈબહેન સાથે શાળામાં
આવવાની જીદે ચડતાં હશે પરંતુ તેના ઘર રૂપી સમાજ પ્રવેશોત્સવની રાહમાં બેઠો હશે, તો કેટલાક બાળકો
એવા હશે કે જે પ્રવેશોત્સવમાં પણ વાલી સાથે તણાઈને આવતાં હશે. ત્યારે આવા વિવિધ સ્વભાવ ધરાવતાં બાળકો માટે
આપણે વર્ગ અને શાળા પર્યાવરણને અનુકુળતા સભરનું બનાવવા માટે કેવો અને કેટલો
પ્રયત્ન કરવો પડશે, તેનો એક્શન પ્લાન
અત્યારથી જ વિચારી લેવો પડે. બની શકે તો એવું પણ થઇ શકે કે નવીન પ્રવેશ બાળકો
અને ઉપલા ધોરણમાં ભણતાં તે બાળકોના ખાસ
મિત્રો [ભાઈ-બહેન નહિ ] કે જેમની સાથે તે બાળક શેરી મહોલ્લામાંનો પોતાનો સમય ગાળે
છે, જેઓ આ બાળકોની રસ
રુચી – સુ ટેવો કુ ટેવો – પસંદગી – ક્ષમતા વગેરેથી
વાકેફ છે તેને સાથે રાખી એક આખો દિવસ ગાળીએ- વાતચીતો કરીએ – કોઈ એવી પ્રવૃત્તિ
કરાવીએ કે બાળકોને અંદર અંદર સંવાદની જરૂરિયાત ઉભી થાય અને તે સમયમાં સંવાદના
આધારે આપણા ધ્વારા નિભાવેલ જે તે બાળકની પ્રોફાઈલ તૈયાર થઇ જાય. જેને આપણે
અનૌપચારિક પ્રોફાઈલ કહી શકીએ. જેના વડે આપણે બાળકોને ઓળખી શકીએ . અહી બાળકોને
ઓળખીએનો મતલબ થાય છે – બાળકોને સમજી શકીએ.
ટૂંકમાં કહું તો ચાલો વર્ષની શરૂઆતમાં જ એવું કંઇક કરીએ કે નવીન પ્રવેશ મેળવનાર
બાળકોને પણ લાગે કે હા આપણે યોગ્ય [મજા પડી જાય તેવી ] જગ્યાએ જ આવ્યા છીએ અને તે
દરમ્યાન આપણો આગામી વર્ષ માટેનો નકશો તૈયાર કરવા માટેની દિશાઓ, રૂઢસંજ્ઞાઓ અને
પ્રમાણમાપ મળી જાય ! તેના માટે કેવી પ્રવૃતીઓ કરાવી શકાય તેનું અનુસંધાન આપણા
સૂચનો પર છોડીએ છીએ.
No comments:
Post a Comment