May 28, 2023

સોળે સાન અને વીસે વાન !

સોળે સાન અને વીસે વાન

સમાજમાં કેટલીક પ્રચલિત કહેવતોમાંની એક કહેવત છેસોળે સાન અને વીસે વાન ! એટલે કે બાળકો ઊછરતાંરમતાંભણતાંસાંભળતાંબોલતાંઅનુભવતાં - આવી પ્રક્રિયાઓ કરતાં કરતાં સોળ વર્ષની ઉંમરે પરિપક્વ ગણી શકાય તેવી સમજ મેળવતાં હોય છે. જ્યારે વીસ વર્ષની ઉંમરે વાન એટલે કે શરીરનો બાંધો અને દેખાવ કેળવી લેતાં હોય છે.

આપણા પૂર્વજોએ જ્યારે આ કહેવત કહેવાની શરૂઆત કરી હશે ત્યારે ફક્ત ઉંમરને ધ્યાને લઈને નહીં પણ સમયગાળાને અને તેટલો સમય બાળક સાથે થનાર અનુભવોને ધ્યાને રાખ્યા હશે. કોઈ વ્યક્તિ જન્મથી 16 વર્ષ સુધી સમયાંતરે કેળવણી માટેની જરૂરી પ્રક્રિયાઓમાંથી પસાર ન થાય તેવી વ્યક્તિમાં સાન એટલે કે સમજ આવવી એ અશક્ય વાત છે. તેના કારણે જ કદાચ સમયાંતરે અન્ય એક કહેવત પણ તેની પૂરક તરીકે પ્રચલિત બની હશે કે  - વ્યક્તિઓ અનુભવે ઘડાય છે!

અગાઉના સમયમાં બાળકોને અનુભવ આપીને ઘડવાનું કામ કરતી વ્યવસ્થા આશ્રમ જીવન તરીકે પ્રચલિત રહી છે. અત્યારની સામાજિક વ્યવસ્થામાં તે શાળાકીય વ્યવસ્થા તરીકે નિર્માણ પામી છે. જન્મથી લઈ પ્રચલિત સામાજિક કહેવતની ઉંમર સુધી સમાજ અને શાળા બંને સાથે મળી બાળકોને સોળે કળાએ ખિલવવાની જહેમત ઊઠાવે છે. અપવાદરૂપ બાળપણથી લઈ કિશોરાવસ્થા સુધી ક્યારેય શાળા સાથે ન જોડાયેલ વ્યક્તિઓ પણ સારી સમજ સાથે સમાજ વચ્ચે ખૂબ સારી રીતે જીવે છે. તેમાં નસીબજોગે સામાજિક જીવનમાં તેઓને મળેલા સારા અનુભવો કારણભૂત હોય છે. જે દરેકના નસીબે ન હોય, માટે જ જ્યારે બાળકને સોળે [ ઉંમરે ] સમાજની વચ્ચે વ્યહવારિક્તા સાથે જીવવાનુંસમજવાનું થાય ત્યારે તે સાન સાથેનોએટલે કે સમજ સાથેનો [ કેળવણી પામેલ ] હોય તેવો જરૂરી છે. અને તેના માટે શાળા સમાજે એ વાત પણ સમજવી પડશે કે બાળપણથી શરૂ થતી કેળવણી માટેની પ્રવૃત્તિઓ એ જ શાણપણની બાલ્યાવસ્થા છે.

સઘળા સાર રૂપેજે બાળકોનું પ્રાથમિક શિક્ષણ [ પૂર્વ અને ઉચ્ચ પ્રાથમિક સાથેનું 6 થી 14 વર્ષયોગ્ય રીતે વિન્ડોઝ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જાય છે, તે બાળકમાં આગામી જીવન વ્યવસ્થામાં જીવવાસમજવા માટેની દરેક એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય કરી શકે છે. એટલે જ એને સાન આવી ગઈ કહેવાય છે ! સમાજના ઘડતર માટેસામાજિક વ્યવસ્થાઓ માટેના મહત્ત્વના વ્યક્તિ તરીકે આપણને ગણવામાં આવતા હોય છેઅને હા, ચાણક્યએ આ દૃષ્ટિએ જ આપણા સૌનું મહત્ત્વ સમજાવતાં સમાજને કહ્યું હતુંનિર્માણઅને પ્રલય આપણા ખોળામાં રમે છે !








































No comments: