"શિક્ષણ" અને "બાળક" > કોણ કોના માટે???
વિશ્વભરમાં
એક્ટીવીટી બેઝ્ડ લર્નિંગ એ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. બાળકને પોતાની ગતિએ અને
પોતાના સમયે શીખવા મળે એ તેનો “યુનિક પોઈન્ટ” છે. કેટલાક શિક્ષણવિદોને
એની ક્રમશઃ નક્કી કરેલી “લર્નિંગ લેડર” થી વાંધો છે.- પણ અનુભવે જોવા મળ્યું છે કે લેડર એ મટેરિયલ છે. “અસલ” પ્રજ્ઞા વર્ગમાં બાળક તો સાહજિક રીતે “અ-ક્રમ” થી જ શીખે છે. તેના જુથના
બાળકોમાં તે જે શીખી રહ્યું છે તેનાથી એડવાન્સ અથવા તો તેનાથી પાછળની સંકલ્પના
સિદ્ધ કરવા મથતા બાળકો હોવાના જ ! લેડર ભલે કોઈક ક્રમ નક્કી કરતી હોય પણ બાળક તો
ચોક્કસ સમયે “નિશ્ચિત” પ્રવૃત્તિ સાથે અન્ય જીવનપરક
બાબતો પણ શીખે જ છે. શીખવાની આ ઢબ વિદ્યાર્થીઓને શાળામાંથી “પુશ આઉટ” થતા બચાવે પણ છે. એને “એક મુદ્દો” શીખવા શિક્ષક અને અન્ય સહાધ્યાયી મિત્રોની જેટલી ઝડપ કરવાની કે ધીમા
રહેવાની “હોડ” નથી કરવી પડતી.
શાળાએ
અનુભવેલું એક “મધુર”
ઉદાહરણ
– એટલે
“સેજલની
મુસ્કાન !”
નવાનદીસર જેવા ગામડામાં જ્યાં ભણનારી
પહેલી પેઢી શાળામાં હોય ત્યાં પોતાની દીકરીઓને ભણાવવાની ગંભીરતા ના હોય તે
સ્વાભાવિક છે ! અને તેમાંય સેજલ વિષે તો મા-બાપે ય ગાંઠ વાળી દીધી હતી કે “આ તો કશું નહિ શીખે...હરખું બોલતા ય નથી
આવડતું !”
એના કારણે સેજલનો
શાળા પ્રવેશ એક વર્ષ મોડો થયો. ચાળીસ બાળકો વચ્ચે શિક્ષિકા બેન તેની પર વધુ ધ્યાન
આપવાનો પ્રયત્ન કરે પણ તેના આત્મવિશ્વાસનું શું ? બધા જે
વાંચતા-લખતા તે બધું હજુ સેજલની સમજ બહાર હતું ! વર્ગમાં બેન તેની સાથે વાત કરે તો
ઠીક નહીતર મૂંઝાઈને બેસી રહેવું. વર્ષ એમ જ પસાર થઇ ગયું. તેના પર ‘સ્થગિત’ એવું લેબલ પણ લાગ્યું. શાળામાં એના પછીના
વર્ષે પ્રાયોગિક રીતે “પ્રજ્ઞા અભિગમ” અમલમાં
આવ્યો. હવે, સેજલની અને શિક્ષિકા વચ્ચેનો સંવાદ વધ્યો કારણકે
અન્ય બાળકો ઘણું ખરું કામ પોતાની જાતે કરતા થયા. સપ્તરંગી તાસમાં ધીરે ધીરે તેની
શક્તિઓ ખીલવા લાગી.એની મરજી મુજબ શીખવાનું અને તેની ગતિએ શીખવાનો મોકો પ્રાપ્ત
થયો.
તેની પ્રતીતિ શાળા પરિવારને ત્યારે થઇ
જયારે તેણે બાળમેળામાં બધાની વચ્ચે વિશ્વાસપૂર્વક એક બાળગીત રજુ કર્યું. આજે [ફેબ્રુઆરી-2014] સેજલ ધોરણ ચોથામાં શરૂઆતના માઈલસ્ટોન પર
છે; તેની ઉંમરનાં બાળકો
કરતાં આપણા શૈક્ષણિક હેતુઓ કેળવવામાં થોડી ધીમી પરંતુ , શાળા પરિવારને,તેના વાલીને અને ખુદ તેને પણ એ
વાતનો આનંદ છે કે તે હવે મૂંઝાઈને નથી બેસી રહેતી, તે બધાને મળે છે, વાતો કરે છે, ખીલખીલાટ હસે છે !
આજે [જાન્યુઆરી-2016]- સેજલને નીચેના વિડીયો
ધ્વારા શાળા ગુણોત્સવ-૬ દરમ્યાન પ્રાર્થના સમારંભમાં આત્મવિશ્વાસથી ભરપુર
રીતે સુવિચાર વાંચન કરતી નિહાળી શકીએ છીએ.
આખરે બાળક માટે
શિક્ષણ છે; શિક્ષણ માટે બાળકો નહિ !
નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને પ્રજ્ઞા શિક્ષણને વિગતે સમજો...
આ ઉપરાંત પ્રજ્ઞા
બાળકો ધ્વારા થતી વિવિધ ક્રિયાત્મક પ્રવૃત્તિઓને નજરે નિહાળવા માટે નીચે આપેલ વિડીયો-ઈમેજ પર ક્લિક કરો અને
પહોંચી જાઓ અમારી નવાનદીસરની પ્રજ્ઞા-બાળ દુનિયામાં...
13 comments:
વાહ
ખુબ સરસ
very Nice...
મારી શાળામાં પણ આવુજ થયું,. એક ફેનલ બોર્ડ લગાવ્યા બાદ બીજું લગાવતા પહેલા બીજું પણ તેની સમાંતર આવે એટલે કે જરા પણ ઊંચુ કે નીચું નહિ. ત્યારે એક પાઈપની મદદ વડે માપ લઈ બીજું પણ ફીટ કર્યુઁ.
મારી શાળામાં પણ આવુજ થયું,. એક ફેનલ બોર્ડ લગાવ્યા બાદ બીજું લગાવતા પહેલા બીજું પણ તેની સમાંતર આવે એટલે કે જરા પણ ઊંચુ કે નીચું નહિ. ત્યારે એક પાઈપની મદદ વડે માપ લઈ બીજું પણ ફીટ કર્યુઁ.
Very inspiring.........
Very inspiring.........
Great work.... આવું સુંદર કામ કરનારા શિક્ષકોના લીધે ગુરૂપદની ગરિમા જળવાય રહી છે....We proud of you team navandisar
Great work.... આવું સુંદર કામ કરનારા શિક્ષકોના લીધે ગુરૂપદની ગરિમા જળવાય રહી છે....We proud of you team navandisar
પ્રજ્ઞા અભિગમનો વિરોધ કરનાર માટે ચોટદાર ,નમૂનારૂપ પ્રેરણાદાયી ઉદાહરણ.very nice
પ્રજ્ઞા અભિગમનો વિરોધ કરનાર માટે ચોટદાર ,નમૂનારૂપ પ્રેરણાદાયી ઉદાહરણ.very nice
वाह रे वाह
Salam dosto team bava nadisarne
ao mahuva y.p.bhatt
Shalani rubru mulakat leta atluj kahi shaku aa shala mate nothing is impossible yp bhatt ao mahuva
Post a Comment