શાળા પરિવારની આપણે વ્યાખ્યા કરતાં હોઈએ ત્યારે બાળકો એની
પહેલી શરત છે. બાળકો વિના કોઈ પરિવાર પૂર્ણ ગણાતો નથી તે વ્યાખ્યામાં શાળા પરિવાર
પણ આવી જ જાય !! ખુશીની કોઈ બાબત એવી ન હોય કે પરિવારના વડીલો જ આનંદ માણતા હોય
અને તેમાંથી બાળકો બાકાત હોય ! બાળકોમાં નિર્દોષ આનંદ હોય છે. જો તમારે જાણવું હોય
કે બાળકોની તમારા પ્રત્યે કેટલી લાગણી છે તો એકાદ દિવસ તમારા નાના ટાબરિયાને
શાળામાં લઇ જજો !! જેવી રિશેષ પડશે કે તરત જ તેને તેડીને આનંદ કરાવવા માટે
બાળકોનું ટોળું થઇ જશે !! કદાચ એક મિનિટ માટે પણ તેને નીચે નહિ ઉતારે – બીજા દિવસે
કેટલાય બાળકો - " આજે તેને શાળાએ કેમ ન લાવ્યા ? - અને કાલે લેતાં જ આવજો " - જેવા સંવાદો
કરતાં જોવા મળશે. એવા નિર્દોષ બાળકોના આનંદ સાથે આનંદ હોય તેને જ શાળા પરિવાર
ગણાવી શકાય. શાળામાં એક શિક્ષકમિત્રનો પૂરો પગાર થયાના આનંદના સમાચારની બાળકોએ
પ્રાર્થના સમાચાર/સમારંભમાં પણ નોધ કરી. અને સાથે આનંદની કિલકીલીયારીઓ તો ખરી જ !!
હવે તમે જ કહો ઉજવણીમાં બાળકોને સામેલ ન કરીએ તો ??? બાળકો વિનાની ઉજવણી અમે
વિચારી પણ ન શકીએ !! મતમતાંતર હતાં ઉજવણી શેનાથી કરવી ? કોઈ કહે ચોકલેટ તો કોઈ
બિસ્કીટના પેકેટ !! આખરે દશેરાને ધ્યાને લઇ ફાઈનલ થઇ - " જલેબી " ! જે આપ ફોટોગ્રાફમાં
જોઈ શકો છો, ફક્ત જલેબીને જ નહિ બાળકના ચહેરા પરના અનહદ આનંદને અને શાળા પરિવારના
લાગણી સભરના પર્યાવરણને પણ !!!
જીવન
“મુશ્કેલીઓ” તરફ મો વકાસી જોઈ રહેવાથી સહેલ નથી થવાનું. અને તેની હર એક ક્ષણને
જીંદાદિલીથી જીવી જવાથી એ અઘરું નથી થવાનું.જાણીએ છીએ કે જ્યાં અમે મસ્તી કી પાઠશાલા
રચી રહ્યા છીએ – તે સ્થળ પર બધા બાળકોનું જીવન “સાવ સરળ” નથી. એમની વિષમ સામાજિક,આર્થીક સ્થિતિઓ હવે કોઠે પડી જાય એટલી લાંબી ચાલી છે.
જે ઉમરે બાળકોને નવું નવું શીખવું, દોસ્તો
સાથે ગામ ગપાટા મારવા, ધીંગા મસ્તી કરવી, મોટેથી કવિતાઓ -ગીતો લલકારવા, અબ્દુલ
કલામ થી માંડી ધ્રુવ ભટ્ટ સુધી કોણે શું કર્યું
– તે જાણવું, ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો ૩૬૦ અને આ પરીમીતી શોધતા
શીખ્યો એ ઘેર કેવી રીતે કામે લગાડવા ? કાગળમાંથી પતંગ અને સ્ટાર બનાવવા, અવનવા
તરંગો લગાવી જુદું જુદું ચિતરવું, વાર્તાઓ સાંભળવી, મળાવી મળાવી ને વાર્તાઓ કહેવી, દોસ્તોને મામાના ઘેર શું શું ધમાલ કરી હતી એ
કહેવું, મમ્મી કે પપ્પા અથવા મમ્મી-પપ્પા લડે તો કેવું લાગે એ બહેનપણીને કહેવું,
મિત્રો બનાવવા, કિટ્ટા-બુચ્ચા કરવા વિગેરે
માટે સમય અપાવો જોઈએ ! અને એ સમય અપાય તો જ એમને આ દુનિયા ગમશે. આ એમનો જ સમય છે
પરંતુ કેટલાક બાળકોનો સમય એમના નિરક્ષર
વાલીઓ/વાલીઓની આળસમાંથી જન્મેલી આર્થિક તંગી ચાઉં કરી જાય છે. ક્યાંક વળી માતા –
પિતાની લડાઈ એમના આ સમયની બલી માગી લે છે. કારણ કોઈ પણ હોય સમય તો બાળકનો જ છીનવાય
છે !
ઘરે
પહોચ્યા પછી ના જાણે એ રોજ કયા કયા પ્રકારના સંવાદો - વિખાવાદોના સાક્ષી બનતા હશે.
તેઓ જયારે શાળામાં પહોચે ત્યારે તેમને એવા કોઈ અનુભવોનો અણસાર ના રહે તે જોવાની
આપણી જવાબદારી છે. એટલે જ તો ગામમાં ઉજવાતા તહેવારો ભલે ધાર્મિક/સામાજિક
દ્રષ્ટિકોણથી ઉજવાતા હોય – શાળાનો પ્રયત્ન રહે છે કે તે જ ઉજવણી શાળામાં “બાળકોના
આનંદ” ને ધ્યાનમાં રાખી કરીએ. દરેક ગુજરાતીને ઘેલું લગાડે તેવા ગરબા શાળામાં રમવા –
ભલે અડધો કલાક પણ અહી જેને રમતા ના આવડે એમને રમતા શીખવાનું, અને ના રમવા હોય તો
બેઠા બેઠા જોવાની મજા ! ઢોલના તાલે ભલે ગામમાં રમાય એમને અહી એમને ગમતા એવા ડી.જે.
સાઉન્ડ વાળા આધુનિક છાંટવાળા સંગીતનો ય લ્હાવો મળે. રંગ તો લાગવાનો જ હતો અને એટલે
જ એક દિવસ પૂરા દોઢ કલાક ગરબા રમવાનું આયોજન થયું – અને ત્યારે એમનો ઉત્સાહ જોવા
જેવો હતો. મળે એવી ચણીયા ચોળી અને નવી નવી હેર સ્ટાઈલ સાથેની દીકરીઓ અને નવા કપડા
પહેરીને આવી ગયેલા ખેલૈયા ! આખું મેદાન જાણે “ચાચરનો ચોક” ! શાળા દરવાજા પાસેથી
પાણી ભરવા જતી પાનીહારીઓ જોવા રોકાઈ પણ ત્યાં જ ખોડાઈ રહેવાનું લાંબુ ના ચાલ્યું
અને તે પણ ગરબામાં જોડાઈ ગઈ ! અને આ બધાની વચ્ચે ગરબા પછી બાળકોના ચહેરા પરનો
“હાશકારો”
એક જ
વાક્ય આ દ્રશ્યને બરાબર ફીટ બેસતું હતું, “યસ, વ્હેર લાઈફ ઈઝ
સેલિબ્રેશન !”
બાળકોમાં ફક્ત વ્યક્તિ જ નહિ, "વ્યક્તિત્વ" ને પણ નીરખાવીએ
!!!
શાળા એટલે
ગામનું એક એવું સ્થળ કે જ્યાંથી નવતર પેઢીના ઘડતરની સમાજ અપેક્ષા સેવે છે, કારણ
ફક્ત એટલું જ કે એમનો આપણા પરનો વિશ્વાસ ! સમાજમાંથી બાળક જોવે છે , જાણે છે પણ
તેને સમજવાનું કામ તો બાળક શાળામાં આવ્યા પછી જ કરતો થાય છે, તેના જ્ઞાનનું
વ્યવસ્થીકરણ કરવાનું કામ તો શાળા જ કરતી હોય છે !! તેના આધારે જ બાળક સમાજમાં
જોયેલા અનુભવાયેલા જ્ઞાનને સારા નરસા મુજબ તારવી સારી બાબતોને સાથે રાખી અને ખરાબ
બાબતોને સુધારી અથવા તો છોડી આગળ વધે છે. એ વાતમાં તો કોઈ શંકા નથી કે વ્યક્તિનું
ચણતર [વૃદ્ધિ] ભલે સમાજમાં થતી હશે પરંતુ તેનું વ્યક્તિત્વનું ઘડતર તો શાળાઓમાં જ
થતું હોય છે !!! એટલે જ આપણું મહત્વ ગામ-સમાજમાં વધી જાય છે ! પ્રાથમિક કક્ષાએ
જયારે બાળક પોતાના બાળપણના દિવસોના ૧૨ માંથી 6 કલાક જયારે શાળા પર્યાવરણમાં ગાળતો
હોય ત્યારે તેના વ્યક્તિત્વ નિર્માણમાં શાળા મોટું પાસું છે.
શાળામાં કેટલાક
કાર્યક્રમોની ઉજવણી આવી જ શક્યતાઓને અને કહીએ તો અપેક્ષાઓને ધ્યાને રાખી આયોજિત
કરવામાં આવતાં હોય છે, તે પછી કોઈ વીર પુરુષનો શહીદ દિન હોય કે પછી કોઈ મહાપુરુષનીજન્મજયંતી ! બાળકો જે તે મહાપુરુષની જીવન ગાથાના
અને મહાન ગુણો સભરના વ્યક્તિત્વને પિછાણે
!! શાળા ધ્વારા પણ પ્રયત્ન એવો જ હોવો
જોઈએ કે બાળક ફકતને ફક્ત તે વ્યક્તિની ચિત્ર ઓળખ ન કરતાં જે તે વ્યક્તિના મુલ્યોને
પણ જાણે-સમજે અને શિક્ષક અથવા તો કહીએ કે માર્ગદર્શક ધ્વારા જે તે વ્યક્તિના
વ્યક્તિત્વને એટલી આહલાદક રીતે બાળકો સમક્ષ રજુ કરવામાં આવે કે બાળકો પણ તેના
વિચારો- ગુણોને અમલમાં મુકવા પ્રેરાય. મોટેભાગે બને છે એવું કે જન્મજયંતી કે
પુણ્યતિથિઓની ઉજવણી સમયે પણ આપણે વેશભૂષા
પર જ વધુ ધ્યાન આપી આબેહુબતા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.પરિણામે બાળક સફેદ ધોતી
પહેરતાં જ બાકીના બાળકો “ગાંધીબાપુ” એમ બોલી પડે છે, પરંતુ તેનાથી એક સ્ટેપ આગળ
વિચારીને જ્યારે એકપાત્રીય અભિનયમાં કોઈ બાળક સ્વચ્છતા કરતો કે હિંસા ન કરવી તેવું
સમજાવતો હોય અને બાળકો બોલી ઉઠે કે આ તો આપણા ગાંધી બાપુનો અભિનય !!! કોઈ બાળક
પોતાના વર્ગખંડમાં કે રમતના મેદાનમાં પોતાને થયેલ અન્યાયને નીડરતાથી રજુ કરતો હોય
અને આપણી શાળાના બાળકો તેને “ભીમરાવ”ની ઉપમા આપે અથવા તો કોઈ બાળકનું નવાઈ પમાડે
તેવું વક્તવ્ય સાંભળી બાળકો તેને વિવેકાનંદ કહીને બોલાવતાં થાય કે દ્રઢપણે ત્વરિત
નિર્ણય લઇ લીડરશીપ કરતા વિદ્યાર્થીને બીજા બાળકો “સરદાર પટેલ” જેવો કહે તો જ સમજવું કે ખરેખર આપણે શાળામાં મહાન પુરુષોની જન્મ કે
પુણ્ય તિથિએ ફક્ત વ્યક્તિ દર્શન જ નહિ પણ વ્યક્તિત્વ દર્શન પણ કરાવી શક્યા છીએ.
અને જો બાળકો તેમાંથી કોઈ એક ગુણાત્મક પાસાને અનુસર્યા હોય તો તો સમજવું કે આપણે
મહાન વ્યક્તિને સાચે જ પ્રમાણિકતા પૂર્વક મહાન રીતે બાળકો સમક્ષ રજુ કરી શક્યા
છીએ.-
બાકી તો પછી ઉજવણી એ એક પ્રકારની ફકતને ફક્ત ગજવણી જ સાબિત થશે. જે કંટાળાજનક અને પરિણામ શૂન્ય
હશે !
વર્ગખંડનું વાતાવરણ પ્રફુલ્લિત રાખતું પરીબળ છે - શૈક્ષણિક
પ્રવૃત્તિ !
બાળકોના અભ્યાસ કાર્યનું વ્યવસ્થીકરણ કરતું કોઈ માધ્યમ હોય તો તે
છે શૈક્ષણિક પ્રવૃત્તિ !
અપર પ્રાઈમરીની વાત છોડી
જો પ્રાઈમરી કક્ષાના વર્ગખંડની વાત કરીએ તો બાળકોના શૈક્ષણિક કોલાહલને કોઈ આકર્ષક
રાગમાં ઢાળવાનું કામ કરનાર પરિબળ એટલે જ ‘સહભ્યાસિક’ શૈક્ષણિક પ્રવૃત્તિ !!!
બાળકોની શીખવાની ગતિની આપણે વારંવાર ચર્ચા કરતાં હોઈએ છીએ. ક્યારેક ક્યારેક તો ‘ઓફલાઈનમાં’
સ્ટાફ ચર્ચા વખતે કોઈ બાળકને સસલું તો કોઈક
બાળકને કાચબાની ઉપાધિથી નવાજી દેતાં હોઈએ છીએ. પણ ક્યારેય વિચાર કર્યો છે
ખરો કે કોઈની ગતિ ક્યારેય એક સરખી હોતી નથી ! તે ચાલવાની વાત હોય, દોડવાની વાત
હોય, વાહનવ્યવહારની કે પછી શીખવા/ શીખવવાની વાત હોય ! દરેકની ગતી આસપાસના પરિબળોને
આધારિત હોય છે ! જો આપણે શિક્ષક તરીકે શીખવવાની
ગતિની વાત કરીએ તો કેટલીકવાર વર્ગખંડોમાં એવી યુક્તિપ્રયુક્તિઓનો ઉપયોગ
કરવો પડતો હોય છે કે જેમાં આપણો હાથ ઓછો બેસતો હોય !! ત્યારે બાળકોને શીખવવાની આપણી
ગતી ધીમી ધારે ચાલતી હોય છે, જ્યારે ગમતો વિષય અથવા તો વિષયવસ્તુ, આપણી શીખવવાની
ગતિમાં વધારો કરે છે, અને જો તેમાંય આપણી ગમતી પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય તો...
તો-તો આપણી શીખવવાની ગતી દોડે નહિ ઉડે એમ કહી શકાય. ગતિનો આજ નિયમ શીખવાની ક્ષમતા પર પણ હુબહુ જ લાગુ
પડે છે ! બાળકોને ગમતો વિષય જેમ ઝડપથી શીખતાં હોય છે તેમ પ્રવૃત્તિ વડેનું શિક્ષણ
બાળકને રોકેટની ગતી આપે છે, કોઈ પણ વિષયવસ્તુની સાથે જ્યારે પ્રવૃત્તિ જોડવામાં
આવે છે ત્યારે બાળકની શીખવાની ગતી ચરમ સીમાએ હોય છે. સો શિક્ષકો ભેગા મળી બાળકમાં જેટલો ઉત્સાહ નથી વધારી શકતાં
તેનાથી પણ વધુ પ્રબળતા બાળકોમાં શૈક્ષણિક સહભ્યાસિક પ્રવુત્તિઓ પેદા કરી શકે છે !
આથી જ કહી શકાય કે બાળકમાં ગતી પડેલી જ છે, વર્ગખંડોમાં આપણે ઉભા કરેલ વાતાવરણ અને
પ્રવૃત્તિમય પર્યાવરણની ઉર્જા થકી જ બાળકોની ગતીની કહેવાતી મર્યાદાઓને તોડી શકીશું
બાકી તો તમને પણ ખબર છે કે વળતર મળતું હોવા છતાં ચીલાચાલુ રીતે ભણાવવામાં જો આપણે
પણ કંટાળો અનુભવતાં હોઈએ તો પછી બાળકો તો !! અરે બાપ
રે બાપ !!!
મિત્રો, રમતો અટેલે શું? -એમ પુછવામાં આવે ત્યારે આપણા મનમાં પહેલાં
તો કાલ્પનિક રીતે બે ભાગ પડી જતાં હોય છે ! એક ભાગ વર્ગખંડો અને બીજો ભાગ એટલે રમતના મેદાનો. બાળકોનું સમય પત્રક પણ આપણી શાળામાં આ બે ભાગોને ધ્યાનમાં રાખી વહેચાયેલું જોવા મળે
છે. સમાજની વૈચારિક માનસિકતાનું પણ જો અધ્યયન કરવામાં આવે તો પણ શાળાકીય રમતોને
અભ્યાસક્રમથી અલગ જ રીતે જોવામાં આવે છે, વાલીનો શાળામાં પ્રવેશ પણ પોતાના બાળકની આ
ફરિયાદ સાથેનો જ હોય છે કે, “સાહેબ,આ તો ઘેર રમ્યા જ કરે છે ! ચોપડું લઈને બેસતો જ
નથી !” ત્યારે આપણને સમજાય છે કે આપણે બાળકોને રમતો માટેની સમય પત્રકમાંની જગ્યા
કેટલી સીમિત કરી રહ્યા છીએ. કેટલાંક વાલીઓને મનમાં તો “રમવું”
એટલે “ન ભણવું” એવો જ ખ્યાલ ઘર કરી ગયેલો જોવા મળી રહ્યો છે, જ્યારે
કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ રમવું એટલે રમવું અથવા જો થોડુંક જ વિસ્તારથી વિચારે તો શારીરિક કસરત ગણી લેવામાં
આવે છે. પરંતુ આ જ વાતને થોડીક વિસ્તાર પૂર્વક વિચારવામાં આવે તો રમતોનો બીજો છેડો
શારીરિક જ નહિ માનસિક કસરત સાથે જોડાશે ! તે કોઇપણ રમત હોઈ શકે છે ! માટલા ફોડ
બાળકને અંતરનો અંદાજ કરવાનું શીખવે. લીંબુ-ચમચીમાં ચાલતી વખતે ચમચી પરના આંચકાને ભૂકંપના
આંચકાની સાથે જોડી સમજ આપી શકાય અથવા તો તે સમયે દાંતનું એક સ્પ્રિન્ગ તરીકેનું
કાર્ય સમજાવો કે લીંબુ ગગડી પડવા પાછળ
તેના આકાર અંગેની ચર્ચા કરો.કબડ્ડીની બચાવ યુક્તિ કે ચેસની વ્યુહ રચના ગોઠવવા બાળકને જબરજસ્ત
માનસિક કસરત કરવી પડતી હોય છે. આ બધાનો સીધો ફાયદો વર્ગખંડોમાં થતો હોય છે, પરંતુ
આનો વધુ ફાયદો ત્યારે જ સંભવ બને છે જ્યારે મેદાનનું શાળાકીય આયોજન વર્ગોમાંના
આયોજન સાથે અનિવાર્યતા પૂર્વક જોડવામાં આવે ! એટલે કે આપણું આયોજન એવું હોય કે રમત
એ બાળક માટે તો રમત જ રહે પણ, આપણા માટે તો તે બાળ-વિકાસના હેતુ માટેની તક હોય !!
ચાલો આ દિશામાં તો હજુ અમારે પણ ઘણું વિચારવાનું બાકી છે, ત્યાં આ વિશેના તમારા
વિચારો અમને મળશે તેવી આશા સાથે.... આગળ વધીએ !!!
ક્લસ્ટર કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર અમારો સંજય તાલુકા કક્ષાની વક્તુત્વ સ્પર્ધા માટેની તૈયારીઓ કરી રહ્યો છે, આપ પણ નીચે આપેલ લીંકસ ધ્વારા તેના પ્રેક્ટીસના વિડીયો જોઈ તેને કોમેન્ટ ધ્વારા માર્ગદર્શિત કરો, જેથી તે તાલુકા કક્ષાએ વધુ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શકે !!
સરકારી
કાર્યક્રમ તરફ આપણને થયા જ કરે – “અત્યારે આ કાર્યક્રમ ના હોત તો વધુ સારું કરી
શકાયું હોત !” એમ વિચારતા વિચારતા એ કાર્યકમ યોજીએ પણ ખરા ! એ વિચાર આપણને એમાંથી
બાળકો માટેની “લર્નિંગ ઓપુર્ચ્યુંનીટી” ઉભી કરવાના વિકલ્પો વિચારવામાંથી હલાવી દે
છે.
ગત
વર્ષે અમે પરિપત્ર જ બાળકોને આપી દીધો અને તેને આધારે ઉજવાયું હતું –
આ વર્ષે સ્થિતિ જુદી હતી – ક્યારેય એક જ
કાર્યક્રમ માટે એ જ અનુભવ અને એ જ વાતાવરણ ઉભું કરવું શક્ય નથી બનતું. એટલે
શિક્ષકો એ લીડરશીપ લઇ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી.. “ઓછામાં ઓછા સમયમાં તેમને ગમતી
બધી પ્રવૃતિઓ” યોજાય તેવું આયોજન કર્યું.
છેક
છેલ્લી ઘડી સુધી તેમાં પ્રવૃતિઓ ઉમેરાતી – બાદ થતી ગઈ.
બધાને બધી
પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાની લાલચ કરવાને બદલે તેમને ચોઈસ કરવા
કહ્યું. એ એમના બધા માટે એક જબરજસ્ત માનસિક કસરત બની રહી ! “ચેસ કે કેરમ” “ યોગ કે
દોરડા કૂદ” “સંગીત ખુરસી કે કોથળા દોડ”
હજુ
કેટલીક પ્રવૃતિઓ એવી પણ હતી કે જેમાં તેઓ એક થી વધુ પ્રવૃતિઓમાં ભાગ લઇ શકે.વાર્તા સ્પર્ધાને વર્ગદીઠ યોજી તેમાંથી
દરેક ધોરણવાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સમુહમાં હિસ્સો લેવડાવામાં આવ્યો. જયારે
કાવ્યગાનમાં બધા ભાગ લઇ શકે તેવું આયોજન કર્યું.
“મેથ્સ ઓલિમ્પિક” “અંગ્રેજી ક્વિઝ”
એ તમામ માટે ફરજીયાત કરી ને તે માટે બધાને તૈયારી કરી તેમનો ટેસ્ટ લેવાયો. સામાજિક
વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીની ક્વિઝ માટેના પ્રશ્નોનો સંપુટ તેમના વડે જ તૈયાર
કરાવ્યો અને તેમાંથી જ કેટલાક પ્રશ્નોનો ઉપયોગ ક્વિઝ દરમ્યાન કર્યો.
આ વખત પ્રથમવાર અમે મૌખિક એનાઉન્સમેન્ટ કરવાને બદલે નોટીસ બોર્ડ પર
સૂચનાઓ લખી કે – કઈ સ્પર્ધા માટે કોની પાસે નોમીનેશન કરાવવું ? કઈ સ્પર્ધા કેટલા વાગ્યે કયા વર્ગખંડમાં યોજાશે
? જેથી વિદ્યાર્થીઓ એવી સૂચનાઓ વાંચી – સમજી- તે મુજબ પોતાનું આયોજન કરતા શીખે !
ભાષાનું એક કામ એ રીતે પણ થયું. (લખેલું વાંચ્યા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ
કન્ફર્મેશન માટે તો શિક્ષકો પાસે જ જતા !)
નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં માં “બાબાસાહેબ આંબેડકર” વિષય
ઉમેરી દીધો ! જેથી એની સ્પર્ધા આગામી સમયમાં જયારે ક્લસ્ટર કક્ષાએ યોજાય ત્યારે
અમારી પાસે શાળા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થઇ ગઈ હોય !સમગ્ર સપ્તાહમાં અમે વિષયો, ઉપચારાત્મક
કાર્ય, વિવિધ પ્રવૃતિઓ, બાળકોનો આનંદ અને તેમનું શીખવાનું – બધું જ સંતુલિત કરી
શક્યા ! ટીમ વડે થતા કાર્યોની એ જ તો મજા હોય છે.
અને હા, આ સમગ્ર સમયની
અમારા વડે થયેલી સમજણપૂર્વકની ઉજવણીએ શાળાને એક નવો હીરો આપ્યો – “સંજય” ! સામાન્ય રીતે શાંત અને ઓછું જ બોલતો એ
વિદ્યાર્થી જયારે તેની એ મર્યાદાને ઓળંગી જે રીતે પોતાની વકૃત્વ
કલામાં ખીલ્યો એ અમારા
માટે એક સિદ્ધિ હતી !
ચાલો નીચેના વિડીયો ધ્વારા આ દરમ્યાનની અમારી કેટલીક લાગણી
સભર પળોને માણીએ....
દુનિયાનીમોટાભાગનીવસ્તુઓકોઇકનેકોઇકપરિબળોનાપ્રતાપેચાલતી હોયછે, દરેકવ્યક્તિનેચાલવા-ચલાવવામાટેઉર્જાનીજરૂરપડતીહોયછે ! શાળાપર્યાવરણકેવર્ગખંડોપણઆનાથીબાકાતનથીજ !! તમનેપ્રશ્નથશેકે " કેવીરીતે ?" મિત્રોજ્યારેવર્ગકાર્યકરતાંહોઇએત્યારેઆપણીએનર્જીનાવપરાશધ્વારાજતેકાર્યચાલતુંહોયછે.. પરંતુબાળકોસાથેનીઆપણીલાગણી - બાળકોસાથેનોલગાવઅનેકામકરવાનોઉત્સાહજઆપણામાંનવીઉર્જાપેદાકરતો રહેછે... આમએનર્જીવડેકાર્યઅનેકાર્યમાંનાઉત્સાહવડેએનર્જી.. આવુંસતતવર્તુળચાલ્યાજકરે... પરિણામેસખતપરિશ્રમછતાંપણકાર્યનાઅંતેતો‘ફ્રેશનાફ્રેશ...’ આસાયકલત્યારેજતુટેછેજ્યારેકાર્યમાંકંટાળાનામનુંવધારાનુંબિનજરુરીપરિબળજોતરાયછે... અનેઆપણીએનર્જીપેદાકરતીઆસાયકલએનર્જીનેબદલેથાકપેદાકરેછે ! પરિણામએઆવેછેકેકાર્યનાઅંતેશરીરલોથપોથ થઇ
જાયછે...આખોદિવસમાતાબાળકનુંલાલનપાલનકર્યાછતાંપણ રાત્રેતેનીકાળજીમાટેએટલીજતાજગીસભર અને ખડે પગે તૈયાર જ હોયછે. જ્યારેબાળકનાપાલનનેફ્કત કામતરીકે ગણનારઆયાકંટાળાભર્યાથાકનોઅનુભવકરેછે !!! માટેઆપણેજનક્કીકરવાનુંછેકેઆપણેવર્ગખંડમાંકયાવેશેજાઉંછે.. માતાનાકેપછીઆયાના ??? કારણ કે અમારોઆયામાટેનોઅંગતમતલબ એવો પણ છેકે– “આયાએટલેબાળકનાપાલનમાટેનોમજુર- તેમાંવળતરખરુંપણસાથેકાર્યકર્યાનોથાકઅનેકંટાળો... જ્યારેમાતાએટલેતો‘લાલનયુક્ત’ પાલન!!! અને એટલે જ આ ‘પાલન’ એ ‘લાલનસહ’ હોવાથી જ તે “એનર્જીકલ સાયકલ” બની જાય છે !! આ જવાતનેજોબારીકાઇથીવિચારવામાંઆવેતોખ્યાલઆવેકેજોશ્રમકાર્યમાંલાગણીસભરનોઉત્સાહઊમેરવામાંઆવેતોએનર્જીરૂપીકંસારબનેઅનેજોકંટાળોઉમેરવામાંઆવેતોથાકરૂપીથુલુંબનીજાયછે... કહેવાનોમતલબએજછેકેશ્રમમાંપ્રેરકબળતરીકે‘ઉત્સાહ’કાર્યકરેછે... હવે
વર્ગખંડો માટે નિર્ણયતમારેજકરવાનોછે-કંસારકેથુંલુ ??? મિત્રોટેબલવર્કવાળાલોકોકરતાંયવર્ગકાર્યકરતાંઆપણેવધારેનસીબદારએટલામાટેછીએકેઆપણીસામેકિલકિલાટઅનેઆનંદિતવાતાવરણવાળુંકાર્યક્ષેત્રતૈયારજહોય ... આપણેતોઆપણાપ્રયત્નોધ્વારાતેનેફક્તટકાવીરાખીનેજઆગળધપવાનુંહોયછે...
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!
જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .
અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો
" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]
શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.
બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો
નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.
આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો
શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]
ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]
A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો
ચક્કીબેનનું ઘર
પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો
સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!
ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.
આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.
ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી
ઉત્સવો
બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?