September 19, 2015

જ્ઞાન સપ્તાહ, સમયથી નહિ- સમજણથી !!!


જ્ઞાન સપ્તાહ, સમયથી નહિ- સમજણથી !!!
સરકારી કાર્યક્રમ તરફ આપણને થયા જ કરે – “અત્યારે આ કાર્યક્રમ ના હોત તો વધુ સારું કરી શકાયું હોત !” એમ વિચારતા વિચારતા એ કાર્યકમ યોજીએ પણ ખરા ! એ વિચાર આપણને એમાંથી બાળકો માટેની “લર્નિંગ ઓપુર્ચ્યુંનીટી” ઉભી કરવાના વિકલ્પો વિચારવામાંથી હલાવી દે છે.
ગત વર્ષે અમે પરિપત્ર જ બાળકોને આપી દીધો અને તેને આધારે ઉજવાયું હતું – 
     આ વર્ષે સ્થિતિ જુદી હતી – ક્યારેય એક જ કાર્યક્રમ માટે એ જ અનુભવ અને એ જ વાતાવરણ ઉભું કરવું શક્ય નથી બનતું. એટલે શિક્ષકો એ લીડરશીપ લઇ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી.. “ઓછામાં ઓછા સમયમાં તેમને ગમતી બધી પ્રવૃતિઓ” યોજાય તેવું આયોજન કર્યું.
છેક છેલ્લી ઘડી સુધી તેમાં પ્રવૃતિઓ ઉમેરાતી – બાદ થતી ગઈ.
             બધાને બધી પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાની લાલચ કરવાને બદલે તેમને ચોઈસ કરવા કહ્યું. એ એમના બધા માટે એક જબરજસ્ત માનસિક કસરત બની રહી ! “ચેસ કે કેરમ” “ યોગ કે દોરડા કૂદ” “સંગીત ખુરસી કે કોથળા દોડ”
         હજુ કેટલીક પ્રવૃતિઓ એવી પણ હતી કે જેમાં તેઓ એક થી વધુ પ્રવૃતિઓમાં ભાગ લઇ શકે.વાર્તા સ્પર્ધાને વર્ગદીઠ યોજી તેમાંથી દરેક ધોરણવાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સમુહમાં હિસ્સો લેવડાવામાં આવ્યો. જયારે કાવ્યગાનમાં બધા ભાગ લઇ શકે તેવું આયોજન કર્યું.
              “મેથ્સ ઓલિમ્પિક” “અંગ્રેજી ક્વિઝ” એ તમામ માટે ફરજીયાત કરી ને તે માટે બધાને તૈયારી કરી તેમનો ટેસ્ટ લેવાયો. સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીની ક્વિઝ માટેના પ્રશ્નોનો સંપુટ તેમના વડે જ તૈયાર કરાવ્યો અને તેમાંથી જ કેટલાક પ્રશ્નોનો ઉપયોગ ક્વિઝ દરમ્યાન કર્યો.
        આ વખત પ્રથમવાર અમે મૌખિક એનાઉન્સમેન્ટ કરવાને બદલે નોટીસ બોર્ડ પર સૂચનાઓ લખી કે – કઈ સ્પર્ધા માટે કોની પાસે નોમીનેશન કરાવવું ?  કઈ સ્પર્ધા કેટલા વાગ્યે કયા વર્ગખંડમાં યોજાશે ? જેથી વિદ્યાર્થીઓ એવી સૂચનાઓ વાંચી – સમજી- તે મુજબ પોતાનું આયોજન કરતા શીખે ! ભાષાનું એક કામ એ રીતે પણ થયું. (લખેલું વાંચ્યા બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ કન્ફર્મેશન માટે તો શિક્ષકો પાસે જ જતા !)
             નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં માં “બાબાસાહેબ આંબેડકર” વિષય ઉમેરી દીધો ! જેથી એની સ્પર્ધા આગામી સમયમાં જયારે ક્લસ્ટર કક્ષાએ યોજાય ત્યારે અમારી પાસે શાળા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થઇ ગઈ હોય ! સમગ્ર સપ્તાહમાં અમે વિષયો, ઉપચારાત્મક કાર્ય, વિવિધ પ્રવૃતિઓ, બાળકોનો આનંદ અને તેમનું શીખવાનું – બધું જ સંતુલિત કરી શક્યા ! ટીમ વડે થતા કાર્યોની એ જ તો મજા હોય છે.
                       અને હા, આ સમગ્ર સમયની અમારા વડે થયેલી સમજણપૂર્વકની ઉજવણીએ શાળાને એક નવો હીરો આપ્યો – “સંજય” ! સામાન્ય રીતે શાંત અને ઓછું જ બોલતો એ વિદ્યાર્થી જયારે તેની એ મર્યાદાને ઓળંગી જે રીતે પોતાની વકૃત્વ કલામાં ખીલ્યો એ અમારા માટે એક સિદ્ધિ હતી ! 
ચાલો નીચેના વિડીયો ધ્વારા આ દરમ્યાનની અમારી કેટલીક લાગણી સભર પળોને માણીએ.... 
કોથળા દોડ !!
સંગીતખુરશી !!!
દોરડાંકૂદ !!!
કેરમ સ્પર્ધા !!!
ચેસ સ્પર્ધા !!
નિબંધ સ્પર્ધા !!!

સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીની ક્વિઝ
જ્ઞાન સપ્તાહ ઉજવણી અંતર્ગત એકપાત્ર અભિનય - કાવ્યગાન સ્પર્ધા !!!


નીચે કેટલાક વિડીયો- જે આપને વારંવાર જોવા અને સંભાળવા ગમશે !!!1 comment:

Kamlesh Taviyad said...

આયોજન એ તમારી સફળતાનું મુખ્ય કારણ છે. પ્રવૃત્તિઓની પસંદગીમાં બાળકોને જોડયા.....ખુબ ગમ્યુ.