પ્રવાસનું શિક્ષણમાં ખૂબ જ મહત્વ છે. આપને સૌ આ વાત જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ. સાંભળેલું- બોલેલું કરતાંય જોયેલું વધુ સમય સુધી યાદ રહે છે અને સરળતાથી સમજાઈ પણ જાય છે. આ વાતો થઇ આપણા શૈક્ષણિક પ્રવાસની. પરંતુ આજે વાત કરવી છે શાળા કક્ષાએ આયોજાતા નાના-નાના પર્યટનની. પર્યટનનું શું મહત્વ તેવો જો આપનો સવાલ હોય તો તે માટે જો મારે એક જ શબ્દમાં જવાબ કહેવાનો હોય તો પર્યટન એ વર્ગખંડરૂપી બસમાં શિક્ષણ-કાર્ય રૂપી પ્રવાસની વચ્ચે રેસ્ટીગ એરિયા એટલે જ પર્યટન. સાદી ભાષામાં કહીએ તો સમયાંતરે બાળકોનું રીફ્રેશર એટલે જ પર્યટન. પર્યટનો સૌથી મોટો ઉદેશ્ય હોય છે કેટલાક એવા બાળકો કે જે તમે જોશો કે જેઓ વર્ગખંડમાં પાછળના ભાગે બેસવા જ ટેવાયેલાં હશે અને શિક્ષકનો પ્રયત્ન હોય તો જ શૈક્ષણિક પ્રક્રિયાના ભાગ લેતાં હશે તેવાં બાળકોના વર્તનને ઓળખાવાનો આ એક અવસર હોય છે. તમે જોશો કે આવાં બાળકો પર્યટન દરમ્યાનની પ્રવૃત્તિઓમાં ખુબજ ખૂલીને ભાગ લેતાં હોય છે અથવા તો કહીએ તો ખૂલીને વર્તતાં હોય છે. કવિતા મોટેથી ન ગાનાર જોર-જોરથી અંતાક્ષરી રમતાં હોય છે, અને હા, તે પણ.. મોટેથી હોહા ચીચીયારીથી!!! આનો સીધો અર્થ એ જ થાય છે કે આવાં બાળકોનું વર્ગખંડોમાંનું વર્તન એ સ્વભાવગત નથી. તેઓ જાણી જોઇને જ વર્ગખંડોમાં થતી પ્રક્રિયાથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. વર્ગખંડમાંનાં પર્યાવરણનીચોક્કસપણે કોઈ એવી ઉણપ છે કે જે આવાં બાળકો કે જે પ્રવાસ/પર્યટન દરમ્યાન ખુલીને વર્તતાં હોય છે, તેમને વર્ગખંડોમાં ખુલવામાં મદદરૂપ નથી બનતાં અથવા તો એમ કહીએ કે ન ખુલવા મજબૂર કરે છે. પર્યટન/પ્રવાસ એ ખરેખર આવાં બાળકોની રસરૂચી જાણવા માટેની એક સોનેરી તક હોય છે, જેનાં ધ્વારા આપણે બાળકોના સ્વાભાવિક વર્તનને જાણી શકીએ છીએ અને તેનો બહોળો ઉપયોગ આપણા વર્ગખંડોમાં આપણે કરી શકીએ છીએ.. નવાનદીસર પ્રાથમિક શાળાએ પણ શાળા નજીક આવેલ “ચાંદન-ગઢ” સ્થળે આવા જ એક ઉદેશ્ય સાથેના પર્યટનનું આયોજન કર્યું. જેમાં બાળકો એ માણેલ એ આનંદની પળો ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી ધ્વારા આપની સામે મુકેલ છે... ચાલો, જોઈએ અને માણીએ ...
લપસણીની મજા.....
બાળકોનો ચહેરો જ કહી દે છે કે, કેટલી મજા આવે છે !!!
હું નાનો તું મોટો.... ગીત સાથે મજા માણતાં બાળકો....
સામાજિક જીવન એ તહેવારોથી ભરપૂર છે. તહેવારોની ઉજવણીનો
આનંદ એ રોજબરોજના એક સરખા સમયપત્રકને અનુસરવાથી માનસપટ પર છવાઈ જતી કંટાળા રૂપી
ધૂળને ખંખેરવાનું કામ કરે છે. તહેવારોની ઉજવણીઓ માણસમાં કામ કરવાનો નવો ઉત્સાહ ભરે છે,
તહેવારોની ઉજવણીનો બીજો એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે તહેવારની ઉજવણીની ધામધૂમ
વ્યક્તિઓને એકબીજાથી નજીક લાવવાનું કામ કરે છે.ફક્ત નજીક જ નહિ પરંતુ નજીકથી
વ્યક્તિત્વને સમજવાનો મોકો મળે છે. આ ઉપરાંત ઉજવણી માટે કરાતી તડામાર તૈયારીઓમાં
સહભાગી થઇ દરેક વ્યક્તિની આયોજન ક્ષમતા અને નવીન કુનેહથી પણ અવગત થવાય છે.
મિત્રો
આ બધી વાતો થઇ આપણા સમાજમાં સમયાંતરે આવતાં તહેવારોની ઉજવણીના ફાયદાઓની !! હવે તમે
વિચારો કે ઉપરોક્ત જણાવેલ તહેવારોથી થતા ફાયદામાંથી આપણને કયા ફાયદાની વર્ગખંડોમાં
જરૂર નથી ??? હવે વિચારીએ આપણે કે જાહેર જીવનમાં આવતા તહેવારોની આગલા અને પછીના
દિવસોમાં શાળાનું વાતાવરણ કેવું હોય છે??? હું માનું છું ત્યાં સુધી મોટાભાગનાનો
જવાબ સીધો હાજરી પત્રક તરફ ઈશારો કરતો હશે!!! હા બને છે પણ એવું જ અને તેનું કારણ જાણવા માટે તમારે નીચેના પ્રશ્નોના જવાબ
આપવા રહ્યા
1.તમે તહેવારની ઉજવણી
માટે કેવું સ્થળ પસંદ કરશો ?? જ્યાં શિસ્તના નામે બંધન અનુભવાતું હોય તેવુંકે પછી
જ્યાં તમને કોઈની રોક-ટોક કે નજર-બંધી ન હોય તેવું ???
2.તમે તહેવારની ઉજવણી
માટે કેવા સાથીઓ પસંદ કરશો ?? જેના તરફથી તમને ફક્ત સંયમ અને સૂચનોનો જ મળ્યા
કરતાં હોય કે પછી જે તમારી સાથે લાગણીઓ સભર નિકટતા અનુભવાતી હોય ???
અને છેલ્લે એ પણ કે જો કદાચ
ભૂલથી પણ ભૂલ થશે તો ઠપકો મળશે !! તેવી જગ્યાએ તો આપણે જવાનું પણ ટાળતા હોઈએ તો
ત્યાં ઉજવણી કરવા જવાની તો વાત જ શું???
બાળકોનું પણ આવું જ હોય
છે. આનંદપ્રમોદ માટે આપણને જેવા
પર્યાવરણની જરૂર છે બસ બાળકો પણ એવા જ પર્યાવરણ માટે અપેક્ષિત હોય છે.. અને એટલા
માટે જ અમે કહીએ છીએ કે બાળકો હંમેશા તહેવારોની ઉજવણી માટે પોતાના શેરી-મહોલ્લાને
જ પસંદ કરે છે, પરંતુ જો આપણે આપણી શાળાનું પર્યાવરણ બાળકના શેરી-મહોલ્લા જેવું ઉભું
કરીએ તો??? આવા જ એક પ્રયત્ન સાથે શાળાએ રંગોત્સવની ઉજવણી કરી અને ફોટોગ્રાફ અને
વિડીયોગ્રાફી રૂપે અમારી શાળાનું પર્યાવરણ તમારી સામે છે, હવે તમે જ કહો કે આમાં
શું-શું ખૂટે છે કે જેના ઉમેરાથી બાળકોની હાજરી અને આનંદમાં ઉમેરો થશે....
“ગુણોત્સવ” – ગુણ
નો ઉત્સવ ! વિશાળ વિશ્વના એક ખૂણામાં પોતાનું એક “જગત” વિસ્તારીને શિક્ષણ કાર્ય
કરતા આપણે સૌ – સમાજ-વિદ્યાર્થીઓ અને બાળકો ! મથામણ કરતા રહીએ, સમાજે આપણને સોપેલી
જવાબદારીને સદાયે શ્રેષ્ઠ રીતે વાહન કરવાની ! એવામાં જયારે આપણા એ નાનકડા વિશ્વની કોઈ “વૈજ્ઞાનિક ઢબે” મુલાકાત લે; આપણે કરેલા પ્રયત્નોને સરાહે – સાથે કોઈક બાબતમાં
ટકોરે ! આ પ્રસંગ એટલે ગુણોત્સવ ! આ વખતના અમારા ગુણોત્સવની લેખિત નોંધ તો આપ બાજુમાં “વિઝીટ બુક” ના પાને વાંચી જ
લેશો. પરંતુ અમે જે નથી પહોચાડી શકતા એ છે અમારા સાથે અમારા વિદ્યાર્થીઓનો આ
“શૈક્ષણિક ઉત્સવ” ની ઉજવણીનો ઉત્સાહ ! અમારા સૌના પ્રયત્નોની સરાહના આવેલ મહેમાનના
શબ્દોમાં નીચે આપેલ વિડીયો લિન્કમાં સાંભળશો અને ઉત્સાહના ભાગીદાર બનશો તો અમને પણ
ખૂબ ગમશે !
અ-સફળતા વચ્ચે પણ એક આશાનું કિરણ– "મહોલ્લા પ્રાર્થનાસભા"
શાળામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી એટલે જાણે પતંગિયા વિહોણો બગીચો
!!!
વર્ષોથી
શાળા પરિવારે આ સમસ્યા માટે સંઘર્ષ કર્યો છે-
જે હજુ ચાલુ જ છે. ગેરહાજરી માટે શાળાનું વિષમ પરિસર અથવા તેમાં રહેલી નાની
વિષમતાઓ દૂર કરવી એ સંપૂર્ણ અમારા હાથમાં હતું. તે તો સમય જતાં નિવારી શકાયું,
શાળા સંપૂર્ણ વિદ્યાર્થી કેન્દ્રી રહે તે માટે અમે સૌ બરાબર જાગૃત છીએ.પણ આ
સિવાયના સામાજિક,આર્થિક,કૌટુંબિક અને ભૌગોલિક પરિબળોમાંની વિષમતાઓ ધ્વારા ઉભી થતી
બાળકોની અનિયમિત હાજરી સહિતની ઘણી સમસ્યાઓ ઉકેલવામાં ધારી સફળતાઓ હજુ સુધી અમે
મેળવી શક્યા નથી.
જો અમારા આજદિન સુધીના મુખ્ય પ્રયત્નોને
યાદીએ બાંધીએ તો....
Øશાળાના કમ્પાઉન્ડમાં વોલ પર બહારની બાજુએ ગ્રામજનોને અરજ
કરતું બોર્ડ
Øવાલી સંપર્ક જેવી લેખિત મુલાકાત....
Øબે-ત્રણ દિવસ ગેરહાજર બાળકના ઘરે બીજા દિવસે ચા પીવા જવાનો
નુસ્ખો....
Øફળિયા મુજબ બાળકોની યાદી અને એક-મેકને સોંપેલ જવાબદારી...
Øવર્ગમાં બાળકોની યાદીની સામે વાલીઓના ફોન નંબર અને તેના
ધ્વારા રોજેરોજનો E-વાલીસંપર્ક અને ગેરહાજરીનું કારણ જાણી લેવું....
Ø નાગરિક ઘડતરમાં “મિત્ર સંપર્ક” કરવાની કામગીરી
અન્વયે એક ગ્રુપ અનિયમિત અને સતત ગેરહાજર બાળકોની મુલાકાત કરી ગેરહાજરીના કારણોની
ખબર સાથે શાળામાં આવે...
Øધોરણવાર શાળાની વર્ગવાર હાજરીના ટકાવારીની સ્પર્ધાનું
ડિસ્પ્લે જેનું વર્ગવાર હાજરી મોનીટર ધ્વારા સંચાલન.... જેમાં વધુ હાજરી ધરાવતાં
વર્ગના હાજરી મોનીટરનું બીજા દિવસની પ્રાર્થના સભામાં સમ્માન...
Øવાલીઓના અન્ય સગાં
સબંધી સાથે રાખી બાળકને નિયમિત શાળામાં મોકલવા માટેની ભલામણસહની સમજાવટ કરાવવી....
Øપોતાના ઘરનું કામ પૂર્ણ કરી શાળામાં મોડા આવતાં ધોરણ-7-8- નાં
વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને પણ હુંફ ભર્યો
આવકાર…
આવા તો હજુ કેટલાય નિષ્ફળ પ્રયાસો શાળા પરિવાર
ધ્વારા થઇ ગયા છે/થઇ રહ્યા પણ છે.નિષ્ફળ એટલા માટે કે એ બધામાં અમને
ધારેલી સફળતા મળી નથી. ગામમાં જાગૃતતા ફેલાવી શક્યા અને કેટલાકને નિયમિત બનાવી પણ
શક્યા – એ મુજબ જોઈએ તો હા, દરેક પ્રયાસઅમને કઇંક નવું શીખવી
ગયો. આ કડીમાં આ મહિનાથી એક નવો પ્રયાસ શરૂ કર્યો “મહોલ્લા પ્રાર્થના
સભા” નો. શાળાની શરૂઆતની સમૂહ-સભા શાળામાં કરવાને બદલે અઠવાડિયામાં એક દિવસ એવા
મહોલ્લામાં કરવી જે મહોલ્લાનાં બાળકો ગત સપ્તાહમાં વધુ ગેરહાજર રહ્યા હોય.
§“મહોલ્લા પ્રાર્થના સભા” આગલા
દિવસે વિસર્જન સભામાં સભાનું સ્થાન જાહેર કરવામાં આવે છે.
§સભાના દિવસે શાળા સફાઈ
પૂર્ણ થાય એટલે સંગીતના સાધનોથી સજ્જ થઇ શાળા આખીય જે તે માહોલ્લામાં જવા માટે
રેલી સ્વરૂપે ઉપડે છે.
§ જે તે ફળિયામાં એક ખૂણો સાફ કરીએ [ પ્રથમ
પ્રયાસમાં અમારે સાફ કરવું પડ્યું, પરંતુ બીજા પ્રયાસમાં અમે પહોંચ્યા કે તરત જ
આજુબાજુમાંથી “ ટાટ પતરી ” [મોટું પાથરણું] અમને મળી ગયું.
§બીજા પ્રયાસમાં તો
પ્રાર્થનામાં કેટલાંક વાલીઓ, SMC સભ્યશ્રી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા...
પાછાં
વળતી વેળાએ ગામમાં શાળાની ખૂશ્બુ વેરતાં-વેરતાં એ આશાએ કે આ શાળા સુમન પર તે
સુગંધથી કોઈ ભટકી ગયેલું પતંગિયું પાછું વળે...અને અમે પણ પ્રયત્ન કરતાં જ રહીશું
કારણ કે...
Üचन्द्रगुप्त=: किस्मत पहेले से ही लिखी जा चुकी है,तो कोशिश करने से क्या मिलेगा ?
Üचाणक्य=: क्या पता किस्मत में लिखा हो की ज्यादा
कोशिश से ही मिलेगा !!!!
ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ ખૂબ જ ઉજ્વળ રહ્યો છે, આપણા ઇતિહાસની રાજ-શાસન વ્યવસ્થાઓની વાત હોય કે સમાજ વ્યવસ્થાની,
વેપાર વ્યવસ્થાની વાત હોય કે પછી વિદ્યાભ્યાસ વ્યવસ્થાની, દરેક પ્રકારની વ્યવસ્થા
માટે આપણે જે તે સમયમાં દુનિયાના ખૂણે-ખૂણે અનુસરવા રૂપ પ્રેરણાદાયી સાબિત થયા
છીએ. પરંતુ આઝાદી પહેલાનાં લગભગ બસો થી ત્રણસો વર્ષ સુધી આપણા કેટલાંક રાજ્યના શાસકોની
ભૂલ અથવા તો ભોળપણને કારણે અંગ્રેજોએ આપણને ગુલામીમાં જકડી લીધા. જેના કારણે આપણી
ઓછામાં ઓછી બે પેઢીએ આ ગુલામીને વેઠી છે. જો આપણી પેઢીઓનો ઈતિહાસ આપણે ચકાસીએ તો
તેઓ કાંતો રાજાશાહી શાસકોની વ્યવસ્થામાં જીવ્યા છે અથવા તો અંગ્રેજો જેવી ગુલામીયુક્ત
શાસકોની આંખો હેઠળ !
આ બંને વ્યવસ્થાઓમાં [ગણરાજ્યો જેવા કેટલાંક રાજ્ય
વ્યવસ્થાઓને છોડી] મોટેભાગે પ્રજાને પોતાના પ્રતિનિધિઓ ચૂંટાવા માટેનો કોઈ હક
આપવામાં આવતો ન હતો. દેશને આઝાદી મળ્યા
પછી આપણો દેશ સૌથી મોટા લોકતંત્ર તરીકે ઉભરી આવ્યો. પરંતુ આ આપણે માનીએ છીએ તેટલું
સરળ ન હતું . પોતાના પ્રતિનિધીઓને ચૂંટવા માટેનો આપણો અનુભવ અને પ્રક્રિયા પણ નવીન
હતી. આજે અમારી શાળામાં થયેલ શાળાપંચાયતની
ચૂંટણી સમયે અમારા બાળકોનો અનુભવ પણ આવો જ
હતો. શાળાપંચાયતની ચૂંટણી કરાવવા માટેનો બાળકોનો ઉત્સાહ અનેરો હતો,પણ અમારા ઉદેશ્યો
તેટલાં જ ખાસ હતા. જેમાંના મુખત્વે....
üબાળકો શાસન વ્યવસ્થાને જાણે.
üઆપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીશું ત્યારે કઈ બાબતો
ધ્યાનમાં રાખીશું...
üચૂંટણીપંચના મતદાન અને મતદાન મથકના નિયમોથી
માહિતગાર કરવા..
üઉમેદવારો
અને ટેકેદારોની સમજ..
ઉપરોક્ત મુદ્દાઓને અગ્રીમતા આપી શાળા-પંચાયતની ચૂંટણીનું આયોજન
કરવામાં આવ્યું. શાળા પરિવારે ચૂંટણી-પંચની ભૂમિકા નિભાવી, બાળકોમાંથી જ સર્વમાન્ય
ચૂંટણી-અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી. બકાયદા તે બાળ-અધિકારીઓને પણ તેમની કામગીરીથી
તાલીમબધ્ધ માર્ગદર્શિત કરવામાં આવ્યા. આ જ બાળ-અધિકારીઓએ પણ પોતાની કામગીરી બાળ-મતદાર જણાવી. ઉમેદવારોને પણ ઉમેદવારી પ્રક્રિયા અને ટેકેદારોને પણ ટેકેદારોની જરૂરિયાત વિષે સમજાવ્યું. અમારો ખાસ પ્રયાસ એ હતો કે જે બાળક ઉમેદવાર બને તેનો અનુભવ ફકતને ફક્ત
ઉમેદવારી પ્રક્રિયા પૂરતો સીમિત ન રહેતાં ચર્ચા સભા દરમ્યાન પ્રસ્તુત કરે, જેથી દરેક બાળક
દરેક પ્રક્રિયા અને તેમાંના દરેક રોલને અનુભવે. માર્ગદર્શક શિક્ષક ધ્વારા મતદાન મથકમાં ઉભી થતી હોય છે તેવી ખરેખરી મુશ્કેલીઓ/અડચણો નાખી બાળકોને મુંજવણ ઉભી કરી અને સાથે-સાથે તેના ઉકેલ આપી તે માટેના કાયદાઓથી વાકેફ પણ કર્યા. બાળકોએ મનોરંજન સાથે મતદાન પણ
કર્યું. અને અમે તેમના મનોરંજનની આડમાં લોકશાહીની એક મોટી લોકતાંત્રિક પ્રક્રિયા
સાથે બાળકોને રૂબરૂ પણ કરવી દીધા.. ચાલો, જાણીએ અને માણીએ..... જય લોકશાહી
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!
જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .
અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો
" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]
શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.
બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો
નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.
આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો
શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]
ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]
A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો
ચક્કીબેનનું ઘર
પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો
સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!
ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.
આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.
ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી
ઉત્સવો
બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?