હાથ, હૈયું અને મસ્તક:
સર્વાંગી કેળવણીનો સાચો ત્રિવેણી સંગમ
સાચી કેળવણી એ માત્ર પુસ્તકીય જ્ઞાન
મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ વ્યક્તિના વ્યક્તિગત અને
સામાજિક વિકાસનો પાયો છે. મહાત્મા ગાંધીજીથી લઈને અનેક કેળવણીકારોએ સ્પષ્ટ કર્યું
છે કે સાચું શિક્ષણ એ જ છે જે મનુષ્યના ત્રણ મુખ્ય અંગો : હાથ, હૈયું અને
મસ્તકનો સંતુલિત અને સર્વાંગી વિકાસ કરે. જો આ ત્રણેયમાંથી એક પણ પાસું છૂટી જાય, તો શિક્ષણ
અધૂરું રહે છે.
મસ્તક એ વિચાર, તર્ક અને
નિર્ણયશક્તિનું કેન્દ્ર છે. મસ્તકની કેળવણી દ્વારા વિદ્યાર્થીમાં જિજ્ઞાસાવૃત્તિ, વિશ્લેષણાત્મક
વિચારસરણી અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે છે. તે બાળકોને વિવિધ વિષયોનું નું
જ્ઞાન આપે છે. પરંતુ, માત્ર મસ્તકની કેળવણી મેળવીને આપણે
બાળકોને પૂર્ણ અથવા કહીએ તો સર્વાંગી કેળવણી તરફ લઈ જઈ શકતા નથી. તે માટે બાળકોના
હદયની કેળવણી પણ જરૂરી છે.
કેટલીકવાર કોઈ વ્યક્તિ સમાજમાં એવું
કંઈક આચરણ કરે ત્યારે આપણે એક કહેવત સંભળાવતા હોઈએ છીએ કે - ભણ્યો પણ ગણ્યો નહીં !
હૈયું એ લાગણી, દયા, કરુણા, પ્રેમ અને
નૈતિક મૂલ્યોનું સ્થાન છે. હૈયાની કેળવણી બાળકને સંવેદનશીલ બનાવે છે. જ્યારે કોઈ
બાળક મોટો થઈ માનવજાત - પર્યાવરણ - સમગ્ર
સૃષ્ટિ માટે ઉપયોગી કાર્ય કરે ત્યારે આપણે સૌ કહેતા હોઈએ છીએ કે - એણે સમાજનું ઋણ
ચૂકવ્યું. આ સમાજ - સૃષ્ટિ - પર્યાવરણ - માટે બાળકમાં સંવેદના ઊભી કરવાનું અને
તેને બનાવી રાખવાનું કામ એટલે જ હૈયાની કેળવણી ! ચારિત્ર્ય નિર્માણ અને માનવીય
મૂલ્યો માટે હૈયાની કેળવણી અનિવાર્ય છે.
હાથ એ ક્રિયાશીલતા, શ્રમ અને
વ્યવહારિક કૌશલ્યનું પ્રતીક છે. હાથની કેળવણી એટલે કે સ્વાવલંબન અને હસ્તકળા.
શ્રમનું મહત્ત્વ સમજીને પોતાના હાથ વડે કાર્ય કરવાની ટેવ વ્યક્તિને આત્મનિર્ભર
બનાવે છે. વિચારો (મસ્તક) અને લાગણીઓ (હૈયું) ને વાસ્તવિક દુનિયામાં સાકાર કરવાનું
કામ ‘હાથ’ કરે છે. બાળકોના જીવનમાં આ ત્રણેયનો
સમન્વય ખૂબ જરૂરી છે. જ્યારે આ ત્રણેય તત્વો ભેગા મળે છે, ત્યારે જ
સંપૂર્ણ કેળવણી એટલે કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા પરિપૂર્ણ થાય છે.
વિચારવું - અનુભવવું - અને નિર્માણ કરવું - આ બધી જ પ્રક્રિયાનો સમન્વય
એટલે આપણો બાળમેળો
આપણા માનવ શરીર અને મનની રચના કોઈ
અલગ-અલગ ખાનામાં વહેંચાયેલી નથી, એકબીજા સાથે રીતે જોડાયેલ એક અદ્ભુત
તંત્ર છે. પ્રાથમિક શાળા એ બાળકના આ જટિલ તંત્રને ખીલવવાની સૌથી ફળદ્રુપ ભૂમિકા છે, કારણ કે
“માહિતી વડે મળેલ જ્ઞાન માત્ર માહિતી ભરે છે, પણ પ્રવૃત્તિઓ સમજણ અને સર્જનાત્મકતા
મળે છે - જેના વડે આખું જીવન ઘડાય છે."
બાળકો માટીમાંથી રમકડાં બનાવે છે કે
કાગળમાંથી મોડેલ ઘડે છે, ત્યારે મસ્તક ભૂમિતિનો હિસાબ માંડે છે, આંગળીઓનું
સૂક્ષ્મ હલનચલન સ્પર્શ અનુભવીને તે જ્ઞાનને ભૌતિક આકાર આપે છે, અને આ નિર્માણ
પૂરું થતાં જ બાળકના હૈયામાં આત્મસંતોષની અનુભૂતિ કરાવે છે. પ્રાથમિક શિક્ષણમાં
બાળકના બાળસહજ વર્તનને સાચી દિશા આપવા માટે કહી શકાય કે: ત્યારે જ બાળકના નાનકડા
મનમાં સાચા શિક્ષણનો દીવો પ્રગટે."
બાળમેળામાં ચિત્રકામ કે રંગોળી
પૂરવાની પ્રક્રિયાથી બાળકની એકાગ્રતા - સંતુલન વધે છે અને હૈયાને શાંતિ મળે છે.
પ્લમ્બિંગ, ઈસ્ત્રી કરવી કે કપડાંની ગળી વાળવા
જેવા વ્યવહારુ કામો બાળકોમાં સ્વાવલંબન અને ગૌરવની ભાવના જગાડે છે. "કૌશલ્ય
વગરનું ભણતર એ પાંખો વગરના પંખી જેવું છે"—તેથી જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી
વખતે બાળકમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને 'ડાઇવર્જન્ટ થિંકિંગ' ખીલે છે. વળી, શાળામાં
સંગીતનું વાદ્ય વગાડવાથી મગજના બંને ભાગો મજબૂત બને છે અને લિંબિક સિસ્ટમ સક્રિય
થાય છે.
ન્યુરોસાયન્સના નિયમ મુજબ, પ્રાથમિક
શાળાની વયે જ મસ્તક વિશ્લેષણનો બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાનું, હૈયું ધૈર્ય ઉમેરવાનું
અને હાથ સ્નાયુઓને તાલીમ આપવાનું શીખે છે.
બાળકનું - વિચારવું - વિચારનું ભાવના સાથે જોડાવું અને તે મુજબ હાથ-પગનું ક્રિયાવંતિત બનવું -
જ્યારે એકધારા પ્રવાહમાં વહે છે, ત્યારે જ બાળ
જીવનમાં સાચો સર્વાંગી અને અખંડ વિકાસ શક્ય બને છે.
રીડિંગ રીલ્સ :
શિક્ષણ એવું હોવું જોઈએ જે બાળકના
શરીર, મન અને આત્મા ત્રણેયનો શ્રેષ્ઠ વિકાસ
કરે."
- ગાંધીજી
નઈ તાલીમમાં
ચાલો માણીએ આપણી શાળાના બાળમેળાને > વિડીયો
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)











.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)

























































No comments:
Post a Comment