ક્યારે મળશે કિનારો ?
આટલો લાંબો સમય વાઘ સાથે રહી, ભૂખ – તરસ, ટાઢ – તડકો વેઠી, એકલાતાને હરાવી તે જંગ જીતી જાય છે. તેના આ જોમ અને જુસ્સાને આપણે સૌ વખાણીએ છીએ. આપણે એ પાઇ પટેલથી સહેજ પણ ઓછા નથી !
મહિનો, બે મહિનો કરતાં કરતાં આપણે હવે કાંતો વર્ષો ગણવાનો સમય ના આવે તો સારું. આપણે ય એક એવા મહાસાગરમાં છીએ કે સમજાતું નથી કે આનો કિનારો કઈ તરફ છે અને ક્યારે આવશે ? આપણી પાસે ય આ મહાસાગરમાં ટકી રહેવા ટાંચણા સંસધાનો છે. છતાં આપણે હજુ ય મક્કમ તો છીએ જ. હજુ ય મુશ્કેલીઓ સામે જોઈ માથે હાથ રાખી બેસી રહેવાને બદલે ઉપાયો બાજુ નજર દોડાવી છીએ.
હવે પાંચેક દિવસમાં વેકેશન પૂરું થશે ! 👌 😍
કેવું આકરું વાક્ય લાગે છે. પહેલાં વેકેશન પૂરું થવાનું હોય ત્યારે પેટમાં પતંગિયાં ઊડતાં. ફરી એ ખડખડાટ હાસ્ય અને થોડી થોડવારે રિસાઇને બબડવાના સપના આવવા માંડતા. હવે તો સપનું ય શું આવે ? આજે ઓનલાઈન ક્લાસમાં જયંતી ય જોડાયેલો એમ ? આપણી ય વાર્તા પાઇ પટેલ જેવી બહાદુરીની વાર્તા છે.
શીખવાની સફરમાં જહાજની અંદર એક મુસાફર જ નથી. આપણે સૌ એ જહાજમાં પ્રવેશ કરીશું.. નાની-નાની lifeboat લઈશું અને નીકળી પડીશું શીખવાની આ સફરમાં સૌને સાથ આપવા. આપણા સહ મુસાફરોની પણ આવી જ સ્થિતિ હશે ને ? તેમણે માટે તો આ બમણું કષ્ટ છે.
આપણી સાથે ન રહી શકવાનું તો ખરું જ પરંતુ પોતાની પાસે કહેવા જેવી ઢગલો થઈ ગયેલી વાતોને વહેંચી શકાય તેવા મિત્રો પણ ક્યાં મળે છે ?
ફોન -
વોટ્સ એપ એ બધું તો ઠીક હવે ! વાત કરતાં કરતાં આંખનો ઈશારો કરી ન બોલાયેલા શબ્દો ભાઈબંધને કહેવાની મજા ક્યાંથી લાવવી ?
આવી સ્થિતિમાં ટકી જવાની અને ટકાવી રાખવાની આપણી ભીતરની હોંશ ક્યાંથી લાવીશું ? આપણે પણ નિષ્ક્રિય થયા તો આ કોરોના રૂપી વાઘ આપણી આ મુસાફરીને ભટકાવી દેશે. . આપણા માટે નહીં તો આપણા સહ મુસાફરો માટે થઈને પણ આપણી અંદર “વી કેન ડુ ઈટ” ની જ્યોત જલાવી રાખવી પડશે. ચોતરફ અંધકાર હોય ત્યારે કઈ તરફ જવું એ ન સુજે તે સ્વાભાવિક છે, પરંતુ તમે જે પણ તરફ જશો તે તરફ ગતિમાન થશો એ ધ્યાનમાં રાખી હલેસા મારતા રહીએ અને જહાજને ભલે નથી ગતિમાન કરી શકતા આપણા દરેકની આ નાનકડી લાઈફબોટમાં સમાવી શકાય તેટલા સહ મુસાફરોને ગતિમાન રાખીએ. >
પરસ્પર શીખવા અને શીખવવાની શુભેચ્છાઓ !
No comments:
Post a Comment