June 01, 2021

શિક્ષણહાનિ -: આપણે બચીએ અને બાળકોને પણ બચાવીએ !


શિક્ષણહાનિ -: આપણે બચીએ અને બાળકોને પણ બચાવીએ !


ગત વર્ષે જ્યારે કોરોના કાળની શરૂઆત થઈ ત્યારે આપણ સૌને આ સ્થિતિ અસ્થાયી લાગતી. સૌને હતું કે જાણે કાલે જ સારાવાનાં થઈ જશે. આપણને અને વાલીઓનેએમ હતું કે આવતા મહિનાથી બધુ હતું તેવું થઈ જશે. થોડા સમયાંતરે ખ્યાલ આવ્યો કે શિક્ષણ કાર્ય રાબેતા મુજબ તો આવતા સત્રથી થઈ જશે. હાલની લહેરોની અસરો અને ભવિષ્યની લહેરોની ચર્ચાઓ સાંભળતા તો એક શિક્ષક તરીકે આંચકો અનુભવાય છે. ગભરામણ થાય છે કે શું બાળકોસભરવર્ગખંડો વાળા દ્રશ્ય હવે કલ્પનાઓ જ બની જશે કે શું? ભવિષ્યની શાળાઓ બાળકો સાથે રમવું – ભેટવું – હાથતાળીઓ આપવી – વગેરેના નિષેધ વાળી તો નહીં બની જાય ને?

અત્યારે સ્થિતિ જોતાં તો લાગે છે કે પ્રાથમિક શાળાઓ માટે રાબેતા મુજબ થવું એટલે બાળકોના જીવ સામે જોખમ ઊભું કરવું. એટલે જ સરકારશ્રી પણ તેમની સ્વાસ્થ્ય ટીમ સાથેની ચર્ચાઓ જ્યારે સૌ સામે મૂકે છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને નકારી શકાતી નથી. કેટલાક રોગચાળા વિશેષજ્ઞો તો ત્રીજી લહેરમાં બાળકો માટે વધુ સંક્રમણની વાત કરી રહ્યા છે. જે સૌ માટે એક ચિંતાનો વિષય છે. આવા સમયે આ ફક્ત આશંકા હોય તો પણ કોઈ બાળકોને શાળામાં મોકલી જોખમ લેવાનુંસ્વપ્નેય ન વિચારે! બાળકો માટે સુરક્ષિત માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તંત્ર અને સમાજ બાળકોના સ્વાસ્થ્યને બચાવવા ચિંતીત બન્યા છે. આવા સમયે બાળકોના સૌથી નજીકના સાથી એવા શિક્ષક તરીકે બાળકોની ચિંતા કરવી એ આપણા સૌ માટેની પહેલી ફરજ છે.

શાળાઓ જ્યારે રાબેતા મુજબ ચાલતી ત્યારે મધ્યાહન ભોજન હોય કે આયર્નની ટેબ્લેટ, કૃમિની વાત હોય કે કોઈ રસીકરણ પ્રોગ્રામ – આ બધા વડે શાળામાં શિક્ષણ સાથે સાથે બાળકના  બાળકોના સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે તે સંદેશ હતો. કોરોના કાળે બધી જ સ્થિતિને ઊલટસુલટ કરી નાખી. બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ બે મહત્વના મુદ્દામાં હવે સ્વાસ્થ્ય અંગે સરકાર અને સમાજ ચિંતીત બન્યો છે; ત્યારે હજુ પણ આવનારી આવી જ સ્થિતિમાં બાળકોના શિક્ષણ અંગે આપણે સૌએ અત્યારથી જ ચિંતીત બનવું પડશે. શાળાઓ ખૂલવાની છે એવું કહેવામાં આવે ત્યારે ટીવી અને મોબાઇલની સ્ક્રીન ખૂલશે એ જ માનવું રહ્યું. કાલે સૌ સારું થઈ જશે જેવો પોઝિટિવ વિચાર સારી બાબત છે, પરંતુ જ્યારે બાળકોના શિક્ષણ માટેની ચિંતા સાથેના આગોતરા આયોજનની વાત આવે ત્યારે સ્થિતિ સુધરતાં વાર લાગશે તે વિચારીને જ તૈયારીઓ શરૂ દેવાનો આ સમય છે. આવનાર સમયમાં બાળકોના શિક્ષણ કાર્ય માટેની તૈયારીના ભાગ રૂપે શિક્ષક તરીકે ટેકનોલોજી સાથે અને સામે રહી શિક્ષણ કાર્ય કરવાનું થાય કે પછી બાળકના ઘરે રૂબરૂ શૈક્ષણિક કાર્ય કરવા માટે જવાનું થાય ત્યારે આપણે સૌએ કેટલાક આયોજન બદલવા કે સુધારવા પડશે.. જેમકે ..

·                👉    આખા વર્ગને નહીં, પ્રત્યેક બાળકને ધ્યાનમાં રાખવા. 

👉 શીખવવા કરતાં તેઓ શીખે એવી પ્રવૃતિઓવિચારવી.

👉 ચોપડીની પ્રવૃતિઓ શાળાને ધ્યાનમાં રાખી તૈયાર થઈ છે તેને ઘરના વાતાવરણ અનુરૂપ બનાવવી.

👉 વર્ગના તમામ બાળકોને સરખો સમય આપી શકાય તે આયોજન કરવું.

👉 બાળકો સાથે સંવાદ કરવાના જુદાજુદાટૉપિક તૈયાર રાખવા. 

સામાન્ય રીતે આપણે જેને ઓનલાઈન શિક્ષણ કહી છીએ – તેના પાયાના પ્રયાસો તમે આ શીખવા માટેની જગ્યાઓ નહીં, પ્રક્રિયાઓ હોય છે.લિન્ક પર જઈ જોઈ શકો.. અને હા..આમાં, બીજી કઈ વાતો ધ્યાનમાં રાખવી તે જણાવજો.

આપણ સૌને ખબર કે દરેક આપત્તિ સામે જાનહાનિ જેમ જ શાળાઓએ  બાળકોની શિક્ષણહાનિ ન થાય એ જોવું રહ્યું. તો જ વધુ અને સારું કરી શકીશું.

બાળકથી શાળા છૂટી જશે તો કાલે સંધાશે, પરંતુ શાળાથી દૂર રહીને બાળકનું શીખવાનું ન છૂટી જાય એ માટેમથતાં રહેવું  એ જ કોરોના કાળમાં મોટું  શિક્ષણકાર્ય છે.



No comments: