શીખવા માટેની જગ્યાઓ નહીં, પ્રક્રિયાઓ હોય છે.
અત્યારના આ સમયમાં આપણાં મનમાં એક સામાન્ય લાગણી જે ઊછળી રહી છે અને એ છે કે આ થેંકલેસ જોબ છે
વર્ગખંડ હતો, તેમાં વાતો હતી, લડાઇઓ હતી, સમજ હતી તો ગેરસમજ હતી, હાસ્ય હતા અને રુદન પણ. ગળે મળી જવાની ઘટનાઓ હતી તો સામે રિસાઈ જવાની પણ. કિટ્ટા અને બુચ્ચા સાથે સાથે વહેતા હતા. વર્ગમાં એ દ્રશ્યો સામે રહેતા. કોઈ કહે ના કહે, કોઈ પીઠ થાબડે કે ના થાબડે.. આપણી એ મોજનો દરિયો ઉછળતો રહેતો. અચાનક સંકજામાં એવા ફસાયા છીએ કે આપણને આપણાથી જ સંતોષ નથી. પહેલા કરતાં વધુ સમય આપ્યા પછી ય કોઈક પૂછે કે કેમ છે ? તો તરત જ મુશ્કેલીઓનું મેનૂ હોઠવગું થઈ ગયું છે. છેલ્લા ત્રણેક માસના અમારા અનુભવો પણ આવા મિશ્રિત રહ્યા છે. આજે જુદા જુદા પ્રયત્નોને ફરી જોઈએ તો સમજાય છે કે આ રીતે ધીમે ધીમે આપણામાં ન્યુ નોર્મલ ગોઠવાઈ જશે. ઓનલાઈન (આ સંદર્ભે અગાઉનો આ ( ઓન હોય કે ઓફ હોય ) લેખ જોઈ જશો તો આ વાત જલદી સમજાશે.) શિક્ષણ એટલે ટેકનોલોજી નહીં પણ જુદી રીતે ઉપયોગ થઈ રહેલી પેડાગોજી. વર્ગમાં શું કરતાં હતા - જે હવે આપણે વર્ચ્યુઅલી કરવાનો પ્રયાસ કરીએ છીએ.
સમજીએ એક્ચ્યુઅલ vs
વર્ચ્યુઅલ
એક્ચ્યુઅલ ક્લાસ (વર્ગખંડ) |
વર્ચ્યુઅલ ક્લાસ (વાલીખંડ) |
è
સંકલ્પનાના
સ્પષ્ટીકરણ માટે પ્રશ્નો, જૂથ ચર્ચા અથવા શિક્ષક વડે નિદર્શન |
è
દરરોજ ચોક્કસ
સમયે વિદ્યાર્થીઓ સુધી વોટ્સેપના માધ્યમથી પ્રશ્નો/ટાસ્ક મોકલવા. è
એ પ્રશ્નો/ટાસ્ક માટે
તેઓ પુસ્તક વાંચે, વાલીઓને પૂછે અથવા જાતે વિચારી શકે. è
તે પ્રશ્નો/ટાસ્ક
બાળકો સુધી પહોંચતા પહેલા શિક્ષકોના ગ્રૂપમાં મુકાય તેમાં ક્વોલિટી સૂચનો મળે,
એડિટિંગ થાય. વિડિયો લિન્ક અને ફોટો ઉમેરાય. è
૧. આમાં દરરોજ
સવારે માઈક્રોસોફ્ટ ટીમ વડે જોડાતા બાળકોને બોર્ડ વર્ક અને સીધી વાતચીતનો મોકો મળે. è
૨.દૂરદર્શન જોતાં બાળકોને ટૉપિક સમજવા માટેની પ્રાથમિક માહિતી મળી
જાય. |
è
શિક્ષક વડે શરૂ
કરાયેલા મુદ્દા પર પોતાની સમજ કહે, લખે અથવા કોઈ ક્રિયા કરે. |
è
મોકલાયેલાં
પ્રશ્નો/ક્રિયાઓની સૂચનાઓનો અમલ કરે અને તે પોતાના વર્ગશિક્ષકને મોકલી આપે. |
è
વિદ્યાર્થીઓના
પ્રતિભાવો વિષે સમૂહમાં ચર્ચા થાય. |
è
વર્ગશિક્ષકને
મળેલા બાળકોના પ્રતિભાવો ફરી ગ્રૂપમાં ભેગા થાય. તે જોઈ વિષય શિક્ષક વોઇસ મેસેજ/
લખાણ વડે નિષ્કર્ષ આપે. તે પાછું તે બાળકને મોકલી અપાય. è
એમાં મોટાભાગના વિધ્યાર્થીઓને ના સમજાયું હોય તે
બાબતોને ધોરણવાર ગ્રૂપમાં ફરી વોઇસ મેસેજ કે લખાણ વડે ફરી કહેવાય. |
è
મહાવરો કરવા અને
જાતે કરી જોવાની પ્રવૃતિઓ અપાય. |
è
જે તે ટૉપિકની
સંકલ્પના પછી તેમને જાતે કરી શકાય તેવા કામ સોંપાય. જેમાં સ્વાધ્યાય લખવાથી
માંડી ઘરમાં પૂછપરછ કરી તૈયાર
થાય તેવા પ્રોજેક્ટ અપાય. |
è
વિદ્યાર્થીઓએ કરેલા કાર્યને વર્ગમાં કે શાળામાં ડિસ્પ્લે કરવામાં આવે. |
è
તેમના કાર્યને
ધોરણવાર ગ્રૂપમાં, ફેસબુક, અમારા સ્ટેટસમાં ડિસ્પ્લે કરાય. |
è
મૂલ્યાંકન થાય.
એકમ કસોટી ઉપરાંત આપણી રીતે
– જેમાં રોજ રોજ તેના વાણી, વર્તન અને ઉત્સાહમાં થતાં ફેરફારો પણ સતત નોંધ થતી
હોય તેના વડે. |
è
એકમ કસોટી ઉપરાંત
– માઈક્રોસોફ્ટ ફોર્મમાં બનાવેલી ક્વિજ વડે જેમાં તેઓ સબમિટ કરે એટલે તેમના ખોટા પડેલા જવાબોની સામે સાચો જવાબ શું આવે
તે જોવા મળે. |
હવે આ આખી પ્રોસેસમાં શિક્ષક વડે રોજે રોજ થતી નાની નાની નોંધ ખૂબ અગત્યની બની જાય
છે. જેમ કે દરેક વર્ગશિક્ષકના ફોનમાં બાળકોના ફોન નંબર તેમના હાજરી પત્રકના ક્રમ
સાથે સેવ કરેલા છે. એટલે જ્યારે તેને ફોન કરે ત્યારે તેની નોંધ દૈનિક નોંધપોથીમાં
તે ક્રમ સાથે કરે – તેની સાથે થયેલી વાતચીતને કોડ લેંગ્વેજ (અમે અમારી રીતે
વિકસાવી લીધી છે. જેમ અકુપારમાં ડોરોથી અને ધાનું વચ્ચે “પ્રોબ્લેમ અને નો
પ્રોબ્લેમ” થી કામ ચાલી જતું એમ અમારે “ઓકે અને નોટ ઓકે” થી ચાલી જાય છે.) એ
લખાણને અઠવાડિયે જોઈએ તો સમજાય કે કોણ હજુ છૂટી જાય છે ? સાથે જ રૂબરૂ સંપર્ક કોનો
કરવો પડશે તેનો ખ્યાલ પણ મળી જાય.
ટૂંકમાં
માત્ર ઓનલાઇન એટલે વિડીયો વડે તેમના ઘરમાં જતાં રહેવાને બદલે પ્રયત્ન છે કે – તેઓ જ્યાં
છે, જેવા પણ સંસાધનો સાથે છે (અથવા સંસાધનો વિહીન છે.) તેમને શીખવા માટેના અનુભવો
આપતા રહેવા. હજુ શોધ ચાલુ છે કે બધી પ્રક્રિયાઓ પછી પણ જે આનંદ હતો એ ક્યાંથી
લાવીશું ?
No comments:
Post a Comment