“બાયોસ્કોપ”
જયારે પાંચ વર્ષ
પૂર્ણ કરી ચુક્યું છે ત્યારે..
મિત્રો,
સૌથી પહેલાં તો આપને “ગુજરાત સ્થાપનાદિન” એટલે કે ગૌરવદિનની શુભેચ્છાઓ
એક પ્રાથિમક શાળા એટલે શું ? શીખવા ભેગા થયેલા વ્યક્તિઓ માટે બનેલી એક જગ્યા ! વ્યક્તિઓ બધા સજીવ છે-ધબકતા ! એમાં પસાર થતો દરેક દિવસ જુદો છે – કોઈ બીબું કામ નથી લાગતું ! એક જ સમયપત્રક હોવા છતાં રોજ અનુભવો જુદા છે- બધા રંગી-બધા સ્વાદી ! કોઈ અનુભવો મધને ફિક્કું ગણાવે તેવા મીઠા તો વળી ક્યાંક ખાટા આંબલી જેવા – થોડોક સમય દાંતે વળગેલા રહે તેવા ! કોઈક અનુભવ વળી તૂરો હોય – કોઈ પલ્લે ના બેસે ! ક્યાંક પાટિયા પર થયેલું સફેદ ચિતરામણ - તો ક્યાંક વિવિધ રંગોની રંગોળી ! રમતના મેદાને કોણી-ઢીચણ છોલીને આંખમાં આંસુ રોકી રાખતી આંખો તો એના પર ફૂંક મારી દવા કરતા હોઠ ! કોઈક ચોટલીની ખેંચાખેંચ ને ક્યાંક તું ફિકર ના કરીશ કહેવા મરાતી માથામાં ટપલી ! ક્યાંક ઝગડ્યા તો ગુસ્સામાં ગુબ્બો અને બીજી જ પળે હું છું ને એમ કહેવા એ વાંસામાં ધબ્બો !શાળાની આવી જ ખાટી-મીઠી યાદોને આલેખતું આપણું આ બાયોસ્કોપ તેના ૬૦ અંક પૂરા કરી ચુક્યું !
૨૦૧૦ માં જયારે ગુજરાત તેના એકા-વનમાં પ્રવેશતું હતું ! ગુજરાતની એ સ્વર્ણિમ પળે અમારા અનુભવ આલેખન માટે કરેલી મથામણ યાદ છે ! કેટલાક અંગત મિત્રો અને જાહેર સરકારી ઈ-મેઈલ પર મોકલેલું એ પહેલું બાયોસ્કોપ અને આજે ૨૫૦૦ જેટલા સબસ્ક્રાઈબર ! રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયથી લેખિત અભિનંદન થી તે સમયના મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શિક્ષકદિને લીધેલી નોધ – તો સુરતના એક કેમિસ્ટનો શિક્ષણ અંગેનો પોતાનો પ્રતિભાવ ! વિદેશમાં બેઠેલા ગુજરાતીના ઈ-મેઈલ અને ફોન કોલ ! શિક્ષણ વ્યવસ્થાના મિત્રોએ પોતે કરેલી મથામણનું શેરીંગ ! બધું આ એક પ્લેટફોર્મ પર મળ્યું ! સૌથી વધુ ફાયદો તો શાળાના સંવાહકો તરીકે અમને – જેમને બાયોસ્કોપ રૂપે પોતાની ગતિ અને તેની દિશા ઓળખવા માટેનો લેખિત અહેવાલ મળી આવ્યો !
આ ૬૧માં અંક સાથે તમને મળીએ છીએ તો કેટલીક અપેક્ષાઓ જાગે છે ! આપ આ મેગેઝીન વાંચી રહ્યા છો – એ જ દર્શાવે છે કે આપ શિક્ષણમાં રસ ધરાવો છો ! આપની પાસે બધાને વહેચવા જેવી વિગતો હશે જ ! શું દરેક માસે એનો ગુલાલ આપણા આ ગ્રુપમાં ના કરી શકો ? જેમ અમે ૬૦ અંકની ઉજવણીના
આ વિડીયોને આપની સાથે ગુલાલ કરીએ છીએ. વિડીયોને માણવા માટે ક્લિક કરો
શું
કરીએ કે
આ “વિચાર
વલોણું” જીવંત
રહે – શ્રેષ્ઠ શાળાથી
શ્રેષ્ઠ સમાજ
અને શ્રેષ્ઠ
સમાજથી શ્રેષ્ઠ
રાષ્ટ્રના નિર્માણ
માટે ???
2 comments:
Hello sir,this is first time here but I am feel very happy to see uor school blog.many many congratulations for really really superb work.i want bio scope e copy .my id is trivedijignesh551@gmail.com
GRAET WORK..
BEST EVER SCHOOL IN GUJRAT..
ALL THE BEST.
kjparmar.
Post a Comment