May 28, 2015

યોગ અને શાળા !!


"યોગ" અને "શાળા"
મિત્રો, હવે ૨૧ જુન એટલે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’.
યોગ એટલે શું ? યોગનું આપણા સ્વાસ્થ્ય માટે મહત્વ વગેરે વગેરે…. લખાણ વાળા બોરીંગ લેખ [બોરીંગ એટલા માટે કેમ કે આપણે જે વાત જાણતા હોઈએ – સમજતાં પણ હોઈએ તે જ વાતો આપણને કોઈ સંભળાવે તેનાથી મોટું બોરીંગ કઈ ખરું?....]  વડે અમે આપની સહનશીલતાની કસોટી કરવા નથી માંગતા. કારણ કે યોગના મહત્વ વિશે કાંઈ કહેવું તે તો જાણે સૂર્યની ઓળખ કરાવવા જેવું છે. અને અમારી એટલી ક્ષમતા પણ નથી. અમારું કાર્યક્ષેત્ર જયારે બાળકો સાથે જ જોડાયેલું છે ત્યારે બાળક જેવું જ બાળક માટેનું જ વિચારવું.  એટલે જ જ્યારે શાળા કક્ષાએ કોઈ પણ કાર્યક્રમ કરવા માટેનો લેખિત આદેશ આવે ત્યારે પણ અમારો તેના ગહન અભ્યાસ પાછળનો ઉદેશ્ય બાળકોને કેવી રીતે આમાં જોડી  શકાય અને બાળકોને આના ધ્વારા કઈ સ્કીલ વિકસાવી શકાશે તે માટેનો જ હોય છે. આજનો આ લેખ આપની સાથે શેર કરવાનું કારણ પણ એ જ છે !
 જયારે શાળામાં યોગની વાત આવે ત્યારે બાળકો યોગને ગહનતાથી જાણે અને અસરકારક રીતે માણે. યોગ એક એવી પ્રક્રિયા છે  કે જેનું મહત્વ જાણે છે બધા જ ! પણ જો દસ વ્યક્તિને પ્રશ્ન પૂછો કે, તમે ‘યોગ’ કરો છો ? તેમાંના કેટલાનો જવાબ ‘હા’ માં મળશે તે મારે કહેવાની જરૂર નથી. શાળા કક્ષાએ જ્યારે બાળકોને યોગ કરાવવા માટેની વાત આવે ત્યારે ગંભીરતા એટલા માટે વધી જાય છે કે, જો યોગના ફાયદા આપણે જાણીએ છીએ છતાં પણ દસમાંથી આઠનો જવાબ ‘ના’ હોય, તો આપણે એવા બાળકોને યોગિક ક્રિયાઓ કરાવવાની છે જેમના માટે યોગ એટલે શારીરિક પ્રક્રિયાથી વિશેષ કંઈ જ નથી ! ત્યારે તમને પણ શાળામાં યોગના અમલીકરણની ગંભીરતા સમજાશે. પરંતુ ગભરાશો નહિ દર વખતે જેમ અમારો ઉદેશ્ય હોય છે કે અમલીકરણનું સરળીકરણ કરો પણ outcomes સાથે કોઈ બાંધછોડ નહિ. 
જેના અમલીકરણમાં બાળક યોગને જાણે પણ ખરો અને યોગને માણે પણ ખરો ! મિત્રો યોગ શાળામાં શા માટે ? એવો જ્યારે કેટલાંક મિત્રો પ્રશ્ન કરતાં હોય છે ત્યારે નવાઈ લાગે છે. વાત બાળકોની સમજ શક્તિની હોય કે શ્રવણ શક્તિની , લેખન ક્ષમતાની હોય કે લર્નિંગ ક્ષમતાની.. કાંડાની કસરત ધ્વારા લખાણનું મરોડ કે પછી નેત્રમણીના પરિભ્રમણ વડે બાળકોની વાંચન ક્ષમતાની શિથીલતાને દૂર કરો... પાંચ મીનીટનો યોગ્ય યોગ પાંચ કલાકની સ્ફૂર્તિ આપશે.. એનો સીધો અર્થ એ જ થાય છે કે મોર્નિંગ એસેમ્બલીની યોગિક ક્રિયા આખો દિવસ આપણા વર્ગખંડના વાતાવરણને સ્ફૂર્તિલું બનાવી રાખશે.  દરેકમાં યોગ આપણો સહાયક-સાથી સાબિત થશે. યોગ એટલે ફકતને ફક્ત શારીરિક અને માનસિક ચુસ્તી અને સ્ફૂર્તિ જ નહિ પરંતુ બાળકોના માનસિક વિકાસ સાથે સીધી રીતે જોડાયેલ છે. શાળાઓમાં બાળકો નિયમિતપણે  યોગિક ક્રિયા કરે અને તે પણ સમય મર્યાદામાં...  
નવાનદીસર શાળામાં થતી યોગિક ક્રિયાઓ
 બાળકો ધ્વારા જ કરાવી શકાય તેવી  નવાનદીસર શાળામાં થતી યોગિક ક્રિયાઓની PDF ફાઈલો ડાઉનલોડ કરો 
ÞÞÞ
Þ નવાનદીસર શાળામાં બાળકો ધ્વારા જ થતી યોગિક ક્રિયાઓના વિડીયો જૂઓ Þ

બધા જ યોગ વિડીયો એક સાથે > બાળકોની યોગીક ક્રિયાઓ 

2 comments:

Unknown said...

સાચું કહું તો નવા nadisar શિક્ષકો માટે દીવાદાંડી સમાન બની રહી છે .દરેક શિક્ષક અને વિદ્યાર્થી ની સપના ની શાળા છે નવા નદીસર.Rc patel ની વિચારવા ની શૈલી દરેક શિક્ષક મા વિક્સે તો ગુજરાત નો વિદ્યાર્થી ક્યાંય પાછો ન પડે .


અને હા આ kachhua વાળા ની જેમ બ્લોગ ને business નુ માધ્યમ ન બનવા દેશો .શિક્ષણ ને સેવા જ રહેવા દો ..ધંધો ન બનાવશો

Unknown said...

ખરેખર સુંદર કાર્ય