May 02, 2015

“અભ્યર્થના સમારોહ”


અભ્યર્થના સમારોહ”

             “અભ્યર્થના સમારોહ” - આમ તો શાળા છોડીને આગળ અભ્યાસ અર્થે જઈ રહેલા ધોરણ આઠના વિધાર્થીઓના વિદાયની  દુઃખદ પળો સાથે જોડાયેલ છે.  પરંતુ અમને આનંદ એ વાતનો  હોય છે કે અમે તૈયાર કરેલા પાયા ઉપર હવેના સમયમાં  ભવ્ય શૈક્ષણિક ઈમારત ચણાવા જઈ રહી છે. આ પળ પહેલાં અગાઉની આઠ વર્ષોની પળોમાં અમે આ વિધાર્થીઓના શૈક્ષણિક – સ્વાભાવિક – સામાજિકતા રૂપી પાયાના ઘડતરમાં કેટલું મજબૂતી ભર્યું કેવું ફીનીશીંગ વાળું માર્ગદર્શન પૂરું પાડ્યું છે - તેની સાચી કસોટી તો હવે થશે. જેના માટે અમે પણ એટલા જ એક્સાઈટીંગ હોઈએ છીએ. અત્રેના ગામ કે શાળાના પર્યાવરણની જો વાત કરીએ તો આઠમું છોડી જનારો વિધાર્થી અહીથી ફકતને ફક્ત ચોપડે જ કમી થતો હોય છે. કારણ કે શિક્ષકો ધ્વારા ગામમાંના સવાર કે સાંજના વાલી સંપર્ક સમયે ઉચ્ચ અભ્યાસ કરતાં વિધાર્થીઓ પણ સામેથી અમને મળી પોતાની શિક્ષણ/સમાજ/કુટુંબ સહિતની તમામ વાતો/મૂંઝવણો શેર કરતાં હોય છે, અને આ જ બતાવે છે કે વિધાર્થીઓ પણ શાળા કે શિક્ષકને વિદાય કહેતાં નથી. ત્યારે શાળાને વિધાર્થીઓની વિદાયનો વિચાર પણ દૂર દૂર સુધી સપનામાં ફરકે તે તો કેવી રીતે માન્યામાં આવે ?? અમે આ અભ્યર્થના સમારોહ ધ્વારા વાલીઓને પણ એ જ જણાવવાં માગીએ છીએ કે અમારી અને આપના આ બાળકની આઠ વર્ષની મહેનતનો શૈક્ષણિક પાયો ભવ્ય ઈમારત માટે નિર્માણ પામ્યો છે. તેને નાની-નાની સમસ્યાઓના ભોગે અટકાવી અમારી અને આપના આ બાળકની આઠ વર્ષની મહેનતને મજુરીમાં ન ફેરવી નાખશો. આ સમારોહ ધ્વારા શાળા પરિવારની વાલીમિત્રોને અઘોષિત એ સાંત્વના હોય છે કે આ વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે અવરોધરૂપ દરેક પરિસ્થિતિનો સામનો કરવા અમે પણ તમારી સાથે જ છીએ, અને તે પણ ખભેખભા મિલાવીને !!






















1 comment:

KJPARMAR said...

खुब ज सरस कार्यक्रम अने विदाय समारोह ने बदले अभ्यर्थना समारोह...गुजरात ना शिक्षण जगत मां एक नवी केडी कंडारी रही छे. मस्ती की पाठशाला...
मने पण एम थाय के हुं पण आ मस्ती की पाठशाला मां भणवा आवी जाउं.