ये राह नहीं आसां.....!
લગભગ બધા
વર્ગોમાં પુનરાવર્તન કાર્ય થઇ રહ્યું છે. પાંચમા ધોરણમાં તેમને
ગાય વિષે કૈક લખવાનું કહ્યું...તો બધાએ એક સરખું લાગે તેવા વાક્યોમાં જ લખ્યું...અને બધા વાક્યો ‘ગાય’ શબ્દ થી જ શરૂ થાય ! જો કે ભાષા હિન્દી હોય તો તેઓ પોતાના બે વિચારો જોડીને લખે
તેવું અભિપ્રેત તો નહોતું પણ-બીજે દિવસે કૈક નવું અજમાવી જોવાનો વિચાર કર્યો.....
વર્ગમાં જઈ જે સંવાદ રચાયો તે હુબહુ તો નહિ, પણ કૈક આવો હતો :
હવે થાય છે હું કયારે આ બાળકોને છૂટો છૂટો એક એક હિન્દી
મૂળાક્ષર શીખવાડત અને કયારે તેઓ મૌલિક રીતે લખતા થયા હોત ? હવે ચાવી તો મળી છે....
જોઈએ કેટલા તાળા ખુલે છે ???
|
November 01, 2012
ये राह नहीं आसां.....!
September 30, 2012
ચાલો,જમીનને જાણીએ...
અરે! મને કોઈ કહેશે કે આ ઢેફામાં પાણી ક્યાં સમાયેલું છે ?
બાળક
હંમેશાં તેની આસપાસના પર્યાવરણમાંથી અને તેની આસપાસના વ્યક્તિઓ પાસેથી શીખતો રહે
છે... મિત્રો..શાળા બહાર સમાજ પાસેથી બાળક ઘણું બધું શીખે છે અથવા તો એમ કહી શકાય
કે શાળા બહાર સમાજ બાળકને ઘણું શીખવે છે, પરંતુ આ રીતે આસપાસમાંથી મેળવેલ શિક્ષણને
વ્યવસ્થિત અથવા કહીએ તો ક્રમાંકમાં કરવાનું કામ અને પૂર્તતા કરવાનું કામ આપણું
એટલે કે શાળાઓનું છે. કારણ કે સમાજને બાળકના શિક્ષણની ક્ર્મીકતાનો ખ્યાલ હોતો
નથી... જેમ કે ઘરે જયારે વાલી બાળકને
દુકાને કોઈ વસ્તુ લેવા માટે મોકલે
છે,ત્યારે બાળકને સમજાવે છે કે ૩ રૂપિયાની ૨૫૦ ગ્રામ મોરસ આવશે..જા...લઇ આવ.અને
બીજી વખત વાલી બાળકને કહે કે ૧૫ રૂપિયાની ૧ કિલોગ્રામ અને ૨૫૦ગ્રામ મોરસ આવશે જા લઇ આવ....આવા કિસ્સાઓમાં
બાળક ૩ રૂપિયા અને ૨૫૦ ગ્રામ વચ્ચેનો સંબંધ જાણશે.....૧૫ રૂપિયા અને ૧ કિલોગ્રામ
૨૫૦ ગ્રામ વચ્ચેનો સંબંધ જાણશે પરંતુ ૩ માંથી ૧૫ થયા તો ૨૫૦ ગ્રામ માંથી ૧
કિલોગ્રામ અને ૨૫૦ ગ્રામ કેવી રીતે થઇ ગયા તે બાબતથી તે અજાણ હશે, ત્યારે આવી
ક્રમીકતા અથવા તો પૂર્તતા કરવાનું કામ આપણું છે, મિત્રો આપણે જોઈએ છીએ કે આપણા
દરેક ધોરણોમાં ઘણા એકમો એવા સામાન્ય હોય છે કે તેમાં આપણને થાય કે અરે ! આમાં શું
શીખવવાનું...આ તો આ બાળકોને ખબર જ હોય ને !!! આવું તો તેમની જાણમાં હોય જ ને...!!!
બાળકો પણ કહે કે અરે આ તો હું જાણું છું...જેમ કે ઉચ્ચાલનના પ્રકારની જાણકારી
આપતાં પહેલાં જો તમે બાળકોને પૂછો કે ચાની ભરેલી તપેલીને ઊંચકવા આપણે સાણસીનો
ઉપયોગ કેમ કરીએ છીએ...?? તો બાળકો તરત જ જવાબ આપશે કે સહેલાઈથી ઊંચકી શકાય તે
માટે... એટલે કે બાળક આટલે સુધી તો જાણે જ છે...એનો અર્થ એ થયો કે સમાજે/આસપાસના
પર્યાવરણે તેને આટલું તો શીખવ્યું છે/શીખ્યો છે.પરંતુ જો તમે બાળકોને પૂરક બીજો
પ્રશ્ન કરશો કે સાણસીથી તપેલી સહેલાઈથી કેમ ઊંચકી શકાય
છે...?..ત્યારે..???ત્યારે તે વિશેની માહિતીની પૂર્તતા કરી બાળકને સંપૂર્ણ
માહિતી-સભર કરવાનું કામ શાળાએ કરવાનું છે. બાળકોને આવી જ માહિતી આપતો એક એકમ “જમીનને જાણીએ”
ની જયારે મેં શરૂઆત કરતાં પ્રશ્ન પૂછ્યો કે જમીન શાની બનેલી છે??? ત્યારે તમામ
બાળકોએ બસ આ જ રીતે બૂમાબૂમ કરી મૂકી કે “અરે...આ તો હું જાણું છું...આ તો બધું
મને આવડે છે..” પંરતુ બાળકોને જયારે મેં કહ્યું કે આ માટીના ઢેફામાં પાણી છે,મને
કોણ બતાવશે ત્યારે બાળકોના ચહેરા કેવા નવાઈ-યુક્ત હતા, જોવા હોય તો ચાલો
જોઈએ...
![]() |
| ખોદકામ કરતાં .... |
![]() |
| ઢેફાંનો ભૂકો કરતાં... |



![]() |
| જમીનના નમૂનાને ઘઉંની ચાળણી -લોટની ચાળણી-કાપડ વડે ચાળીને નીકળેલ નમૂનાઓ ... |

![]() |
| નમૂનાઓનું નિરિક્ષણ કરી નોંધ કરતાં બાળકો .. |

![]() |
| ઢેફામાં [જમીનમાં] પાણી સમાયેલું છે કે નહિ ?? તે જોવા માટેના પ્રયોગ માં બાળકો...એકાદ કલાક બાદ નીચે મુજબ... |




આમાં ઉમરો થાય તેવું આપની શાળાના વર્ગખંડમાં/કેમ્પસમાં થયું હોય તો અમને ચોક્કસ સૂચવશો....જેથી અમારા બાળકોને અને આ બ્લોગ રૂપી નવાનદીસરના ઈ-કેમ્પસ ધ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાના બાળકોને જાણવા તથા શીખવા મળે...
September 23, 2012
બાળકોમાં "વાંચન" નો મહાવરો - કેવી રીતે ???
Q વાંચન....&..?..&..?...&...?....&..?...&....Q
વાંચન એટલે શું...?
તેની વ્યાખ્યા શું આપણે જાણીએ છીએ... સામાન્ય રીતે વાંચનનો અર્થ આપણે એવો કરીએ છીએ
કે કોઈ ભાષાના મૂળાક્ષરો/શબ્દો/વાક્યો સાથે ઓળખાણ. બાળક જે તે ભાષાના
મૂળાક્ષરો/શબ્દો/વાક્યોને જાણી વાંચી શકે તો તે બાળક વાંચી શકે છે તેવું આપણે
સામાન્યપણે માનીએ છીએ. વાંચનને જો સ્તર મૂજબના ભાગમાં વહેચવામાં આવે તો નીચે
મુજબના ભાગમાં વહેંચી શકાય
ø તૂટક વાંચન............જેમાં બાળકો વાક્યને પણ મૂળાક્ષરો બનાવીને જ વાંચે....
ø સ્પષ્ટ
ઉચ્ચારો સાથેનું આરોહ-અવરોહ યુકત વાંચન ....જેમાં સ્પષ્ટ ઉચ્ચારો સાથે બાળકો યોગ્ય જગ્યાએ અટકી
વાક્યોનું વાંચન કરે છે.
ø સમજ
પૂર્વકનું વાંચન.......જેમાં બાળકો વાંચનમાં આવતા શબ્દોના અર્થને જાણી સ્પષ્ટ
ઉચ્ચારો સાથે અરોહ-અવરોહ યુક્ત વાંચન કરે છે..
આપણે
જાણીએ છીએ કે બાળકમાં ત્રણ કૌશલ્યોના વિકાસ માટે આપણે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ...વાંચન.....ગણન.....લેખન......સૌ માનીએ છીએ કે
બાળકોમાં વાંચન કૌશલ્યનો વિકાસ કરવા માટે બાળક પાસે વારંવાર વાંચન કરાવવું એ સારો
ઉપાય છે,પંરતુ તેમાં એક વસ્તુ ઉમેરવાની રહી જાય છે કે બાળક પાસે વાંચનમાં પારંગત(!)
વ્યક્તિની હાજરીમાં જ વારંવાર મહાવરો કરાવવો. વાંચન દરમ્યાન બાળક જે ભૂલો કરે છે
તેની ભૂલને તરત જ તે જાણી અને સુધારી શકે તેવી પરિસ્થિતિમાં જ બાળક વાંચન કરે/મહાવરો કરે તે
અતિ મહત્વનું છે..કારણ કે આનાથી વિપરીત પરિસ્થિતિમાં જયારે બાળક વાંચન કરતો હોય છે, ત્યારે
વાંચનના મહાવરાની સાથે સાથે તે તેના
વાંચનમાં થતી ભૂલોનો પણ મહાવરો અજાણતાં કરતો હોય છે કારણ કે ભૂલ કરનાર બાળક પોતે
જાણતો હોતો જ નથી કે તે “ટ” ને “ડ” અથવા તો “ટી” ને “ટો” વાંચે છે, અને પરિણામે આવી
ભૂલોનો પણ મહાવરો થાય છે.માટે વાંચન એક એવી પ્રક્રિયા છે કે લેખન અને ગણનની જેમ દસ્તાવેજીક હોતા નથી કે
જેને તમે તમારી ફૂરસદે તપાસી સાચું-ખોટું પૂરવાર કરી સુધારી શકો...બાળકની વાંચન
શીખવાની પ્રક્રિયા દરમ્યાન બાળક પર સતત ધ્યાન રાખવું આપણા માટે જેટલી મહેનતનું કામ
છે, તેના કરતાં પણ
વધુ મહત્વનું કામ છે. કારણ કે માર્ગદર્શકની બેદરકારી અથવા
તો માર્ગદર્શનના અભાવે બાળકના મગજમાં “ટ” નું ચિત્ર “ડ” તરીકે અંકિત થઇ ગયું તો
તેને ભૂંસવા માટે મહા-જોર લગાવવું પડશે...અને આપણે એકની જગ્યાએ બે કામ કરવા પડશે...એટલે કે પહેલું
કામ બાળકમાં અંકિત થયેલ “ટ” તરીકેના “ડ” ના ચિત્રને ભૂસવાનું અને તેને પછી પાછું “ટ”
ના ચિત્રને યોગ્ય જગ્યાએ અંકિત કરવાનું... અને આમ આપણી અડધોઅડધ
શક્તિ ફક્તને ફક્ત ભૂંસવામાં ન વપરાય તે માટે આપણે બાળકની વાંચન પ્રક્રિયાની
શરૂઆતથી જ સચોટ માર્ગદર્શન સાથે સતત બાજ નજર રાખવી પડશે...આવો માણીએ વાંચન
વિશે વધુ માહિતી આપતી અમારી નીચેની પોસ્ટોને.....
Subscribe to:
Posts (Atom)



















