March 04, 2020

બાળકોની શીખવાની એક રીત આ પણ હોઈ શકે ?!



બાળકોની શીખવાની એક રીત આ પણ હોઈ શકે ?!
બાળકો ને બોલતાં કોણ ક્યારે અને કેવીરીતે શીખવે છે ? જવાબ શોધવા ઝીણવટથી વિચારીએ ત્યારે નવાઈ પમાડે તેવો જવાબ મળશેસમાજ
          બાળકના કાનમાં ભાષા નાખવાનું કામ તેનો પરિવાર કરતું હોય છે. જન્મતાં વેંત લુ લુ .. થી શરુ કરી બેટા બા બોલ જો બા.. સુધીની સફરમાં બાળકમાં ભાષા ઇન્સ્ટોલ થતી હોય છે. આને જો મજાથી ટેકનોલોજીની દ્રષ્ટીએ બાળકને એક કોમ્પ્યુટર તરીકે ગણીએ તો સમયગાળામાં કાન એટલે કે શ્રવણ ધ્વારા ઈનપુટ અપાતું હોય છે અને જીભ ધ્વારા આઉટ્પુટ ની અપેક્ષા રખાય છે
બાળક જયારે પહેલા ધોરણમાં આવે છે ત્યારે તે પછી તેને સાંભળેલા શબ્દોમાં કયા મૂળાક્ષરો સમાયેલા છે તેનું વ્યવસ્થીકરણ માટેનું ઈનપુટ શરુ થાય છે. સમયે બાળકમાં ભાષા કાન અને આંખ ધ્વારા ઈનપુટ આપવાનું અને જીભ અને હાથ [લેખન ]વડે આઉટ્પુટ ની અપેક્ષા રખાય છે. પહેલાં પણ વાત થઇ હતી કે જે જરૂરિયાત નથી તે પ્રાયોરીટી નથી. બાળકને મૂળાક્ષર ઓળખ શા માટે કરવાની?- તેના માટેનું કોઈ કારણ નથી આપતાં ત્યારે તે પોતાના પ્રયત્નોમાં ૧૦૦ ટકા સામેલગીરી નથી દાખવતો. કારણ કે બાળકનું આપણી જેમ હોય છેઆપણને કોઈ કહે કે ફલાણા ગામ જવાનું છે ? તો તરત આપણો પુરક પ્રશ્ન હોય- કેમ અથવા શા માટે? બાળકોને પણ તમે જો વાંચવાનું કહો તો તરત મનમાં થતું હોય છે કે બધું શું કામ ? – વાતને થોડીક ઉંધી રીતે લઈને - બાળકને પહેલા મૂળાક્ષરો શીખવા માટેનું કારણ આપીએ તો ? જેમ કે બાળકોને રોજ હાજરી વખતે યસ મેડમ સર અથવા તો જય હિન્દ વગેરે બોલતાં હોય છે. તે બદલે દરેક બાળકને રોજ કે શબ્દ કાર્ડ વહેંચીએ અને હાજરી સમયે તે વાંચી અથવા મિત્ર પાસેથી શીખી લે અને બોલે. ભાષા વાંચતા શીખવાની પહેલી શરત છે તે વારંવાર આંખો સામે આવવી હોઈએ. અને તે માટેનો સ્ત્રોત ઉભો કરવા આવો એક પ્રયત્ન શરુ કર્યો. જેમાં શાળાને નીચે મુજબની ફાયદા દેખાઈ રહ્યા છે.
પ્રક્રિયા
ફાયદો
રોજેરોજ અલગ અલગ બાળક બધા બાળકોને શબ્દ કાર્ડ વહેંચે છે
તે દિવસે તે બાળકની આંખો સામેથી બધા શબ્દો નીકળે છે.
હાજરી બોલાય તે પહેલાં તે બાળક શબ્દકાર્ડ વાંચી લે છે.
તેને હાજરી દરમ્યાન મોટેથી વાંચી સંભાળવાનો ઉત્સાહ છે.
નથી આવડતું તે બાળકો તેના મિત્રને પૂછે છે.
શીખવાની તત્પરતા અને શીખવવાની ઉત્સુકતા સાથે એકબીજાને શીખવે છે.
રોજેરોજ કાર્ડ બદલાતાં રહે છે.
રોજ નવા શબ્દો વાંચવા અને મોટેથી બોલવા મળે છે
વર્ગખંડમાં કાર્ડનું બોક્ષ બાળકના હાથવગુ જ રહે છે.
બાળકો નવરા પડે એટલે એકબીજાને બોક્ષમાંથી આજે કયું કાર્ડ આવેલું તે બતાવવા લાગે છે જે શીખવવાનું આપણું કામ તેઓ કરી રહ્યા છે
 બાળકો નવરા પડે એટલે એકબીજાને બોક્ષમાંથી આજે કયું કાર્ડ આવેલું તે બતાવવા લાગે છેજે શીખવવાનું આપણું કામ તેઓ કરી રહ્યા છે. ધોરણ પહેલા માં બાળકોને સ્પર્ધા અને મજા કરાવતી સાથે સાથે તેમને ભાષા વાંચન કરાવતી પ્રવૃત્તિ ને   વિડીયો ધ્વારા વર્ગખંડમાં જઈને જોઈએ 






 ભાષાના વર્ગખંડ ની હાજરી 

ગણિત વિષયની હાજરી 









વિડીયો માં વિગતે ચર્ચા 

March 01, 2020

દરેક શિક્ષકનું સ્વપ્ન શું હોય ?



દરેક શિક્ષકનું સ્વપ્ન શું હોય ?
મારા ધોરણનાં બધાં જ બાળકો ખૂબ હોંશિયાર બની જાય. – આ સ્વપ્ન દરેક શિક્ષકનું હોય છે. તે પછી ખૂબ મહેનત કરતાં શિક્ષક હોય કે કામ કરવામાં આળસુ. બાળકો તરત જ બધુ શીખી જાય - જે આપણે ભણાવીએ છીએ. એવો ખુબ આગ્રહ આપણા સૌનો રહેલો છે. હવે વર્ગખંડ રૂપી મેદાનમાંના બીજા પક્ષની વાત કરું. સાહેબ મને ભણાવે તે બધું જ આવડી જાય. – આ સ્વપ્ન પણ દરેક વિદ્યાર્થીનું હોય છે. તે વર્ગખંડ પ્રક્રિયામાં ખુબ ધ્યાન આપતો વિદ્યાર્થી હોય કે પછી ભણવામાં આળસુ વિદ્યાર્થી હોય. હોંશિયાર -ચતુર બનવું એ સૌ બાળકોનું સ્વપ્ન છે. જો આ રીતે જોવા જઈએ તો બંને પક્ષે સામ્યતા એ છે કે શિક્ષક પક્ષે બાળકોને બધું જ શીખવવાનું અને બાળક પક્ષે પણ બધાં હોંશિયાર કહે તેવું બની જવાની તલપ છે જ. જેમાં એકબીજા પર ન શીખવી શકવાના કે ન શીખવાની ભૂખ હોવાના આક્ષેપો થતાં રહે છે. તો પછી કોમ્યુનિકેશન ગેપ છે ક્યાં?   બાળકોને શીખવું છે – શિક્ષકે શીખવવું છે.
હવે આવીએ બીજા સ્ટેપ પર. શું જે બાળકો આપણી વર્ગખંડ પ્રક્રિયામાં રસરૂચી પૂર્વક ભાગ લે છે તે બાળકો ખુબ સરસ રીતે શીખે છે કે નહિ ? આપણા અનુભવો આપણને હકારમાં જ માથું હલાવવાનો ઈશારો કરશે. તો એ મુજબ નિષ્કર્ષ એ પણ હોઈ શકે કે જે બાળકો નીરસતા દાખવે છે તે બાળકો નથી શીખી શકતાં. ઘણીવાર તો એવું બને કે બાળકને તે નીરસતા ઘરે રહેવા પ્રેરિત કરતી હોય છે. પરિણામે ઘરે કામમાં મદદ કરવાના બહાને શાળામાંથી મુક્તિ માટેના રસ્તા શોધવામાં લાગી જતાં હોય છે. તેવા સમયે જો આપણા વર્ગખંડોમાંના વર્તાવમાં જે તે બાળકોની વ્યક્તિગત રસીકતાનો સમાવાયેલ પ્રક્રિયાનો અમલ ન કરવામાં આવે તો પછી બાળક પહેલા અભ્યાસિક પ્રક્રિયામાંથી....ધીમેધીમે વર્ગખંડમાંથી અને પછી ધીમે ધીમે શાળા કેમ્પસમાંથી અદ્રશ્ય થઇ જતું હોય છે.  આ બાજુ બાળકની શાળા પ્રત્યેની નીરસતાને ધ્યાને લઇ વાલી પણ કેટલીકવાર વ્યવસાયિક  જરૂરિયાત કે પછી પોતાના બાળકના શિક્ષણ અંગેની આશાઓમાં કઈ ઉમેરો ન દેખાતાં શાળાએ ન મોકલવાનો પક્ષધર બની જાય છે. આવામાં હવે શું કરી શકાય? એવું જયારે પુછાય ત્યારે આ વિચારવું કે...
·        જયારે મુવી બોરિંગ લાગે ત્યારે રસપ્રદ બનાવવા કોણે પ્રયત્ન કરવો પડે છે?
·        જયારે કોઈ પ્રોગામમાં તમે પ્રેક્ષક તરીકે ગયા છો અને બોરિંગ વક્તવ્ય ચાલી રહ્યું છે તો તમને રસ જગાડવા કોણે અને શું કરવું જોઈએ?
·        જે હોટલમાં તમારી અનુકુળતા મુજબ અને સ્વાદ મુજબ જમવાનું ન મળે તો ?
જો ઉપરોક્ત બાબતોમાં આપણે દર્શક, પ્રેક્ષક કે ગ્રાહક ને બદલે ઓર્ગેનાઈઝરે બદલાવ લાવવો જોઈએ એવી અપેક્ષા રાખતાં હોઈએ તો પછી વર્ગખંડોમાં પણ આ જ નિયમને લાગુ પાડવો પડશે. વિચારો આપણા વર્ગખંડમાં બધા બાળકોને ગમતું વર્ગખંડનું કાર્ય કેવી રીતે ઉભું કરી શકાય?