બાળકોની શીખવાની એક રીત આ પણ હોઈ શકે ?!
બાળકો ને બોલતાં કોણ ક્યારે અને કેવીરીતે શીખવે છે ? જવાબ શોધવા ઝીણવટથી વિચારીએ ત્યારે નવાઈ પમાડે તેવો જવાબ મળશે – સમાજ
બાળકના કાનમાં ભાષા નાખવાનું કામ તેનો પરિવાર કરતું હોય છે. જન્મતાં વેંત ઉ લુ લુ .. થી શરુ કરી બેટા બા બોલ જો બા.. સુધીની સફરમાં બાળકમાં ભાષા ઇન્સ્ટોલ થતી હોય છે. આને જો મજાથી ટેકનોલોજીની દ્રષ્ટીએ બાળકને એક કોમ્પ્યુટર તરીકે ગણીએ તો આ સમયગાળામાં કાન એટલે કે શ્રવણ ધ્વારા ઈનપુટ અપાતું હોય છે અને જીભ ધ્વારા આઉટ્પુટ ની અપેક્ષા રખાય છે.
આ જ બાળક જયારે પહેલા ધોરણમાં આવે છે ત્યારે તે પછી તેને સાંભળેલા શબ્દોમાં કયા મૂળાક્ષરો સમાયેલા છે તેનું વ્યવસ્થીકરણ માટેનું ઈનપુટ શરુ થાય છે. આ સમયે બાળકમાં ભાષા કાન અને આંખ ધ્વારા ઈનપુટ આપવાનું અને જીભ અને હાથ [લેખન ]વડે આઉટ્પુટ ની અપેક્ષા રખાય છે. પહેલાં પણ વાત થઇ હતી કે જે જરૂરિયાત નથી તે પ્રાયોરીટી નથી. બાળકને મૂળાક્ષર ઓળખ શા માટે કરવાની?- તેના માટેનું કોઈ કારણ નથી આપતાં ત્યારે તે પોતાના પ્રયત્નોમાં ૧૦૦ ટકા સામેલગીરી નથી દાખવતો. કારણ કે બાળકનું આપણી જેમ જ હોય છે – આપણને કોઈ કહે કે ફલાણા ગામ જવાનું છે ? તો તરત આપણો પુરક પ્રશ્ન હોય- કેમ અથવા શા માટે? બાળકોને પણ તમે જો વાંચવાનું કહો તો તરત જ મનમાં થતું હોય છે કે આ બધું શું કામ ? – આ વાતને થોડીક ઉંધી રીતે લઈને - બાળકને પહેલા મૂળાક્ષરો શીખવા માટેનું કારણ આપીએ તો ? જેમ કે બાળકોને રોજ હાજરી વખતે યસ મેડમ સર અથવા તો જય હિન્દ વગેરે બોલતાં હોય છે. તે બદલે દરેક બાળકને રોજ કે શબ્દ કાર્ડ વહેંચીએ અને હાજરી સમયે તે વાંચી અથવા મિત્ર પાસેથી શીખી લે અને બોલે. ભાષા વાંચતા શીખવાની પહેલી શરત છે તે વારંવાર આંખો સામે આવવી હોઈએ. અને તે માટેનો સ્ત્રોત ઉભો કરવા આવો એક પ્રયત્ન શરુ કર્યો. જેમાં શાળાને નીચે મુજબની ફાયદા દેખાઈ રહ્યા છે.
પ્રક્રિયા
|
ફાયદો
|
રોજેરોજ અલગ અલગ બાળક બધા જ બાળકોને શબ્દ કાર્ડ વહેંચે છે
|
તે દિવસે તે બાળકની આંખો સામેથી બધા જ શબ્દો નીકળે છે.
|
હાજરી બોલાય તે પહેલાં તે બાળક શબ્દકાર્ડ વાંચી લે છે.
|
તેને હાજરી દરમ્યાન મોટેથી વાંચી સંભાળવાનો ઉત્સાહ છે.
|
નથી આવડતું તે બાળકો તેના મિત્રને પૂછે છે.
|
શીખવાની તત્પરતા અને શીખવવાની ઉત્સુકતા સાથે એકબીજાને શીખવે છે.
|
રોજેરોજ કાર્ડ બદલાતાં રહે છે.
|
રોજ નવા શબ્દો વાંચવા અને મોટેથી
બોલવા મળે છે
|
વર્ગખંડમાં કાર્ડનું બોક્ષ
બાળકના હાથવગુ જ રહે છે.
|
બાળકો નવરા પડે એટલે એકબીજાને
બોક્ષમાંથી આજે કયું કાર્ડ આવેલું તે બતાવવા લાગે છે – જે શીખવવાનું આપણું કામ
તેઓ કરી રહ્યા છે
|
બાળકો નવરા પડે એટલે એકબીજાને બોક્ષમાંથી આજે કયું કાર્ડ આવેલું તે બતાવવા લાગે છે – જે શીખવવાનું આપણું કામ તેઓ કરી રહ્યા છે. ધોરણ પહેલા માં બાળકોને સ્પર્ધા અને મજા કરાવતી સાથે સાથે તેમને ભાષા વાંચન કરાવતી આ પ્રવૃત્તિ ને આ વિડીયો ધ્વારા વર્ગખંડમાં જઈને જ જોઈએ.
ભાષાના વર્ગખંડ ની હાજરી
ગણિત વિષયની હાજરી
વિડીયો માં વિગતે ચર્ચા
No comments:
Post a Comment