March 29, 2020

એક શક્યતા - જે તરફ કદાચ શૈક્ષણિક કાર્ય સમયે બેધ્યાન હોઈએ!


એક શક્યતા - જે તરફ કદાચ શૈક્ષણિક કાર્ય સમયે બેધ્યાન હોઈએ!
ચિત્રકાર શા માટે આબેહૂબ ચિત્ર દોરી શકે છે? આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે સૌ તે ચિત્રકારના હાથના કૌશલ્ય, તેની આંગળીઓ, તેનાવળાંકો-આવું બધું યાદ કરતા હોઈએ છીએ. પરંતુ આપણું ધ્યાનચિત્રકારનીએ બાજુએ જતુ નથી કે જેના વડે તે જોઈ રહ્યો છે!  હવે તમને થશે એવું તે શું છે ? ચિત્રકાર આબેહૂબ ચિત્રદોરતાં પહેલાં એદોરનાર નહીં પણ, જે તે વસ્તુને આબેહૂબ જોઈ શકે તેવો દર્શક હોય છે. તેના આ કૌશલ્યને કારણે  તેની આંખો જે બાબતો તેણે ચિત્રમાંવર્ણવવાની છે તે જોઈ શકે છે.ચિત્રકાર જે વસ્તુને જુએ છે, જે દ્રષ્ટીએ જુએ છે અને તેની નજરમાં જે જે વસ્તુ આવે છે તે બાબતો આપણી નજરમાં આવતી નથી. ચિત્રકાર પાસે  કોઈ પણ વસ્તુને જોવાની અલગ દ્રષ્ટિ હોયછે.જેમકે એક ચિત્રકારનેજયારે તમારો ચહેરો દોરવોછે,ત્યારે તમારા ચહેરાને ધ્યાનથી - બારીક નજરથીનિહાળે છે. આપણનેયનખ્યાલમાં આવતી કેટલીક બાબતો જેમકે આંખોની નીચેની સામાન્ય રેખાઓ અથવા તો ચહેરા પરની એવી કોઈ સંજ્ઞાઓ ને તે જોઈ શકે છે. એવી બાબતો કે જે જોઈ શકવા આપણી દ્રષ્ટી સમર્થ નથી. આપણામાં આવી સમર્થતા કેળવાય ત્યારે જ આપણે ચિત્રકાર બનવાનો ગુણ ધરાવીએછીએ તેવું માની શકાય.
મીમીક્રીઆર્ટીસ્ટમાંએવું કયું કૌશલ્ય છે ?તેઓ દરેક વ્યક્તિની બોલવાની શૈલીની આબેહૂબ નકલ કરી શકે છે. - કારણ છે તેઓની આગવી શ્રવણ શક્તિ. એટલે કે આપણે જે નથી સાંભળી શકતા તે આર્ટિસ્ટ તે સાંભળતા હોય છે.  જે વ્યક્તિ ની મિમિક્રી કરવાની હોય તે વ્યક્તિ ના ડાયલોગ ની વચ્ચે વચ્ચે તેઓની ટેવો અથવા તો વારંવાર થતો ઉચ્ચાર આપણે નથી પકડી શકતા.પરંતુ આજ બાબતો તે વ્યક્તિ બારીકાઈથી સાંભળી લેતો હોય છે. તેવી બાબતોનો સંજ્ઞાઓ તરીકે ઉપયોગ કરીને જ મીમીક્રીઆર્ટીસ્ટ તેની નકલ કરતો હોય છે.
આ વાત થઈ બે એવા કલાકારો કે જેઓની દોરવાની અને બોલવાની શક્તિઓના ખૂબ વખાણ થતાં હોય છે. પરંતુ જો આપણે એક શિક્ષક  તરીકે તેઓના આ કૌશલ્યના ઇનપુટ માં નજર કરી તો ધ્યાનમાં આવશે કે ખરેખર કમાલ દોરવામાં કે બોલવામાં નહીં પણ જોવાની અને સાંભળવાની શક્તિઓમાં છે.   
શિક્ષક તરીકે બાળકોને ભાષા લખતા વાંચતા શીખતા કરવા માટે જો આવી આવી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખી શરૂઆત કરવામાં આવે તો બાળકોમાં વાંચન અને લેખન અને તેના ધ્વારા અવલોકન અને અર્થગ્રહણમાં સારો બદલાવ લાવી શકીએ છીએ. જેમકે કોઈ મૂળાક્ષર અથવા તો શબ્દ જેને લખવા માટે કહેવું હોય ત્યારે પહેલાં તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું કહેવામાં આવે, ત્યારબાદ સ્લો-મોશનમાં તેને કેવી રીતે લખી શકાય તે માટે સમય આપવામાં આવે તો શરૂઆતથી જબાળક દરેકઅક્ષર/શબ્દને ધ્યાનથી જોવા ટેવાશે. અને પછી તો ચિત્રકારની જેમ લખવામાં પણ ભૂલો નહીં કરે. ટ અને ડ ની ભૂલોઅથવાતો લેખન સમયમાં જોડણીદોષ પણ વાંચન સમયે આવી બારીક નજરનાઅભાવે ઉત્પન્ન થયેલ આઉટપુટછે.આવા પ્રયત્નોનેપરિણામે તે જોડણી દોષરહિત લખાણ કરી શકે છે.(જે અત્યારે આપણે નથી કરી શકતા !) મિમિક્રી આર્ટિસ્ટની જેમ ધ્યાનથી કરવામાં આવતું શ્રવણ પણ શ્રુતલેખનમાં બાળકોની ભૂલોને સુધારવામાં તેમજ વાંચન સમયના ઉચ્ચારણોમાં ખૂબ સુધારાત્મક બાબત સાબિત થઈ શકે છે.
આવી કઈ પદ્ધતિઓ અથવા તો બાળકોમાં આવા કૌશલ્યો માટે પ્રાથમિક કક્ષાએથી જ શિક્ષક તરીકે આપણે કેવા કેવા પ્રયત્નો કરી શકીએ તે સૂચનોની રાહ જોઈશું અને આવતા અંકમાં શિક્ષણ રસિકોમાંવહેંચીશું પણ ખરા !

No comments: