May 31, 2012
May 05, 2012
અભ્યર્થના
અભ્યર્થના
આમ તો બાળકોની વિદાયનો પ્રસંગ એક પોસ્ટ તરીકે નહી પણ લાગણીઓના
અનુભવ તરીકે અમે અહિં મૂકી રહ્યા છીએ.આમ જો કહીએ તો એક બાજુ ધોરણ
૮ ના આ બાળકો કે જે આજે શૈક્ષણિક કારકિર્દી માટે એક કદમ આગળ વધી રહ્યા છે તે એક
સુખદ વાત છે,ત્યારે શાળા પરિવારે તેમને પોતાનાથી અળગા કરવા પડશે અને
બાળકોએ પણ શાળા અને શાળા પરિવારથી દૂર થવું પડશે તે શાળા પરિવાર માટે દુઃખની વાત છે, તાજા જન્મેલા બાળકના પિતાને
પણ જો પોતાના બાળકના જન્મના ૮ સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં જો લાગણીઓ/પોતાપણું વગેરેના
તાંતણે બંધાઈ જતા હોય તો આ બાળકોએ તો અમારી સાથે અને સામે આઠ-આઠ વર્ષ સુધી રહ્યા છે
અને અમે સૌએ એકબીજા સાથે તમામ લાગણીઓ SHARE
કરી છે, ત્યારે બાળકો સાથે
બંધાયેલ લાગણીઓના આ તાંતણા ઉપર આ રસ્સા ઉપર કોઈ કાળે
વિદાય રૂપી કાતર મારી શકાય તેમ નથી. માટે જ અમે બાળકોને કહ્યું છે કે, અગામી આપની
ઉજ્જવળ કારકીર્દીમાં જયારે પણ મુંઝવણ અનુભવાય તો અમને કહેજો.અમે હર હંમેશ આપની મદદ
અને આપના માર્ગદર્શન માટે તૈયાર હોઈશું..
સાથો-સાથ વ્યવસાયિક મજબૂરી અથવા તો વ્યવસાયિક મહત્વકાંક્ષા એવા કોઈ
પણ કારણસર શાળામાં સમય ન ફાળવી શકનાર વાલીમિત્રોને “અભ્યર્થના-પત્ર” વડે વિનંતી કરીએ છીએ કે
હવે આપનો બાળક જયારે ઉચ્ચઅભ્યાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપ તેને માટે જરૂરી
વાતાવરણ પૂરૂં પાડી સાચા વડીલ તરીકેનું કર્તવ્ય નિભાવશો...
May 01, 2012
माना के अंधेरा घना हे,पर दिया जलाना कहाँ मना हैं ?
माना के अंधेरा घना हे,पर दिया जलाना कहाँ मना हैं ?
મિત્રો,૧લી મે એટલે “ગુજરાત
સ્થાપના દિન”. બે વર્ષ પહેલાં ૧લી મે ૨૦૧૦ના રોજ આપણે સૌ આપણા ગુજરાત
રાજ્યનો ૫૦મો સ્થાપનાદિન ઉજવી રહ્યા હતા
ત્યારે રાજ્યની એક સરકારી પ્રાથમિક શાળા..૫૦ વર્ષ પછી પણ પ્રાથમિક શિક્ષણ??
મુદ્દા પર મનોમંથન કરતી હતી...પ્રશ્ન હતો કોઈ શૈક્ષણિક સંસ્થા ધ્વારા એવું
પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે કે જ્યાં પ્રાથમિક શિક્ષકોની તમામ શૈક્ષણિક
મુશ્કેલીનું નિરાકરણ અને નવી પધ્ધતિઓનું માર્ગદર્શન મળે....ખૂબ લાંબી ચર્ચાએ અંતે
આકાર મેળવ્યો...જેને નામ આપ્યું ‘બાયોસ્કોપ” –જેનો
૨૫મો અંક આજે તમારી સ્ક્રીન પર મુકતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.
આ બે વર્ષોમાં શિક્ષકમિત્રો,
C.R.C.મિત્રો,
B.R.C.મિત્રો,
G.C.E.R.T.,
S.S.A.M.ગુજરાત,
N.C.E.R.T.
દિલ્હી જેવા શિક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓથી માંડી રાજ્યના મુખ્યમંત્રી અને
રાજ્યના અગ્રણી સમાચારપત્રોએ પણ આપણા આ બાયોસ્કોપ રૂપી શૈક્ષણિક ચર્ચાપત્રમાં ભાગ લીધો
છે,સાથે-સાથે એ વાતનો પણ હર્ષ થાય છે કે દેશ અને વિદેશોમાંથી પણ બાળકોના અભિભાવકોએ
આ મુખપત્ર પ્રત્યે ખૂબ જ રસ દાખવી પ્રતિભાવો આપ્યા છે.અમારી સાથે આપને પણ આનંદ થશે
કે આપણી સાથે આપણા એવા વાચક-મિત્રો જોડાયા છે કે જેઓના વ્યવસાય સાથે પ્રાથમિક
શિક્ષણ અથવા તો શાળા કેમ્પસ સાથે કોઈ
તાણો-વાણો નથી, છતાં પણ તેઓ અમારૂ મુખપત્ર વાંચી અને તેના પ્રતિભાવો આપ્યા વિના
પોતાને રોકી નથી શક્યા......કઈ વાત તેમને પ્રતિભાવ માટે પ્રેરે છે, અમારૂ આ મુખપત્ર કે પછી તેમનામાં રહેલ શિક્ષણનો જીવ? અમે
તે માટેનું ચોક્કસ કારણ નથી જણાવી શકતા...પણ હા અમે અમારા આ મુખપત્રનો હેતુ ફરીથી તમને
ચોક્કસ જણાવીએ કે...........
.ઉત્તમ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વડે ઉત્તમ શિક્ષણ.....ઉત્તમ શિક્ષણ વડે ઉત્તમ શાળા..... ઉત્તમ શાળા વડે
ઉત્તમ સમાજ અને “ઉત્તમ
સમાજ વડે ઉત્તમ રાષ્ટ્ર”નું નિર્માણ..
મિત્રો ઉપરોક્ત “ઉત્તમ
રાષ્ટ્ર નિર્માણ”ના પવિત્ર કાર્યમાં સહભાગી બની અમારા મુખપત્રને વિસ્તારવા બદલ આપ
સૌ વાચક..તથા માર્ગદર્શક મિત્રોનો નવાનદીસર શાળા ખૂબ-ખૂબ આભાર માને છે.
જય...જય.......ગરવી.....ગુજરાત....
કાવ્યાનુભવ
કાવ્યાનુભવ........
![]() |
| ચાડિયામાં મારો પણ હિસ્સો હશે ! |
Ø જેમ કે જૂથ-ચર્ચા વડે“ચાડિયો” બનાવવા માટે જરૂરી ચીજ-વસ્તુઓની યાદી કરવી
Ø ચીજ-વસ્તુઓ કોણ લાવી શકશે તેની સ્વૈચ્છિક જવાબદારી સાંપવી.
હવે સામગ્રી એકત્ર થઇ ગયા પછી બાળકો સાથે ચર્ચા કરી સ્થળ અને સમય અગાઉથી નક્કી કર્યા જેથી કોઈ બાળક ગેરહાજરીને કારણે આ આનંદ અને અનુભવથી વંચિત ન રહી જાય... “ચાડિયો” બનાવતા સમયે બાળકોને સાથે [ખૂબ જ નજીક] રાખીને મંગાવેલ ચીજ વસ્તુઓ ધ્વારા “ચાડિયો”નું સ્વરૂપ આપવાનું શરૂ કર્યું..સાથે-સાથે ચર્ચા પણ ખરી જ ..જેવી કે
Ø ખેડૂત “ચાડિયો” ખેતરમાં જ કેમ ઉભો કરે છે?
Ø આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં ચાડિયાએ આપણને કોઈ મદદ કરી?
Ø જો “ચાડિયો”ના પગનું માપ આટલું રાખીશું તો હાથનું માપ કેટલું રાખવું પડશે?
Ø “ચાડિયો”ને કયા કલરનો શર્ટ પહેરાવીશું? મૂંછો રાખીશું કે નહી?
આ બધી પ્રક્રિયા દરમ્યાન બાળકોએ શિક્ષકને અને ચર્ચા અટકે ત્યાં શિક્ષકે બાળકોને ઘણા પ્રશ્નો પૂછ્યા..અમને પણ એમ થયું કે કદાચ જો બાળકોને અમે આવો અનુભવ ન આપ્યો હોત તો કદાચ ખેતરમાં એકલા ઉભેલા “ચાડિયા”ને જોઈ તેના મનમાં ઉભા થતા આ બધા પ્રશ્નોના જવાબ તે ચાડિયો તો ન જ આપી શકત..!!!.................................

![]() |
| ચાડિયાના માથાની જવાબદારી મારી ! |

![]() |
| પગ આવડા તો હાથ કેવડા ? |

![]() |
| મારી શાળામાં ઉભો એક ચાડિયો રે લોલ !!! |
Subscribe to:
Posts (Atom)


.jpg)
.jpg)










.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)














