આપણા વર્ગખંડો - ક્લાસરૂમ કે લાઇફરૂમ ?
આપણા વર્ગખંડમાં આપણા દેશનું ભવિષ્ય ઘડાય છે. - આવું આપણે આપણા
શિક્ષક તરીકેના વ્યવસાયિક કાળ દરમ્યાન બહુ જ સાંભળીએ છીએ. એનું મહત્વ પણ આપણને જેટલા
લોકો એટલી વાર અલગ અલગ મોઢે સમજાવતા હોય છે. આપણી સામે એટલે કે શાળામાં ભણતાં આપણાં
બાળકોની આપણે સૌ ખૂબ ચિંતા કરતાં હોઈએ છીએ. ભણાવતા સમયે તેના શિક્ષણની - તો મધ્યાહન
ભોજન દરમ્યાન તેના સ્વાસ્થ્યની ! રમતના મેદાનમાં હોઈએ ત્યારે તેની તંદુરસ્તીની - તો
પ્રવૃત્તિ દરમ્યાનમાં તેનામાં રહેલી વિવિધ સ્કિલની ! આ બધો જે સમય આપણી સાથે આપણાં
બાળકો રહે છે - તે તમામ સમયે આપણે તેની દરકાર કરતાં હોઈએ છીએ. એટલે જ તો “માસ્તર” ના
હુલામણા નામે આપણને સૌને સમાજ સન્માન આપે છે.
શાળા ફક્ત બાળકને ભણાવવાનું જ કામ કરતી સંસ્થા નથી. એ કામ તો
ટ્યુશન ના નામે કોઈ તેની સાથે રહીને કરી દે ! અહીં ભણાવવું નો અર્થ અક્ષર જ્ઞાન કે
ફક્ત ગણન જ્ઞાન છે ! તેવું કામ બુનિયાદી પ્રવીણ ન હોય તો પણ - એટલે કે કોઈપણ કરી શકે
છે ! કારણ કે તે રોબોટિક કામ છે - જેમાં ફક્ત ક્રમિકતા જાળવી રાખીને - સંભળાવવું -
બોલાવવું અને લખાવવું હોય છે. આવું કરવાથી મોટાભાગના બાળકો સામાન્ય વાંચન - લેખન -
ગણન કરતાં થઈ જતાં હોય છે. શાળાનું સામૂહિક જીવન - તેનામાં સમજણ આપવાનું કામ કરે છે.
જે બાળકના જીવન વિકાસનું મહત્વનું અંગ છે. જેને બાળ માનસને જાણનાર - સમજનાર સૌ તેને
બાળકના “સર્વાંગી” વિકાસના નામે સંબોધે છે.
અહીં સર્વાંગી શિક્ષણ એટલે કે સમજણનું શિક્ષણનો અર્થ થાય છે
- સાંભળેલું સમજે - સમજીને બોલે - વાંચેલું સમજે - સમજીને ગણે - ગણીને સમજે ! આમ મુખ્ય
વાત છે બાળકમાં 360 ડિગ્રી ફરતે તેની કેળવણી
થવી મહત્વની છે. તે માટે જરૂરી ફક્ત બાળકને શાળા સમયમાં જે સમય આપવો પૂરતો નથી. તે
માટે બાળકના જીવનને સ્પર્શ કરવો જરૂરી છે. બાળકના જીવનને સ્પર્શ કરવો મતલબ છે બાળકના
જીવનમાં પ્રવેશ કરવો. તેના ભણવા સિવાયની બાબતો તરફ પણ આપણું ધ્યાન હોવું જરૂરી છે.
આજે શું જમ્યો/જમી ? થી શરૂ કરીને શાળામાં શું ગમ્યું - શું ન ગમ્યું - શું કર્યું - કેમ કર્યું - શું ન કર્યું - કેમ ન કર્યું આ બધું જે આપણે જાણવું જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાડીના મિકેનિકને જેમ એન્જિનના બધા જ પાર્ટસ અને તેના કામ વિશે માહિતગાર હોય છે તેમ આપણે પણ આપણાં બાળકોના દરેક પ્રકારના મૂડ/MODE થી અવગત હોવા જોઈએ. તો જ આપણે તેના દરેક પ્રકારના મોડ સમયે તેની સાથે અનુકૂલન સાધી કનેક્ટેડ રહી શકીએ.
રીડિંગ રીલ્સ :
કાર્લ રોજર્સ ના 'એમ્પેથિક ટીચિંગ'સિદ્ધાંત
મુજબ, જ્યારે શિક્ષક બાળકના અભ્યાસ ઉપરાંત તેની લાગણીઓ અને જીવનને
સ્પર્શે છે, ત્યારે જ સાચું શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ સંભવ બને છે. રોજર્સના
મતે, "જે શિક્ષણ બીજાના જીવનને સ્પર્શે છે, તે જ ખરા
અર્થમાં જીવનરૂપ બને છે."





























No comments:
Post a Comment