ભાષાનો
દીપ જલતો રહે
જયારે વાંચીએ છીએ ત્યારે –
૧. માત્ર છાપેલા/લખેલા શબ્દો/વાક્યો/અક્ષરોઉકેલીએ
છીએ ?
૨. જે ઉકેલીએ તે જ અર્થો આપણા મગજમાં બને છે ?
૩. લખનારે જે ઉદેશ્યથી લખ્યું હોય એ ઉદેશ્ય આપણે
શોધી કાઢીએ છીએ ?
૪. છાપેલા/લખેલા શબ્દો પૈકી બધા શબ્દોના અર્થ આપણે
તારવીએ છીએ ?
આ પ્રશ્નો વિષે વિચારશો તો યાદ આવશે કે આ બધા
સિવાય પણ એમાં કૈક ઉમેરાય છે અને તે છે તે લખાણ વિશેના આપણા પૂર્વાનુંભવો.
આ અગાઉ બાયોસ્કોપમાં “અરે
ભાઈ કહેના ક્યા ચાહતે હો?” લેખમાં આપણે સમજણપૂર્વક વાંચવું એટલે શું તેના
ઉદાહરણો જોયા હતા. અને હવે આપણી પાસે ભાષાદીપપણ છે.
ભાષાદીપની શરૂઆત કરી ત્યારે શાળાને અત્યાર સુધી
જૂથ અને જોડી કાર્ય નિયમિત કરાવવાનો ફાયદો શું છે તેનો પણ અહેસાસ થયો. પાઠ્યપુસ્તક
આધારિત પ્રવૃતિઓમાં કામ એસાઈન કરવામાં આવતું. તેમાં કાર્ય શરૂ થતા પહેલા શું
કરવાનું છે ? કેવી રીતે કરશો? જેવા
પ્રશ્નો વડે ચોક્કસ કરી લેવાતું કે તેઓ એ સમય મર્યાદામાં પુસ્તકમાં કહ્યું છે તે
મુજબ કાર્ય કરે.
ભાષાદીપે એ મર્યાદા પણ હટાવી દીધી. દરેક ધોરણમાં
એક જ વખત સમજાવ્યું કે વર્ગની શરૂઆત જુથકાર્યથી જ થશે. શિક્ષક માત્ર એક જ
સુચનાઆપશે, “પ્રવૃત્તિ ૭, પાન નંબર ૧૭, સાડા પાંચ મિનીટ.” (કારણકે “બે મિનીટ, પાંચ મિનીટ, દસ મિનીટ જેવા “સમય દર્શાવતા શબ્દો” તેમના
અંગેનાસમયસુચકતાનામાપદંડો ગુમાવી ચુક્યા છે.)
સમય પૂરો થયા પછી દરેક જૂથમાંથી શાંતિલાલ વડે
અપાયેલા સંકેતો મુજબ એક એક વિદ્યાર્થી વર્ગ સમક્ષ પોતાનું
જુથકાર્ય રજુ કરે. તેમાં બીજા જૂથ અસહમત થાય તો દરેક જૂથમાંથી એક એક વ્યક્તિ એક
નવું જૂથ બનાવી, પોતાના જુથે એ ઉકેલ કેમ આપેલો તેની ચર્ચા કરે
અને કોઈ એક ઉકેલ પર સહમતી સાધે. (અને આ ચર્ચા એ તેમના શીખવાની ઉત્તમ તક સાબિત થઇ
રહી છે.)
પ્રવૃત્તિ જો વ્યક્તિગત હોય અને ગૃહકાર્યમાં આપી
હોય ત્યારે પરસ્પર કોને શું લખ્યું છે તે વાંચી જઈ, પોતાના જૂથમાંથી કોણ રજુ કરશે તે નક્કી કરે.
(ફરી,અહિયાં તેમણે પસંદ કરેલું શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ હોય
તે નહિ, પણ તેમનામાં ભેદ પારખવાનો જે ગુણ વિકસે તે
મહત્વનો છે.)
આ બધામાં શિક્ષક તરીકે આપણે શું કરવાનું ? એક
શબ્દમાં કહેવું હોય તોએ શબ્દ છે – “જલસા” વર્ગમાં ફરીએ, તેમની વાતો સાંભળીએ, એમની વાતોનાવડામાં વચ્ચે વચ્ચે આપણી વાતનાભજીયાંમુકીએ, અને જે જુથમાં ચર્ચા સળગે નહિ ત્યાં આડા તેડા
સવાલ કરી ભડકો કરીએ.
તેઓ રજુ કરતા હોય ત્યારે ભૂલ સુધારવાનાં કામ
કરવાને બદલે બીજા ઉદાહરણો આપીએ. તેમણે રચેલાવાક્યોને વર્ગના સંદર્ભમાં મૂકી રમૂજ
કરીએ.
આ બધું વર્ગમાં થતું રહે અને
તેમની અને આપણી ભાષાનો દીપ જલતો રહે તેવી શુભેચ્છા અને આ દીપમાં તેલ પૂરવા બીજું
શું કરીએ તે જાણવાની કોમેન્ટમાં અપેક્ષા !
video
1 comment:
Good job sir
Post a Comment