વારતા રે વારતા … કહે તેની વાર્તા !
કહેવાતી જાય, ગણાતી જાય…એક વાર્તા એમ વહેતી જાય…
આજે બીજા ધોરણમાં પ્રયોગ કરી… શરૂ કરી ત્યારે ખબર નહોતી કે કઈ બાજુ જશે..પણ પૂરી થઈને પછી તેમના બધા વડે મળેલું હગ ઓવેશન (કેમ,
ખાલી સ્ટેન્ડિંગ ઓવેશન જ હોય !)
તો આ રહી વા_ર_તા …
એક તળાવ હતું. તેમાં પાંચ મગર રહેતા હતા. (પછી
મગર કેવા હોય એનું મરચું મીઠું ભભરાવવું, ખાસ તો કંઈ જ કર્યા વગર તળાવના કિનારે
પડ્યા રહે એ કહો) તળાવના કિનારે ત્રણ ઝાડ... દરેક ઝાડ પર પાંચ પાંચ ચકલીઓ
રહેતી..(શું પૂછવું એ ખબર પડી ગઈ હશે !) એકવાર પહેલાં ઝાડ પર ની પ્રીયાંશી ચકલી
છેલ્લા ત્રીજા ઝાડની પરની માહી ચકલી ને ફોન કર્યો... (અહીંયા ચકલી ની જેમ ફોન કરતા
આવડવું જોઈએ....) ચક ચક ચિી (આવું જ બોલવું પડે...વાંચતા ના આવડે) ચીક ચી... (પછી
એ જ ફોનમાં શું કહ્યું એ સમજતા આવડવું જોઈએ) ઓયે માહી યાર આ બાજુ આવ..મારા ઝાડ
નીચે શું અલમસ્ત પડ્યા છે... બિલકુલ અખિલ અને હિતેશ જેવા...(નામ બદલવાના હોય ને !🤩) ચલ એ બે મગરને આપણી ચાંચ ચખાડીએ... માહી કહે
: ચ્રર્ર્ર્રર્ર્ર ચા ચા ચી ચી (શું એમ ? ગમ્મે તે કહેવાનું જેમ કે એ થોડી તૈયાર
થઈ જાય ? જરા વાર આનાકાની કરાવવાની) પણ પછી એ તો ગઈ... બેય ચકલીઓ વિચાર કરે કે
ચાંચ મારવા જઈએ.... વળી પાછી માહી કહે...(શું? એ જ પેલું ચ્રર્ર્ર્રર્ર્ર ચા ચા ચી
ચી....) ના યાર મને તો બ બ બી બિક્ક્કક્ક લાગે.... ! પ્રીયાંશી “ચલ.. હટ..બીકણ..જો હું કંઈ બીવું છું !” “ઝાડ પર બેસી તું
મગરે બેઠી હોય એમ રોફ ના માર ! નીચે જઈ મગર પર બેસું તો ખરી કહું..” “એમ જોઉં છે તારે?” એમ કહી પ્રીયાંશી ઉડવા તો ગઈ પણ ત્યાં જ “હાઆસાઉ.....ફાયાસુંસ” (આ શું ? જુઓ આ મગર તો આવું કંઇક બોલે...
ચોક્કસ કેવું બોલે એ કાંઈ આપણે ના જાણી શકીએ...) પણ આ અવાજથી પેલી બેય ચકલીઓ જાણે
બકરી બે થઈ ગઈ... ફફડી ને પાછી ચૂપચાપ બેસી ગઈ ડાળ પર..થોડીકવાર પછી માહી એ પાંખો
ફફડાવી... “ચી ચી ચિચી ચી ચી...હંક..કહેતી તી ને કે આમ કરી
નાખું ને તેમ કરી નાખું હવે કેમ બેસી ગઈ ?” પ્રીયાંશીબહેન
તો બોલે કે ચાલે....પણ એમનામાં તો આવી ગઈ એવી હિમ્મત કે ચલ...મારીએ ચાંચ... છતાં એ
મુશ્કેલી તો હતી જ કે ક્યાંક મગરભાઈ મોં ના ખોલી દે !
ત્યાં તો દૂરથી
અવાજ સંભળાયો...(બોલો કોણ હશે ?) “ક્ર્ર્રર્ર્ર્રર્ર્ર કા કા
ક્ર્ર્રર્ર્ર્રર્ર્ર્ર કા કા” (બધા બોલી પડશે કે કાગડો, તો આપણે કહેવાનું ના !
કાગડો નહિ કાગડા !) પછી પૂછો કેટલા કાગડા રાખવા છે ? (તેઓ કહે એ માત્રામાં કાગડા
લો એટલે વાર્તા આગળ વધે !) [અમારી વાર્તામાં છ કાગડા આવ્યા) કાગડા આવ્યા...
“ઓયે...ચકલીઓ...ક્ર્ર્રર્ર્ર્ર કેમ્મ્મ્મમ છ્હ્હૂઊ?” (હવે કાગડા બોલે કા..કા..માં
આવું થોડું શાહરૂખ જેવું ક્ક્ક્કક્ક્ક્ક નાખો તો એમને મજા પડશે !) કેમ છો મજામાં ?
શું છે આપણા ઝાડની નવાજૂની ?” માહી કહે, “કલ્લુ અંકલ, (હવે રાખોને ભાઈ ક પરથી
કાગડાનું જે નામ રાખવું હોય...એ...) અમારે પેલા મગરને ચાંચ મારવી છે..પણ બીક લાગે
છે ! “હુહ...(કાગડો..કદાચ ક્રૂઊઊઉ ક્રૂઊઊઊ એમ પણ બોલે !) એમાં શી મોટી વાત છે...આ
તો મારા ડાબા હાથનો અરરરર (કે કર્ર્ર્રર્ર્ર્ર) ડાબી આંખનો ખેલ છે. હું આ ગયો ને આ
આવ્યો...તમારા માટે મગરની મંજૂરી લઇ... કાગડો તો ઉડ્યો મગર પાસે..બંને ચકલીઓ જોઈ
રહી ફાટી આંખે !
કાગડાએ કહ્યું,
“કેમ છો મગર મિત્રો, આ તમારા શરીર પર ઈયળો ક્યારની પડી છે ? “મગરે માંડ આંખ ખોલી –
(આંખ ખોલી બતાવો ધીમે ધીમે...) “હ્છ્છછ્છ્હ્છ....ઈઈઈયળ ?” “હા, ઈયળ નહિ ઈયળો !”
“કેટલી છે ?” કાગડો તો કુદ્યો મગરની પીઠ પર...”આઆઆઆઅ...જુઓ તમારા પર...ચાર...ને
તમારા પર બીજી ચાર ! “ (તમારે નહિ કહેવું પડે છોકરા બોલી પડશે...આઠ) “મગરભાઈ આ તો
મગજમારી (કે મગરમારી) થઇ ગઈ..” “ઓયે કલ્લુ તું વીણી લે ને ભાઈ..મારી આ જાડી પૂછડી
તો ત્યાં સુધી નહિ પહોચે !” અને કલ્લુ એ તો સીટી મારી...ચકલીઓને બોલાવી. (કલ્લુની
સીટી કેવી વાગે? – વગાડો અને વગડાવો) પ્રીયાંશી અને માહી તો તૂટી પડી....ચક
ચક..તક...તક...ટક ટક....(આમ, નહિ...એક એક કરી ઈયળ પકડો... ) એ ટક – એક, ટક – બે,
ટક – ત્રણ (આઠ પછી પણ ટક ચાલુ રાખો...તેમને મજા પડે ત્યાં સુધી ) પછી તો મગરને થવા
માંડી.....ગલીપચી...ને એ તો ભાગ્યા..પાણીમાં...
આવું જે કહેવું
હોય તે – પછી બોર્ડ પર સંખ્યા અને નામ લખો તેઓ
જોડે...ને વાર્તા લખે...
અમારા
બીજા ધોરણના ટાબરિયાઓ ને તો મજા પડી...તમે ટ્રાય કરી જુઓ...ને કહેજો.
વાર્તા
આપણી..મજા આપણી...જેમ ગાય તેના ગીત એમ “કહે તેની વાર્તા” !
No comments:
Post a Comment