વિજ્ઞાનની સમજ – પ્રયોગે પ્રયોગે !
ગામડાં હવે સુવિધાઓથી
સજ્જ થઇ રહ્યાં છે. ટેકનોલોજી એ હવે અંતરિયાળ ગામો સુધી પગ પેસારો કરી દીધો છે.
નકશામાં દેખાતાં અંતરિયાળ ગામો હવે આપણી ધારણાઓ કરતાં પણ વધારે આધુનિક બની રહ્યાં
છે ત્યારે શાળામાં વિજ્ઞાન વિષયનું વધુ સારી સમજ સાથેનું શિક્ષણ અનિવાર્ય બન્યું
છે. ટેકનોલોજી વિજ્ઞાન વિષય નિદર્શન માટે ખુબ જ ઉપયોગી અને અસરકારક સાબિત થઇ રહ્યું
છે. વિવિધ પ્રયોગોને ટેકનોલોજીથી બાળકોને બતાવવામાં આવે અને બાળકો તેને જોઇને શીખે
સમજે તેવું અત્યારના ઘણાં વર્ગખંડો વર્તી રહ્યાં છે. પરંતુ કેટલીક બાબતો ફક્તને
ફક્ત નિદર્શનથી સમજવી બાળકો માટે સહેલી નથી હોતી. અને સાથે સાથે જાતે અનુભવવાની
ઉત્સુકતા હોય છે. જે ન થતાં બાળકોને જાણે અભ્યાસની અધુરપ લાગતી હોય છે.
એક ઉદાહરણ કહું
તો જાદુગરના ખેલ સૌએ જોયેલા છે. બાળકો, યુવાનો, વૃદ્ધો સૌને જોવાની તાલાવેલી હોય, પહેલાં જોયેલો હોય
તો પણ ફરીથી જોવાની એટલી જ ઉત્સુકતા. ! પરંતુ વિચારો કે જાદુગર કહે કે ચાલો, હું
બતાવું તેમ તમે જાદુ કરો ! તો? તો તમારાં રગેરગમાં જે રોમાંચ ઉભો થાય છે તે રોમાંચ
જ તમને તેને જીવનભર ન ભૂલવા માટે જવાબદાર હોય છે. બાળકો માટે વિજ્ઞાનના પ્રયોગો જાદુના
ખેલથી કંઈ કમ નથી હોતા. બાળકોને તે જોવાની અને જાણવાની મજા આવે, પરંતુ તેને તે અનુભવવાની તાલાવેલી હોય છે. જેવી
તાલાવેલી આપણને જાદુ કરવાની હોય છે. શિક્ષક તરીકે આપણો અનુભવ પણ કહેશે કે કે દર
વર્ષે આપણે અભ્યાસક્રમ અંતર્ગત આવતા પ્રયોગો કરતાં હોઈએ છીએ છતાં પણ આપણો તે
માટેનો રોમાંચ દર વર્ષે જાણે કે નવાઈ જ હોય તેવો હોય છે. વિચારો કે આપણી આ સ્થિત
તો બાળકો ની કેવી સ્થિતિ હશે ? અને આવામાં ફક્ત ટેકનોલોજીનો સહારો લઇ પ્રયોગને
પ્રયોગશાળાને બદલે પડદે બતાવી પતાવી દેવો એ જાણે જલેબી ખવડાવવા ના બદલે તેના ટેસ્ટનો
વિડીયો બતાવવા સમાન જ કહેવાશે. આ વિજ્ઞાનદિનના દિવસે શાળાએ આવાં મ્હેણાં ભાગવા
માટેના પ્રયત્ન રૂપે આયોજન કર્યું. તમે જુઓ અને
અનુભવો કે આમાં તમને મજા આવે છે ? નહિ તો પછી આવતાં વર્ષે વિજ્ઞાનદિને તમે પણ જોડાજો એમના આ
સ્વાનુભવ પ્રયોગમેળામાં !
No comments:
Post a Comment