September 18, 2018

બાળકનું મહેમાનપણું..



બાળકનું મહેમાનપણું..😎


આપણને કોઈ પૂછે કે તમને કેવા વ્યક્તિના ત્યાં મહેમાન બની જવું ગમશે ? ઓપ્શન છે આ..
> યજમાન A =  જે તમને જોતાં જ આનંદ સાથે તમને આવકારે છે. તમારી સાથે સંવાદ કરે છે. ફરવા માટે ઘરની બહાર નજીકના સ્થળોએ લઇ જાય. વિદાય થાઓ ત્યાં સુધી તમારી કાળજી લે છે અને ફરીથી આવજો એવો ભાવ દર્શાવે છે.
> યજમાન B = તમે આવ્યા તો ય શું કોઈ ફરક ન પડે, પોતાની જ વાત કર્યા કરે અને પછી મૂંગા બેસાડી ઘરમાં ને ઘરમાં જ ટીવી [ગ્રીન બોર્ડ] દેખાડ્યા કરે ? તમે વિદાય થયા તો પણ તેનું  ધ્યાન જ ન હોય, ફરીથી આવજો ની વાત તો દુર રહી ! 
એક શિક્ષક તરીકે આપણા રોજના મહેમાન એવા બાળકો સાથે આપણે ઉપરોક્ત યજમાન પૈકી કયા યજમાનનો રોલ ભજવીએ છીએ ? તેની સાથે કેવો વ્યહવાર કરીએ છીએ તે સરખાવી જુઓ. બાળકો હંમેશા મજા કરવા માટે શાળામાં આવતાં હોય છે. તેઓની મજા લેવાની રીતમાં શિક્ષણ નામની રસી પરોક્ષ રીતે ઉમેરી દે તે જ કૌશલ્યવાન શિક્ષક ! બાળકો માટે શિક્ષણ એ ખુબ મહત્વની પ્રક્રિયા છે – આવું શાળાના ત્રણ અંગો પૈકી ફક્ત બે જ જાણે છે વાલી અને શિક્ષક. જેને જરૂર છે તેની હજુ આ સમજવાની ઉંમર નથી. અને જયારે સમજતો થશે ત્યારે આ ઉંમર નહિ હોય. માટે હવે આ જ ઉંમરમાં તેને મન જેનું મહત્વ છે તેવી પ્રવૃત્તિઓમાં શિક્ષણ ઉમેરી આપવું રહ્યું. તેનો જ એક ભાગ છે કે બાળકોને વર્ગખંડોમાં નહિ ખુલ્લા આકાશમાં રહેવું અને રમવું ગમે છે. આપણો પણ અનુભવ છે જ કે પ્રવૃત્તિ કે પગપાળા શિક્ષણનું કોઈ આયોજન હોય ત્યારે કોઈ બાળકને કહેવું નથી પડતું વહેલાં આવજો ! કારણ  – એજ તો બાળકોની દુનિયા છે. હવે એ દુનિયામાંથી બાળકને વર્ગખંડની દુનિયામાં ખેંચી લાવીએ અને અહીં નિરુત્સાહી બની બેસી રહે –આપણી મહેનત પાણીમાં જાય –તેના કરતાં બાળકની તે દુનિયામાં જઈ આપણે પરોક્ષ રીતે શિક્ષણ પીરસી દઈએ તો કદાચ વધારે પરિણામ મળશે. માટે જ રોજ  દરેક એકમનો કોઈ એક તાસ તો એવી જગ્યાએ ગોઠવીએ જ જ્યાં બાળકોને મહેમાન તરીકે આપણા ત્યાં આવ્યાનો આનંદ થાય નહિ તો પછી પાછું શીખવીએ તો આપણે જ છીએ આવ નહિ આદર નહિ નહિ નયનમાં નેહ.... આવા જ બાળકોના આનંદપ્રમોદને સંતોષવા માટે શાળાએ નજીકના જાગનાથ મહાદેવના પટાંગણને વર્ગખંડ બનવ્યો. શાળાથી ફક્ત ૧૦૦ મીટર દુર છતાં બાળકો જાણે આકાશમાં ઉડતાં ભાસ્યા અને આપણેય તેઓની પાછળ પાછળ.. 




 
  







3 comments:

Unknown said...

For children it is very good you are doing in studies work.

Unknown said...

For children it is good you are doing in studies work.

piyush joshi said...

NICE.EVERYONE SHOULD BE A TYPE.