શાળા – જાણે કે "બાળક" બનવાનું
તીર્થધામ !
“આનંદ” એ
બાળકોને મોટી મૂડી છે. બાળકો માટે આનંદ માણવો એ જ સર્વસ્વ છે. જેમાં આનંદ આવે તે
સ્વેચ્છાએ કરવું અને જેમાં આનંદ ન આવતો હોય તે સૂચના છતાં પણ ન કરવું એ તેમનો
સ્વભાવ હોય છે. બાળકના આ જ સ્વભાવને
ધ્યાનમાં રાખી આપણે પણ તેને આનંદ આવે તેવી જ પ્રવૃત્તિની સૂચનાઓ સાથે આપણા
શિક્ષણને સંલગ્ન કરવું એ જ એક ચતુર શિક્ષકની નિશાની છે. વર્ગખંડોમાં એક પણ મિનિટ
જો બાળકને કંટાળો આવે એવું થાય, તો પછીનો શાળા સમય જાણે કે બાળક તરફથી અઘોષિત
ગેરહાજરી જ ! આપણી પ્રવૃત્તિ અથવા પદ્ધતિઓને બાળકના આનંદ સાથે મિશ્રિત કરી કેવી
રીતે પીરસવી તે આપણે શીખી લેવું જોઇએ અથવા તો સમજી જવું જોઈએ – અને આ તમામ
શૈક્ષણિક પ્રક્રિયા પર લાગુ પડે છે. તો જ બાળકને આપણે જે કહેવા માગીએ છીએ તે બાળકો
સરળતાથી સમજવા માંડશે/માંગશે.. એટલું જ નહિ આપણે કહેશું તેમ તરત જ કરશે પણ ખરા !
ઘણીવાર આપણી ફરિયાદો હોય છે કે બાળકો સમજતાં નથી પણ ખરું તો એ છે કે સમજવા માગતા
નથી, કારણ કે તે તેમના રસક્ષેત્રની બહારની વાતો
છે. માટે જ આપણે આપણા રસક્ષેત્રની બહારની બાબતો જોડે જેવું વર્તન કરીએ છીએ, તેવું
જ વર્તન બાળકોનું હોય તે સ્વાભાવિક છે !
તો
તેનો ઉપાય શું ? બસ એક જ કે “બાળકમય
બની જઈએ અથવા તો બાળક જ બની જઈએ” નીચેની લીંક
ઉપર ક્લિક કરી તમે અમારા વર્ગખંડ
આ વિડીયો તમે પણ બે મિનિટ માટે
વિચારતા થઇ જશો કે આ વર્ગખંડમાં બાળક
કોણ છે અને
શિક્ષક કોણ છે ? - કારણકે
બાળકોની સાથે સાથે અમારા ચંદુભાઈ પણ પ્રવૃત્તિની એટલી
જ મજા માણી રહ્યા છે અને તેમને જોઈ તેઓની સાથે સાથે બાળકો પણ આનંદિત થઇ રહ્યાં છે
!
1 comment:
Great work
Post a Comment